ધનતેરસ પર 400 વર્ષ બાદ બની રહ્યો છે આ શુભ સંયોગ, આ રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
ધનતેરસ પર 400 વર્ષ બાદ બની રહ્યો છે આ શુભ સંયોગ, આ રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય 1 - image


Image Source: Freepik

- આ સાથે જ અષ્ટ મહાયોગમાં હર્ષ, સરલ, શંખ, લક્ષ્મી, શશ, સાધ્ય, મિત્ર અને ગજકેસરી પણ બનશે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે

નવી દિલ્હી, તા. 07 નવેમ્બર 2023, મંગળવાર

આ વખતે દિવાળી પહેલા એટલે કે, ધનતેરસ પર પુષ્ય નક્ષત્ર બનવા જઈ રહ્યો છે. દિવાળી 12 નવેમ્બરના રોજ છે અને ધનતેરસ 10 નવેમ્બરના રોજ છે. પુષ્ય નક્ષત્ર સવારે 7:57 વાગ્યાથી 10:29 વાગ્યા સુધી છે. આ સાથે જ શનિ પુષ્ય યોગ ધનતેરસ વાળા દિવસે સવારે 7:57 વાગ્યાથી રાત્રિ સુધી છે. 

રવિ પુષ્ય યોગ સવારે 10:29 વાગ્યાથી આખો દિવસ રહેશે. આ સાથે જ અષ્ટ મહાયોગમાં હર્ષ, સરલ, શંખ, લક્ષ્મી, શશ, સાધ્ય, મિત્ર અને ગજકેસરી પણ બનશે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ધનતેરસ પર 400 વર્ષ બાદ બનવા જઈ રહેલા આ શુભ યોગમાં આ રાશિઓના જાતકોના સારા દિવસો થશે શરૂ..

વૃષભ રાશિ

ધનતેરસ પર બનવા જઈ રહેલા આ શુભ યોગથી વૃષભ રાશિના જાતકો પર માતા લક્ષ્મીની કૃપા બની રહેશે. તેમના જીવનમાં ધનનું આગમન થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. અચનક ધન પ્રાપ્તિ થઈ શકે છે. પરિવારમાં ખુશીનું આગમન થશે.

કર્ક રાશિ

ધનતેરસ પર બનવા જઈ રહેલા શુભ સંયોગથી કર્ક રાશિના જાતકોને અચાનક ધનની પ્રાપ્તિ થઈ શકે છે. અટકેલી યોજનામાં સફળતા મળશે. વેપારીઓ માટે આ સમય સૌથી સારો સાબિત થશે. બિઝનેસમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. 

કન્યા રાશિ

ધનતેરસ પર બનવા જઈ રહેલા આ શુભ સંયોગથી કન્યા રાશિના જાતકો પર માતા લક્ષ્મીના આશીર્વાદ બની રહેશે. કરિયર અને બિઝનેસમાં પ્રગતિ મળશે. વિદેશ જવાના યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં આવકમાં વધારો થશે.

મકર રાશિ

મકર રાશિના જાતકોને ધનતેરસ પર ધન અને એશ્વર્યની પ્રાપ્તિ થશે. પરિવારમાં સમૃદ્ધિ વધશે. સમાજમાં પ્રતિષ્ઠામાં  વૃદ્ધિ થશે. જે લોકો નોકરી કરે છે તેમના માટે ઉન્નતિના યોગ બની રહ્યા છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી મોટા પ્રમાણમાં પૈસા મળી શકે છે.



Google NewsGoogle News