Gods Signs: આ સંકેતો જણાવે છે કે તમારી ઉપર છે ભગવાનની કૃપા અને તમને મળી રહ્યું છે પૂજાનું ફળ
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 11 માર્ચ 2024 સોમવાર
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમની પાસે ખૂબ ધન-સંપત્તિ હોય પરિવારમાં ખુશીનો માહોલ જળવાઈ રહે તે પ્રગતિ કરે. આ માટે વ્યક્તિ મહેનતની સાથે-સાથે દરરોજ ભગવાનના નામનો જાપ કરે છે. જેથી તેમની ઉપર ભગવાનની કૃપા જળવાઈ રહે છે પરંતુ ઘણી વખત વ્યક્તિ જાણે-અજાણે એવી ભૂલો પણ કરી દે છે. જેનાથી તેને પૂજાનું પૂર્ણ ફળ મળતુ નથી. એટલુ જ નહીં. ઘણી વખત વ્યક્તિને એ વાતનો અણસાર પણ હોતો નથી કે ભગવાન તેનાથી નારાજ છે. જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા એવા સંકેતો વિશે જણાવવામાં આવ્યુ છે જે ભગવાનના પ્રસન્ન હોવાના સંકેત આપે છે. એટલુ જ નહીં આ સંકેતોના માધ્યમથી આ વાતને જાણી શકાય છે કે ભગવાને તમારી પૂજા સ્વીકાર કરી લીધી છે.
ભગવાન પ્રસન્ન થવા પર મળે છે આ સંકેત
- જો કોઈ વ્યક્તિને સપનામાં પોતાના ઈષ્ટના દર્શન થાય છે તો તેને ખૂબ શુભ માનવામાં આવે છે. આ એ વાતનો સંકેત હોય છે કે ભગવાન તમારાથી ખુશ છે અને તેમની કૃપા તમારી પર છે.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ઈશ્વરની કૃપા વ્યક્તિ પર છે તો તેને દરેક ક્ષેત્રે સફળતા મળે છે. આવા વ્યક્તિની પાસે ધન-સંપત્તિની અછત રહેતી નથી. તેને દરેક સ્થળે માન-સન્માન મળે છે.
- જો કોઈ વ્યક્તિને ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે પહેલેથી ખબર પડી જાય છે, તેને આભાસ થઈ જાય છે કે તેની સાથે ખરાબ કે સારુ થવાનું છે તો તેનો અર્થ છે કે તેની પર ભગવાનના આશીર્વાદ છે.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિને કંઈ કામ કરતી વખતે એ આભાસ થઈ જાય છે કે આ નિર્ણય ખોટો છે. તે ભારે નુકસાનથી પોતાને બચાવી લે તો સમજી જાવ કે ભગવાનની કૃપા તે વ્યક્તિ પર છે.
- જો કોઈ વ્યક્તિનું આરોગ્ય સારુ રહે છે. તે નિરોગી છે. એ પણ ભગવાનના આશીર્વાદ છે. સ્વસ્થ શરીરની દરેક કામના કરે છે અને આવુ થવા પર ભગવાનનો આભાર માનવો જોઈએ અને પોતાને ભાગ્યશાળી માનવા જોઈએ.