Get The App

Navratri 2024: નવરાત્રિ પહેલા અવશ્ય ઘરે લાવવી જોઈએ આ વસ્તુઓ, આર્થિક તંગીથી મળશે છૂટકારો

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
Navratri 2024: નવરાત્રિ પહેલા અવશ્ય ઘરે લાવવી જોઈએ આ વસ્તુઓ, આર્થિક તંગીથી મળશે છૂટકારો 1 - image

Navratri 2024 : નવરાત્રિ સનાતન ધર્મમાં ઘણું મહત્ત્વ ધરાવે છે. આ તહેવાર વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે. જેમાં મુખ્ય બે મુખ્ય નવરાત્રિ છે - શરદીય અને ચૈત્ર. આ સિવાય બે ગુપ્ત નવરાત્રિ પણ ઉજવવામાં આવે છે. આ તહેવાર 9 દિવસ સુધી ચાલે છે, જે અંબેમાને સમર્પિત હોય છે. આ 9 દિવસ દરમિયાન અંબેમાના 9 સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ નવરાત્રિના દિવસોમાં અંબેમાની સાચા મનથી જે કોઈ આરાધના કરે છે તેની બધી મનોકામના પૂર્ણ થાય છે.

નવરાત્રિના 9 દિવસ દરમિયાન કેટલીક ખાસ વસ્તુઓને ઘરમાં રાખવી ખૂબ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, નવરાત્રિ દરમિયાન અંબેમાને પ્રસન્ન કરવા વિવિધ ઉપાયો કરી શકાય છે. તો ચાલો જાણીએ આ અંગે.........

ચાંદીનો સિક્કો

ધાર્મિક દૃષ્ટિએ નવરાત્રિના દિવસો દરમિયાન ચાંદીના સિક્કાને ઘરે લાવવો ખૂબ શુભ માનવામાં આવે છે. તેને લક્ષ્મીમાનું રૂપ માનવામાં આવે છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન આ સિક્કાની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને આર્થિક તંગીથી છૂટકારો મળે છે.

તુલસીનો છોડ

જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી, તો નવરાત્રિ દરમિયાન તેને લાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન તુલસીનો છોડ લાવીને તેની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો સંચાર થાય છે.

લક્ષ્મી માતાજીનું ચિત્ર કે મૂર્તિ

નવરાત્રિ દરમિયાન લક્ષ્મી માતાજીનું ચિત્ર અથવા મૂર્તિ લાવવી પણ શુભ ગણાય છે. લક્ષ્મી માતાજીને અંબે માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે. અને તેમની પૂજાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આર્થિક સમસ્યાઓથી પણ રાહત મળે છે.

આ પણ વાંચો : પિત્તૃ પક્ષ સમાપ્ત થતાં જ આ રાશિઓ પર લાગશે ગ્રહણ, 15 દિવસ સુધી સાવચેત રહેજો!

માતાજીનો શૃંગાર

નવરાત્રિ દરમિયાન માતાજીને 16 શૃંગાર ચઢાવવાનું ખૂબ જ મહત્ત્વ હોય છે. મહિલાઓ માતા રાણીને 16 શણગાર ચઢાવે છે, જેના કારણે તેમને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ સ્થિતિમાં નવરાત્રિ દરમિયાન શૃંગારની વસ્તુઓ ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Navratri 2024: નવરાત્રિ પહેલા અવશ્ય ઘરે લાવવી જોઈએ આ વસ્તુઓ, આર્થિક તંગીથી મળશે છૂટકારો 2 - image


Google NewsGoogle News