Thursday Remedies: ગુરૂવારના દિવસે ભૂલથી પણ આ 6 કાર્ય કરવા જોઈએ નહીં, જીવનમાં આવશે મુશ્કેલી
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 04 જાન્યુઆરી 2024 ગુરૂવાર
ગુરુવારનો દિવસ જગતના પાલનહાર શ્રીહરિ વિષ્ણુને સમર્પિત હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના પૂજન અને વ્રતનું વિધાન છે. ધાર્મિક માન્યતા અનુસાર જે વ્યક્તિ આ દિવસે શ્રીહરિ વિષ્ણુનું વિધિ પૂર્વક પૂજન કરે છે તેની પર તેમની કૃપા બની રહે છે. જેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે. જો તમે પણ ભગવાન વિષ્ણુના આશીર્વદ પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો ગુરૂવારના દિવસે અમુક કાર્યોને ભૂલથી પણ કરવા જોઈએ નહીં. તેનાથી તમારે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
ગુરૂવારના દિવસે આ કાર્યો ન કરવા જોઈએ
1. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરૂવારના દિવસે મહિલાઓએ ભૂલથી પણ વાળ ધોવા જોઈએ નહીં. માન્યતાનુસાર આવુ કરવાથી તેમની કુંડળીમાં ગુરૂ ગ્રહ કમજોર થાય છે જેનાથી તમારા બનેલા કાર્ય બગડવા લાગે છે.
2. ગુરૂવારના દિવસે તમારે ભૂલથી પણ કેળાનું સેવન કરવુ જોઈએ નહીં. માન્યતાનુસાર કેળાના વૃક્ષમાં શ્રીહરિ વિષ્ણુનો વાસ હોય છે તેથી આ દિવસે કેળાના વૃક્ષનું પૂજન કરવાનું વિધાન છે. જો તમે આ દિવસે કેળાનું સેવન કરો છો તો ભગવાન વિષ્ણુ તમારાથી નારાજ થઈ જાય છે.
3. ગુરૂવારના દિવસે તમારે વસ્ત્ર ધોવાથી હંમેશા બચવુ જોઈએ. માન્યતાનુસાર આવુ કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ પર ખરાબ પ્રભાવ પડવા લાગે છે. આ સાથે જ તેનાથી ધનની દેવી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે જેનાથી તમને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.
4. ગુરૂવારના દિવસે તમારે હંમેશા રૂપિયાની લેવડ-દેવડ કરવાથી બચવુ જોઈએ. તેનાથી તમારી કુંડળીમાં ગુરુ ગ્રહ કમજોર થવા લાગે છે જેનાથી તમને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે જેનાથી જીવનથી સુખ-શાંતિ દૂર થઈ જાય છે.
5. ગુરૂવારના દિવસે તમારે ભૂલથી પણ માતા-પિતા અને ગુરુનું અપમાન કરવુ જોઈએ નહીં. આવુ કરવાથી ગુરુ તમારાથી નારાજ થઈ જાય છે જેનાથી જીવનમાં દુ:ખો અને કષ્ટોનું આગમન થાય છે.
6. ગુરૂવારના દિવસે ભૂલીને પણ ધારદાર વસ્તુઓ અને પૂજા સાથે જોડાયેલી વસ્તુઓ ખરીદવી જોઈએ નહીં. તેનાથી ઘરની સુખ અને શાંતિ ભંગ થાય છે.