મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ ના કરવું જોઈએ આ પાંચ વસ્તુનું દાન, પુણ્ય થઈ જશે નષ્ટ
Image: Freepik
Makar Sankranti 2025: હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિના તહેવારનું વિશેષ મહત્ત્વ છે. જ્યારે સૂર્ય ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિ ઊજવવામાં આવે છે. વૈદિક પંચાંગ અનુસાર મકર સંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરીએ ઊજવાય છે. આમ તો મકર સંક્રાંતિ પર દાન કરવું ખૂબ પુણ્યનું કર્મ માનવામાં આવે છે, પરંતુ આ દિવસે પાંચ વસ્તુનું દાન કરવાથી બચવું જોઈએ.
કાળા રંગના વસ્ત્રો
આમ તો મકર સંક્રાંતિના દિવસે કાળા તલનું દાન કરવામાં આવે છે પરંતુ આ દિવસે કાળા રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ નહીં. સનાતન ધર્મમાં કાળો રંગ નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવ્યો છે. કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે આ રંગના વસ્ત્રોનું દાન કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે.
તેલનું દાન
જ્યોતિષ અનુસાર મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ તેલનું દાન કરવું જોઈએ નહીં. આ દિવસે તેલનું દાન કરવું ખૂબ અશુભ માનવામાં આવ્યું છે. કહેવાય છે કે આ દિવસે તેલનું દાન કરવાથી આરોગ્ય સંબંધિત મુશ્કેલી થઈ શકે છે. આ સિવાય આની કર્મો પર ખરાબ અસર પડે છે. આ દરમિયાન મકર સંક્રાંતિના દિવસે તેલનું દાન કરવાથી પણ બચવું જોઈએ.
આ પણ વાંચો: મકર સંક્રાંતિએ 5 મંત્રોનો જાપ કરી સૂર્ય દેવને કરો પ્રસન્ન, સમસ્યામુક્ત થઈ જશે જીવન
તીક્ષ્ણ વસ્તુઓ
મકર સંક્રાંતિના દિવસે તીક્ષ્ણ વસ્તુઓનું દાન કરવું જોઈએ નહીં. શાસ્ત્રીય પરંપરા અનુસાર મકર સંક્રાંતિના અવસર પર કાતર, ચાકુ જેવી તીક્ષ્ણ વસ્તુઓનું દાન કરવું જોઈએ નહીં. કહેવાય છે કે તીક્ષ્ણ વસ્તુઓનું દાન કરવાથી નકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે.
ચોખા અને સફેદ વસ્ત્ર
ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ચોખા અને સફેદ વસ્ત્રનું દાન અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ વસ્ત્ર અને અનાજ ચંદ્ર સાથે જોડાયેલા હોય છે જે સૂર્યની ઊર્જાની સાથે સામંજસ્ય રાખતાં નથી.
જૂની અને નકામી વસ્તુઓ
મકર સંક્રાંતિ પર જૂના, ફાટેલાં કપડાં, ખરાબ સામાન કે નકામી વસ્તુઓનું દાન કરવાથી બચવું. દાનમાં હંમેશા નવી, ઉપયોગી અને સ્વચ્છ વસ્તુઓ જ આપો. અશુદ્ધ કે બિનઉપયોગી વસ્તુઓનું દાન કરવાથી પુણ્યના બદલે અશુભ પ્રભાવ પડી શકે છે.