વાસ્તુ ટિપ્સ: ઘરની તિજોરીમાં પૈસાની સાથે ક્યારેય ન મૂકવી જોઈએ આ 5 વસ્તુઓ, વધી જશે ખર્ચા
Vastu Tips : જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે વાસ્તુશાસ્ત્રમાં અનેક ઉપાયો બતાવવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિની ધન-સંપત્તિમાં અચાનક ઘટાડો થવા લાગે તો તેમણે સમજી લેવું જોઈએ કે, તેઓ વાસ્તુ દોષનો શિકાર બની રહ્યા છે. આજે અમે તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ક્યારેય પૈસાની સાથે ન રાખવી જોઈએ.
અરીસામાં ક્યારેય તિરાડ કે તૂટેલો ન હોવો જોઈએ
1. કેટલાક લોકો ધનની તિજોરીમાં અરીસો લગાવવાનું પસંદ કરે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવું કરવું ખોટું નથી. પરંતુ એ વાતનું ધ્યાનમાં રાખવી જોઈએ કે, તિજોરીમાં લગાવેલા અરીસામાં ક્યારેય તિરાડ કે તૂટેલો ન હોવો જોઈએ. આ અરીસો પણ ત્યારે જ લગાવવો જોઈએ, જ્યારે તમારી તિજોરી દક્ષિણ દિશામાં હોય.
આ પણ વાંચો: Makar Sankranti 2025: મકર સંક્રાંતિ પર્વ ક્યારે છે? જાણો શુભમુહૂર્ત અને પૂજાવિધિ
ફ્રીમાં મળેલી વસ્તુઓ તિજોરીમાં ન રાખવી જોઈએ
2. જો તમે તમારી તિજોરીમાં પૈસા-ઘરેણાંની સાથે ફ્રીમાં મળેલી વસ્તુઓ જેવી કે, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, શ્રૃંગાર અથવા જ્વેલરી રાખો છો, તો તેને ત્યાંથી હટાવી દો. તે તમારી મહેનતની કમાણી નથી, તેથી તેને તિજોરીમાં રાખવું શુભ માનવામાં આવતું નથી. આમ કરવાથી દેવી લક્ષ્મીની નારાજગીનો સામનો કરવો પડે છે.
ખોટા કાર્યોમાંથી કમાયેલા ધનનો કાયમી નિકાલ કરવો
3. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ખોટા કાર્યોમાંથી કમાયેલું ધન ક્યારેય ટકતું નથી. આવું ધન ઘરમાં ગરીબી અને ખરાબ સમય લાવે છે. તેથી આ રીતે મેળવેલ ધનને વહેલામાં વહેલી તકે કાઢી નાખો, નહીંતર તમારે તેનું ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે.
મહેનતથી કમાયેલા પૈસાથી સંપૂર્ણપણે અલગ રાખવા
4. જો તમે વ્યાજ વસૂલ કરીને અથવા ગરીબોને હેરાન કરીને કોઈ પૈસા કમાયા હોય, તો તમારે તેને તમારી મહેનતથી કમાયેલા પૈસાથી સંપૂર્ણપણે અલગ રાખવું જોઈએ. અનૈતિક કામ કરીને મેળવેલું ધન ક્યારેય ફળતા નથી અને વ્યક્તિની સુખ-શાંતિ છીનવી લે છે. તેથી તેનાથી બચતા રહો.
આ પણ વાંચો: શરીર પર 45 કિલો રુદ્રાક્ષ, જાણો મહાકુંભમાં પધારનારા ગીતાનંદ ગિરી મહારાજ વિશે
મહેનતથી કમાયેલા પૈસા સાથે ક્યારેય હથિયાર ન રાખો
5. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મહેનત કરીને કમાયેલા પૈસા સાથે ક્યારેય ચાકુ, બંદૂક કે અન્ય કોઈ હથિયાર ન રાખવા જોઈએ નહીં. આ રીતે હથિયાર રાખવાથી મનમાં હિંસક વિચારો આવે છે. જેના કારણે સમગ્ર કુળનો નાશ થવામાં સમય લાગતો નથી. આનાથી માતા લક્ષ્મી પણ નારાજ થઈ જાય છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય માહિતી આધારિત છે. ગુજરાત સમાચાર તેની પુષ્ટિ કરતું નથી.