Dussehra 2023: દશેરા પર વૃદ્ધિ યોગ સહિત બની રહ્યા છે આ 3 અદ્ભુત સંયોગ, પ્રાપ્ત થશે શુભ ફળ

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
Dussehra 2023: દશેરા પર વૃદ્ધિ યોગ સહિત બની રહ્યા છે આ 3 અદ્ભુત સંયોગ, પ્રાપ્ત થશે શુભ ફળ 1 - image


                                                              Image Source: Freepik

અમદાવાદ, તા. 09 ઓક્ટોબર 2023 સોમવાર

દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની એકમથી લઈને નવમી તિથિ સુધી શારદીય નવરાત્રિ મનાવવામાં આવે છે. તેના આગલા દિવસે દશેરા મનાવવામાં આવે છે. તેને વિજયાદશમી પણ કહેવામાં આવે છે. તદનુસાર આ વર્ષે શારદીય નવરાત્રિ 15 ઓક્ટોબરથી લઈને 23 ઓક્ટોબર સુધી છે. 24 ઓક્ટોબરે દશેરા છે. જ્યોતિષ અનુસાર દશેરા પર વૃદ્ધિ યોગ સહિત 3 વિશેષ યોગ બની રહ્યા છે.  

શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર દશેરાની તિથિ 23 ઓક્ટોબરે સાંજે 05.44 મિનિટે શરૂ થશે અને 24 ઓક્ટોબરે બપોરે 03.14 મિનિટે સમાપન થશે.

વિજય મુહૂર્ત

દશેરાના દિવસે વિજય મુહૂર્ત બપોરે 01.58 મિનિટથી લઈને 02.43 મિનિટ સુધી છે.

પૂજાનું શુભ મુહૂર્ત

દશેરાના દિવસે પૂજાનો સમય બપોરે 01.13 મિનિટથી લઈને બપોરે 03.18 મિનિટ સુધી છે. પૂજા સમયગાળો 2.15 મિનિટ છે.

વૃદ્ધિ યોગ

દશેરાના દિવસે વૃદ્ધિ યોગનું નિર્માણ થઈ રહ્યુ છે. આ દિવસે વૃદ્ધિ યોગનું નિર્માણ બપોરે 03.40 મિનિટે થઈ રહ્યુ છે, જે આગલા દિવસે એટલે કે 25 ઓક્ટોબરે બપોરે 12.14 મિનિટ સુધી છે. વૃદ્ધિ યોગ શુભ કાર્યો માટે ઉત્તમ માનવામાં આવે છે.

રવિ યોગ

દશેરાએ રવિ યોગનું નિર્માણ થઈ રહ્યુ છે. આ યોગનું નિર્માણ સવારે 06.27 મિનિટથી શરૂ થઈ રહ્યુ છે, જે બપોરે 03.28 મિનિટ સુધી છે. જે બાદ સાંજે 06.38 મિનિટથી છે, જે આખી રાત છે.

કરણ

દશેરા તિથિ પર બપોરે 03.14 મિનિટ સુધી ગર કરણનું નિર્માણ થઈ રહ્યુ છે. જે બાદ વણિજ કરણ આખી રાત છે. વણિજ અને ગર કરણ શુભ કાર્યો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય

સૂર્યોદય- સવારે 06.27 મિનિટ

સૂર્યાસ્ત - સાંજે 05.43 મિનિટ

પંચાંગ

બ્રહ્મ મુહૂર્ત - 04.45 મિનિટથી 05.36 મિનિટ સુધી 

અભિજીત મુહૂર્ત- 11.43 મિનિટથી 12.28 મિનિટ સુધી

ગોધૂલિ મુહૂર્ત- સાંજે 05.43 મિનિટથી 06.09 મિનિટ સુધી

નિશિતા મુહૂર્ત- રાત્રે 11.40 મિનિટથી 12.31 મિનિટ સુધી

અશુભ સમય

રાહુકાળ- બપોરે 02.41 મિનિટથી 04.19 મિનિટ સુધી

ગુલિક કાળ - બપોરે 12.05 મિનિટથી બપોરે 01.30 મિનિટ સુધી

દિશા શૂળ- ઉત્તર


Google NewsGoogle News