Ramlala Pran Pratishtha: રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમયે પારિજાત સહિત બની રહ્યા છે આ 15 શુભ યોગ, જાણો તેનું મહત્વ
Image Source: Twitter
અમદાવાદ, તા. 22 જાન્યુઆરી 2024 સોમવાર
આજે 22 જાન્યુઆરી 2024ની તારીખ સનાતન ધર્મ અને ભારત માટે ઐતિહાસિક છે. આજનો દિવસ અત્યંત શુભ છે કેમ કે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના સમયમાં પારિજાત સહિત 15થી વધુ યોગનું નિર્માણ થઈ રહ્યુ છે. જે સમયે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. તે સમયે બપોરે 12.30 નો સમય છે અને મેષ લગ્ન છે. તે સમયે આકાશમાં ગ્રહોની સ્થિતિ ઘણી શુભ યોગનું નિર્માણ કરી રહી છે.
પ્રાણ પ્રતિષ્ઠા સમયે ગ્રહોની વિશેષ સ્થિતિ
પ્રાણ પ્રતિષ્ઠા સમયે મેષ લગ્ન છે. ગુરુ બીજા ભાવમાં ચંદ્ર છઠ્ઠા ભાવમાં, કેતુ નવમાં ભાવમાં, બુધ, મંગળ અને શુક્ર દસમાં ભાવમાં, સૂર્ય તથા શનિ 11માં ભાવમાં અને રાહુ 12માં ભાવમાં સ્થિત હશે. ગ્રહોની આ સ્થિતિથી ઘણા શુભ યોગ બની રહ્યા છે.
15થી વધુ શુભ યોગમાં થશે પ્રાણ પ્રતિષ્ઠા
1. ઈન્દ્ર યોગ
2. સર્વાર્થ સિદ્ધિ યોગ
3. અમૃત સિદ્ધિ યોગ
4. ચામર યોગ
5. દીર્ઘાયુ યોગ
6. ધેનુ યોગ
7. કામ યોગ
8. શૌર્ય યોગ
9. તપસ્વી યોગ
10. અસ્ત્ર યોગ
11. જલધિ યોગ
12. છત્ર યોગ
13. ખ્યાતિ યોગ
14. પારિજાત યોગ
15. ભાગ્ય યોગ
1. ખ્યાતિ અને પારિજાત યોગ
દશમ અને એકાદશ ભાવના સ્વામી શનિ 11માં ભાવમાં બિરાજમાન છે. આ ખ્યાતિ અને પારિજાત યોગ કહેવાય છે. આ યોગમાં વ્યક્તિ રાજકાજમાં ઉચ્ચ સ્તરની પ્રતિષ્ઠા મેળવે છે. તેઓ ધન, સફળતા વગેરેથી પરિપૂર્ણ થાય છે.
2. છત્ર યોગ
5માં ભાવના રાજા સૂર્ય 10માં ભાવમાં છે તેમના કારણે છાત્ર રાજયોગ બની રહ્યો છે. આ યોગની વ્યક્તિ ખૂબ બુદ્ધિશાળી હોય છે. તેમની નિર્ણય ક્ષમતા ઉચ્ચ સ્તરની હોય છે.
3. વિદેશ યાત્રા અને ભાગ્ય યોગ
9માં અને 12માં ભાવના સ્વામી ગુરુ લગ્નમાં મિત્રની રાશિમાં બિરાજમાન છે. તેનાથી ભાગ્ય યોગ બને છે, જે જાતકને ભાગ્યશાળી તથા બુદ્ધિશાળી બનાવે છે. તેમાં દયાનો ભાવ હોય છે. તેમને વિદેશ યાત્રાનો લાભ મળે છે.
4. જલધિ યોગ
ચતુર્થ ભાવના સ્વામી ચંદ્ર બીજા ભાવમાં ઉચ્ચ છે. તેનાથી જલધિ યોગ બન્યો છે. તેનાથી જાતકને સુંદર અને ભવ્ય ભવન, સુખ, સંપત્તિ અને સન્માન પ્રાપ્ત થાય છે.
5. તપસ્વી યોગ, શૌર્ય યોગ અને અસ્ત્ર યોગ
ત્રીજા અને છઠ્ઠા ભાવના સ્વામી બુધ 9માં ભાવ મંગળ અને શુક્ર સાથે મળીને 3 શુભ યોગ તપસ્વી, શૌર્ય અને અસ્ત્ર યોગ બનાવી રહ્યા છે. આ યોગના કારણે વ્યક્તિ અત્યંત સાહસી, પરાક્રમી હોય છે.
6. ધેનુ યોગ તથા કામ યોગ
બીજા અને સાતમાં ભાવનો સ્વામી શુક્ર 9 માં ભાવમાં લગ્નેશની સાથે છે. તેનાથી ધેનુ અને કામ યોગ બને છે. આ યોગના કારણે ધન-ધાન્ય ભરપૂર પ્રમાણમાં હોય છે. ગૃહસ્થ જીવનમાં સુખ હોય છે. ધનનો ઉપયોગ ધર્મમાં થાય છે.
7. દીર્ઘાયુ અને ચામર યોગ
લગ્ન અને 8માં ભાવનો સ્વામી મંગળ 9માં ભાવમાં ગુરુની રાશિમાં છે. તેનાથી ચામર અને દીર્ઘાયુ યોગ બની રહ્યો છે. આ યોગ ધન અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે.