Pitru Paksha: પિતૃ ઋણ અને પિતૃ દોષમાં છે મોટો તફાવત, જાણો તેને દૂર કરવા માટેના ઉપાય

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
Pitru Paksha: પિતૃ ઋણ અને પિતૃ દોષમાં છે મોટો તફાવત, જાણો તેને દૂર કરવા માટેના ઉપાય 1 - image


                                                          Image Source: Twitter

અમદાવાદ, તા. 27 સપ્ટેમ્બર 2023 બુધવાર

હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ છે. પિતૃપક્ષનો સમય પિતૃઓના તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ માટે હોય છે. આનાથી પિતૃઓને તૃપ્તિ મળે છે અને તેઓ પોતાના પરિવારજનોને સુખશાંતિના આશીર્વાદ આપે છે. 

પંચાંગ અનુસાર પિતૃપક્ષ દર વર્ષે ભાદરવા મહિનાની પૂનમ તિથિથી શરૂ થઈને આસો મહિનાની અમાસ સુધી ચાલે છે. આ વર્ષે 29 સપ્ટેમ્બર 2023એ પિતૃપક્ષ શરૂ થઈ જશે અને 14 ઓક્ટોબર 2023એ તે પૂર્ણ થશે. પિતૃપક્ષ દરમિયાન તમે અમુક ઉપાયો કરીને પિતૃ દોષ અને પિતૃ ઋણમાંથી મુક્તિ મેળવી શકો છો. આ માટે અમુક ઉપાય પણ જણાવાયા છે, જે ખૂબ કારગર માનવામાં આવે છે.

જાણો પિતૃ દોષ અને પિતૃ ઋણમાં શું તફાવત છે

ઘણા લોકો પિતૃ દોષ અને પિતૃ ઋણને એક જ સમજી લે છે પરંતુ પિતૃ દોષ અને પિતૃ ઋણ એક નથી. પિતૃ ઋણ ત્યારે લાગે છે જ્યારે પિતૃએ પોતાના જીવનમાં કોઈ ભૂલ કરી હોય કે પછી ખરાબ કાર્યો કર્યા હોય જેના કારણે પિતૃ મૃત્યુ બાદ પણ દુ:ખી રહે છે. ભલે જ ઋણ પિતૃના હોય પરંતુ જો આ ઋણને ઉતારવામાં ન આવે તો પિૃતઓનું આ પાપ કર્મનું ફળ સમગ્ર વંશને વેઠવુ પડે છે. તેથી પિતૃપક્ષમાં પિતૃ ઋણથી મુક્તિથી સંબંધિત ઉપાયો જરૂર કરો. 

પિતૃ દોષના ઉપાયોથી તમે નારાજ પિતૃઓને મનાવી શકો છો કેમ કે પિતૃ જો નારાજ થઈ જાય તો તેના ભયંકર પરિણામ ભોગવવા પડી શકે છે. પિતૃઓનો અનાદર કરવો, તેમને કષ્ટ આપવાથી દુ:ખી દિવંગત આત્માઓ શ્રાપ આપે છે. જ્યોતિષ અનુસાર કોઈ વ્યક્તિની કુંડળીમાં લગ્ન ભાવ અને પાંચમાં ભાવમાં સૂર્ય મંગળ અને શનિ બિરાજમાન હોય તો પિતૃદોષ બને છે.

પિતૃ ઋણ અને પિતૃ દોષ ઉપાય

તર્પણ કરો

પિતૃઓની આત્માની શાંતિ માટે પિતૃપક્ષમાં તર્પણ કરો. તર્પણ માત્ર પૂર્વજોના નામ પર જ નહીં, પરંતુ જેનું ઋણ તમારા પૂર્વજો પર હોય અને જો તેમનું મૃત્યુ થઈ ગયુ હોય તો તેના નામ પર પણ તર્પણ કરવુ જોઈએ. તેનાથી પિતૃ દોષ અને પિતૃ ઋણથી મુક્તિ મળે છે.

કપૂર સળગાવો

પિતૃ પક્ષ દરમિયાન દરરોજ ઘરે કપૂર સળગાવવુ જોઈએ અને ઈશ્વર પાસે પિતૃ ઋણ માટે ક્ષમા માંગો. 

દાન કરો

દાનથી પાપ કર્મનો નાશ થાય છે અને પુણ્ય કર્મોમાં વૃદ્ધિ થાય છે. પિતૃ પક્ષમાં ક્ષમતા અનુસાર ગરીબોમાં દાન કરવુ જોઈએ. પિતૃ ઋણ અને પિતૃ દોષમાંથી મુક્તિ માટે પિતૃ પક્ષમાં પરિવારના તમામ સભ્યો જેટલા સિક્કા લો અને તેને મંદિરમાં દાન કરો. 

હનુમાન ચાલીસા

પિતૃપક્ષમાં તેરસ, ચૌદશ, અમાસ અને પૂનમ તિથિને ગાયના ગોબરથી બનેલા છાણા પર ગોળ અને ઘી લગાવીને પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ પણ કરો. તેનાથી પણ પિતૃ ઋણ અને પિતૃ દોષથી છુટકારો મળે છે. 


Google NewsGoogle News