શાલીગ્રામ પથ્થરની પૂજા કરવાના છે અઢળક ફાયદા, રામલલ્લાની મૂર્તિ પણ તેનાથી જ બનશે
શાલીગ્રામ કાળા રંગનો અંડાકાર પથ્થર હોય છે, જે ભગવાન વિષ્ણુનો જ એક રૂપ માનવામાં આવે છે
શાલીગ્રામની પૂજા કરવા માટે તમારે શાલીગ્રામને તુલસીના કુંડામાં મુકવાનું રહેશે
image : Wikipedia |
નવી દિલ્હી, તા.3 ફેબ્રુઆરી, શુક્રવાર
નેપાળમાં આવેલ દામોદર કુંડ, કાલી ગંડકી નદીના તટથી 31 જાન્યુઆરીએ 2 મોટા શાલીગ્રામ પથ્થરો ભારતમાં લાવવામાં આવ્યા છે, એવી અપેક્ષા છે કે આ 2 શાલીગ્રામનો ઉપયોગ અયોધ્યા મંદિરમાં ભગવાન રામ અને જાનકીની મૂર્તિઓના નિર્માણ માટે કરવામાં આવશે. હિંદુ માન્યતાઓ પ્રમાણે શાલીગ્રામને ભગવાન વિષ્ણુનો સાક્ષાત સ્વરૂપ મનાવામાં આવે છે, તો ચાલો જાણીએ શું છે શાલીગ્રામની પૌરાણિક કથા અને માન્યતાઓ અને શાલીગ્રામને ઘરમાં રાખીને નિયમિત પૂજા કરવાથી શું લાભ થઇ શકે છે.
શાલિગ્રામને ઘરમાં રાખવાનો લાભ
શાલીગ્રામ કાળા રંગનો અંડાકાર પથ્થર હોય છે, જે ભગવાન વિષ્ણુનો જ એક રૂપ માનવામાં આવે છે. શાલીગ્રામ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય હોય છે, જેથી જે ઘરમાં શાલિગ્રામની પૂજા થાય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. શાલીગ્રામની પૂજા કરવા માટે તમારે શાલીગ્રામને તુલસીના કુંડામાં મુકવાનું રેહશે. માનવામાં આવે છે કે જે ઘરમાં શાલીગ્રામની નિયમિત પૂજા થાય છે, તે ઘરમાં વાસ્તુદોષનો સંપૂર્ણ રીતે અંત થઇ જાય છે. તે ઉપરાંત જે વ્યક્તિ નિયમિત શાલીગ્રામનું જળ અભિષેક કરે છે તે ઘરે બેઠા બેઠા પૃથ્વીની પરિક્રમાનાં ફળનો હકદાર થાય છે.
શાલિગ્રામની પૌરાણિક કથા
હિંદુ પુરાણોમાં શાલીગ્રામ પર આધારિત એક કથા મળી રહે છે .ભગવાન વિષ્ણુએ તેમની ભક્ત તથા સતી વૃંદાને છેતરી ને તેના પતિ જલંદરને માર્યો હતો, જેથી સતી વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે તમે મારા સતીત્વનો ભંગ કર્યો છે એટલે તમે હવે પથ્થરમાં બદલાઈ જશો, ભગવાન વિષ્ણુના આજ રૂપને શાલીગ્રામ કહેવાય છે, જે બધી જ જગ્યા એ કાળા પથ્થરના રૂપમાં પૂજાય છે. ભગવાન વિષ્ણુએ શ્રાપ પામતા કહ્યું હતું કે 'હે વૃંદા! આ તારા સતીત્વનો જ ફળ છે કે તું તુલસીનુ છોડ અને ગંદકી નદી બનીને મારા સાથે રહીશ'. નેપાળમાં સ્થિત કાલી ગંદકી નદીના કિનારે શાલીગ્રામ પથ્થર મળી રહે છે. માનવામાં આવે છે કે એકાદસીના દિવસે શાલીગ્રામ અને તુલસીનુ વિવાહ કરવા વાળાને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
શાલીગ્રામનો રૂપ-રંગ
અલગ અલગ જગ્યાએ શાલીગ્રામનો પ્રકાર અને રંગ પણ અલગ અલગ જોવા મળે છે, કેટલીક જગ્યાઓ પર શાલીગ્રામ પથ્થરના અંદરથી શંખની આકૃતિમાં જોવા મળે છે, તો કોક જગ્યાએ ચક્ર, ગદા કે પછી પદ્મના સમાનની આકૃતિઓ જોવા મળે છે તેમજ કોઈ જગ્યાએ પથ્થર પર સફેદ રંગના ગોળ પટ્ટા હોય છે , જેને ચક્રના સમાન મનાય છે, જો કે કોક દુર્લભ શાલીમાર પર પીળા રંગના પટ્ટા પણ જોવા મળી રહે છે.
શાલીગ્રામની પૂજા તુલસી વગર થઇ ન શકે
શાલીગ્રામની પૂજા તુલસી વગર થઇ ન શકે, નિયમિત શાલિગ્રામને સ્નાન કરાવીને ચંદન અને તુલસી અર્પણ કરવી, આ ઉપરાંત ચરણામૃત પણ અર્પણ કરી શકાય. આમ કરવાથી તમારા તન,મન અને ધનની બધી તકલીફો દુર થઇ શકે છે. શાલીગ્રામ અને તુલસીનુ વિવાહ કરાવાથી તમારા રોગ અને દોષ દુર થઇ શકે છે અને તમને અત્યત સુખની પ્રાપ્તિ અનુભવશે.