હાથ પર નાડાછડી બાંધવાના છે અનેક લાભ, જીવનમાં આવે છે બદલાવ

પૂજા શરુ કરતાં પહેલા માથામાં તિલક અને હાથમાં નાડાછડી બાંધી શરુ કરવામાં આવે છે

નાડાછડી બાંધવાથી વ્યક્તિના જીવનમાં આવતી પરેશાનીઓનો નાશ થાય છે.

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
હાથ પર નાડાછડી બાંધવાના છે અનેક લાભ, જીવનમાં આવે છે બદલાવ 1 - image
Image Envato 

તા. 24 ઓક્ટોબર 2023, મંગળવાર 

Indian religious tradition: જ્યારે પણ કોઈ પૂજા વિધિ કરવામાં આવે છે, ત્યારે પૂજા શરુ કરતાં પહેલા માથામાં તિલક અને હાથમાં નાડાછડી બાંધી શરુ કરવામાં આવે છે. તેના વગર ક્યારેય પૂજા સમ્પન્ન થતી નથી. હિન્દુ ધર્મમાં હાથમાં નાડાછડી બાંધવાનું ખૂબ જ મહત્વ હોય છે. તમે મોટાભાગે જોયુ હશે કે કોઈ પણ પૂજા -પાઠના સમયે પંડિતજી પૂજામા હાજર દરેક લોકોને હાથમાં નાડાછડી બાંધતા હોય છે. 

હાથમાં નાડાછડી બાંધવાના ફાયદા 

  • નાડાછડી બાંધવાથી વ્યક્તિના જીવનમાં આવતી પરેશાનીઓનો નાશ થાય છે. 
  • નાડીછડી બાંધવાથી પરિવાર અને વ્યક્તિની આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે.
  • શાસ્ત્રો પ્રમાણે નાડાછડી બાંધવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના આશિર્વાદ પાપ્ત થાય છે.
  • જે લોકો નાડાછડી બાંધીને રાખે છે તેમના પર માં સરસ્વતિ, લક્ષ્મી અને પાર્વતીની કૃપા બની રહે છે. 
  • નાડાછડી બાંધવાથી ખરાબ શક્તિઓ અને નેગેટિવ એનર્જી દુર રહે છે. 
  • તેનાથી તમારા જીવનમાં ખુશહાલી આવે છે તમે હંમેશા પોઝિટિવ મહેસુસ કરો છો.
  • નાડાછડી બાંધવાનું ધાર્મિક મહત્વ સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ રહેલુ છે. વિજ્ઞાન પ્રમાણે હાથમાં નાડાછડી બાંધવાથી હાથના કાંડાની નસો નિયંત્રણમાં રહે છે. જે આરોગ્ય માટે સારુ છે. 
  • નાડાછડી બાંધવાથી વાત, પિત્ત અને કફની પરેશાની થતી નથી.

નાડાછડી બાંધવાના નિયમ

જુની નાડાછડીને બદલવા માટે મંગળવાર અથવા તો શનિવારનો દિવસ શુભ માનવામાં આવે છે.

એક વાતનું ધ્યાન રાખો કે જુની નાડાછડીને ઉતાર્યા બાદ આમતેમ ફેકવી જોઈએ નહી, તેને નદીમાં પ્રવાહિત કરવી જોઈએ. 

લગ્ન કરેલા હોય તેવી મહિલાઓએ ડાબા હાથમાં અને પુરુષોએ અને કન્યાઓએ જમણા હાથમાં નાડાછડી બાંધવી જોઈએ. 

હાથ પર નાડાછડી બાંધવાના છે અનેક લાભ, જીવનમાં આવે છે બદલાવ 2 - image


Google NewsGoogle News