અહીંની મહિલાઓ એક શ્રાપના કારણે ક્યારેય નથી ઉજવતી કરવા ચોથનું વ્રત
નવી દિલ્હી,તા. 30 ઓક્ટોબર 2023,સોમવાર
યુપીમાં એક એવી જગ્યા છે જ્યાં મહિલાઓ કરાવવા ચોથનું વ્રત નથી રાખતી ત્યાંના લોકોનું માનવું છે કે અહીં સતીનો શ્રાપ છે. આમ કરવાથી તેમના પતિનો જીવ જોખમમાં આવી શકે છે.
મથુરાના સુરીર શહેરના માનત તાલુકામાં સ્થિત સુરીરના મોહલ્લા વઘામાં ઠાકુર સમુદાયના સેંકડો પરિવારો કરવા ચોથ એટલે કે આહોઈ અષ્ટમીનો તહેવાર ઉજવતા નથી.
જ્યાં એકતરફ પત્નિ પોતાના પતિની લાંબી આયુ માટે આ વ્રત કરશે ત્યારે યુપીના મોહલ્લા વઘાના આ સેંકડો પરિવારોમાં આ દિવસે ન તો કોઈ મહિલા ઉપવાસ રાખે છે અને ન તો આ પ્રસંગે કોઈ વિશેષ પૂજા કરવામાં આવે છે. અહીંની મહિલાઓ માટે કરવા ચોથ પણ સામાન્ય દિવસની જેમ જ છે.
અહીંના લોકોનું માનવું છે કે, નૌહઝીલ ગામનો એક બ્રાહ્મણ છોકરો તેની નવી પરણેલી પત્નીને સાસરેથી વિદાય કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. રસ્તામાં, સુરીરના કેટલાક લોકોએ તેની ભેંસ-બગ્ગીને પોતાની હોવાનો દાવો કર્યો. આ લડાઈમાં સુરીરના લોકોએ તે છોકરાને મારી નાખ્યો. તે દિવસે કરવા ચોથનો તહેવાર હતો. તેના પતિના મૃત્યુ પછી, બ્રાહ્મણની પત્નીએ ગુસ્સામાં શ્રાપ આપ્યો કે, જો કોઈ સ્ત્રી તેના પતિ માટે કરવા ચોથનું વ્રત રાખે છે, તો તેના પતિનું મૃત્યુ થશે.
જ્યારે બ્રાહ્મણની પત્નિએ તેના પતિને મરતો જોયો ત્યારે તે ખૂબ ગુસ્સે થઈ ગઈ. તેણે તે વિસ્તારની તમામ મહિલાઓને શ્રાપ આપ્યો અને કહ્યું કે જે રીતે તે તેના પતિના મૃતદેહ સાથે સતી થઇ રહી છે, તેવી જ રીતે આ વિસ્તારની કોઈપણ સ્ત્રીએ તેના પતિની સામે સોળ શણગાર કરીને નહીં રહી શકે.
આ ઘટના પછી વિસ્તારની ઘણી સ્ત્રીઓ વિધવા બની. તે સમયના વડીલો તેને સતીના ક્રોધની અસર માનતા હતા. લોકોએ સતીની માફી માંગી અને વિસ્તારમાં મંદિર બનાવીને સતીની પૂજા શરૂ કરી. પૂજા બાદ લોકો માને છે કે, ઓછી મહિલાઓ વિધવા બની રહી છે. પરંતુ આજે પણ ત્યાં કરવા ચોથનું વ્રત રાખવામાં આવતું નથી.