સૂર્ય અને શનિ સામ-સામે આવતા આગામી 30 દિવસ કેન્દ્ર સરકાર માટે કટોકટીભર્યા રહેવાની શક્યતા
Astrological effects on government: 16મી ઓગસ્ટ 2024થી સૂર્ય પોતાની સ્વ રાશિમાં સ્થાને આવતા અને શનિ વક્રી હોવાથી, શનિ અને સૂર્ય સામ-સામે આવ્યા છે. સૂર્ય સરકારનું પ્રતિનિધિત્વ કરતો ગ્રહ છે. જ્યારે શનિ એ ન્યાયના દેવ છે. જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર, શનિ કુંભ રાશિમાં સ્વગૃહે મજબૂત થાય છે એમ સૂર્ય પણ સ્વગૃહે પોતાની સિંહ રાશિમાં આવ્યો છે. આગામી 30 દિવસ શનિ-સૂર્યની પ્રતીયુતિ (સામ- સામે) હોવાથી ભ્રષ્ટ લોકોના કૌભાંડોને કારણે સરકાર પર બદનામીના છાંટા ઊડી શકે છે.
દેશમાં 16મી સપ્ટેમ્બર 2024 સુધીનો સમય કસોટીભર્યો
વિદેશમાં ઘણાં દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ તેમજ આર્થિક કટોકટીને કારણે નવા નીતિ વિષયક ફેરફારો જોવા મળે, વિવિધ રાજ્યોમાં ચૂંટણી જાહેરાતો, દેશના પ્રતિષ્ઠિત ઉદ્યોગગૃહોને કારણે બદનામી, આ બધી સ્થિતિને કારણે સરકારે સતર્ક રહીને પગલાં લેવા પડે. 16મી ઓગસ્ટથી સૂર્ય પોતાની સ્વ રાશિમાં શનિની સામે છે, ત્યારબાદ સૂર્ય 16મી સપ્ટેમ્બરે કન્યા રાશિમાં જશે, જે સૂર્ય 17મી ઓક્ટોબરથી રાહુની સામે રહેશે. આ બાદ 17મી ઓક્ટોબરથી 16મી નવેમ્બરે સૂર્ય નીચલી રાશિમાં આવે. આ પછી 16મી નવેમ્બરથી 15મી ડિસેમ્બર એ ફરી પાછો શનિ અને સૂર્યનો કેન્દ્ર યોગ થશે. એટલે કહી શકાય કે, દેશમાં આવનાર 90 દિવસ સત્તાધીશ પક્ષ માટે કસોટીપૂર્ણ રહી શકે છે.
આ પણ વાંચો: આગચંપી, તોડફોડ, યુદ્ધનું મેદાન બન્યું સુદાનનું આ ગામ, બળવાખોર સૈનિકોએ 85 લોકોની હત્યા કરી
2024માં સૂર્યનું રાશિભ્રમણ
•15મી ફેબ્રુઆરીથી 15મી માર્ચ કુંભનો સૂર્ય
•16મી એપ્રિલથી 16મી મે મેષનો સૂર્ય
•17મી ઓગસ્ટથી 16મી સપ્ટેમ્બર સિંહનો સૂર્ય
•15મી નવેમ્બરથી 15મી ડિસેમ્બર વૃશ્ચિક રાશિનો સૂર્ય