હિમાચલમાં બન્યું છે દેવી હિડિમ્બાનું મંદિર, દર્શન માત્રથી પૂરી થાય છે મનોકામના
- જાણો, મનાલીમાં આવેલા હિડિમ્બા મંદિરની વિશેષતાઓ વિશે...
મનાલી, તા. 05 ઑક્ટોબર 2020, સોમવાર
ભારતીય સમાજમાં સ્ત્રીનું વિશેષ સ્થાન છે. હિન્દૂ ધર્મમાં દેવીની પૂજા કરવામાં આવે છે. જે સ્ત્રી આધ્યાત્મિકતાના માર્ગે ચાલે છે તે માનવી દેવી દેવતાઓની જેમ તેમના મંદિરનું નિર્માણ કરાવીને પૂજા કરવા લાગે છે. આવું જ એક ઉદાહરણ છે મનાલીનું જાણિતું હિડિમ્બા મંદિર.
હિમાચલ પ્રદેશના મનાલીમાં દેવી હિડિમ્બાને સમર્પિત એક પ્રાચીન મંદિર છે. પર્વતો વચ્ચે નિર્મિત આ મંદિર સંપૂર્ણપણે લાકડાંમાંથી બનાવવામાં આવ્યું છે. મંદિરનું નિર્માણ પૈગોડા સ્થાપત્ય શૈલીથી પ્રભાવિત છે. જણાવવામાં આવી રહ્યું છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવ મનાલીના જંગલોમાં પણ આવ્યા હતા. અહીં રાક્ષસ હિડિમ્બ સાથે ભીમનું યુદ્ધ થયું હતું. ભીમે હિડિમ્બને યુદ્ધમાં હરાવીને તેની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ હિડિમ્બાએ ભીમ સાથે લગ્ન કરી લીધા હતા.
હિડિમ્બાએ પ્રતિજ્ઞા લીધી હતી કે જે તેના ભાઇ હિડિમ્બને યુદ્ધમાં હરાવી દેશે તેની સાથે જ તે લગ્ન કરશે. મહાભારતના યુદ્ધમાં ઘટોત્કચનું નામ આવે છે. લોકકથાઓ અનુસાર, તે હિડિમ્બા અને ભીમનો જ દિકરો હતો. માતાના આદેશ પર ઘટોત્કચે યુદ્ધમાં પોતાનો જીવ ગુમાવીને કર્ણના બાણથી અર્જુનનો જીવ બચાવ્યો હતો. હિડિમ્બા રાક્ષસીની ત્યારથી લોકો પૂજા કરવા લાગ્યા હતા.
મંદિરના નિર્માણ વિશે માનવામાં આવે છે કે કુલ્લૂ રાજઘરાનાના જ રાજા બહાદુર સિંહે હિડિમ્બા દેવીની મૂર્તિ પાસે મંદિરનું નિર્માણ કર્યું હતું. સમગ્ર કુલ્લૂ ઘાટીમાં આજે પણ રાજ મહેલ માત્ર દેવી હિડિમ્બાને દાખલ થવા દીધા હતા. બાકી તમામ દેવી-દેવતા રાજ મહેલની બહાર રહે છે.
લાકડામાંથી બનાવવામાં આવેલા મંદિરની છત પર એકની ઉપર એક 4 શિખર બનાવવામાં આવ્યા છે. કુલ્લૂ મનાલીના લોકો દેવી હિડિમ્બાને પોતાની કુળદેવી માને છે. અહીંની પ્રમુખ દેવીને ધુંગરી દેવી કહેવામાં આવે છે એટલા માટે હિડિમ્બા દેવીને ધુંગરી દેવી પણ કહેવામાં આવે છે.
મંદિરની અંદર એક મોટા પથ્થરને કાપીને ગર્ભગૃહ બનાવવામાં આવ્યું છે. જેનો આકાર એક ગુફા જેવો છે. જ્યાં હિડિમ્બા દેવીના ચરણ સ્થાપિત છે. દર વર્ષે 14 મેના રોજ હિડિમ્બા દેવી જ્યંતી મનાવવામાં આવે છે. આ અવસરે વિશેષ પૂજા કરવામાં આવે છે જેને સ્થાનિક લોકો ઘોર પૂજા કરે છે. કુલ્લૂ દશેરામાં દેવી હિડિમ્બાનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન છે.
જો કે કોરોના કાળ બાદ દર્શન કરવાની રીત બદલાઇ છે પરંતુ આસ્થા અતૂટ છે. દેવી હિડિમ્બાને અમરત્વ પ્રાપ્ત છે. કર્મ જ મનુષ્યના જીવનને નક્કી કરે છે. એક સમય પર જે હિડિમ્બાના નામથી લોકો ડરતા હતા આજે તે જ હિડિમ્બાની લોકો કુળદેવી માનીને પૂજા કરે છે. પોતાની અધૂરી મનોકામનાઓ પૂરી કરવાની આશાએ મંદિર આવે છે. આ મંદિર મનુષ્યો માટે પ્રેરણાનો એક સ્ત્રોત છે.