Get The App

ઘરમાં પહેલી રોટલી ગાય માટે જ કેમ બનાવવામાં આવે છે? જાણો શું છે માન્યતા

હિંદુ ધર્મમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે, એટલે કે ગાય માતા કહેવામાં આવે છે

જે લોકોની કુંડળીમાં ગ્રહ દોષ હોય તેમણે દરરોજ ગાયને રોટલી ખવડાવવી જોઈએ

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
ઘરમાં પહેલી રોટલી ગાય માટે જ કેમ બનાવવામાં આવે છે? જાણો શું છે માન્યતા 1 - image
Image Twitter 

First Roti for Cow: હિન્દુ ધર્મમાં જીવનને સુખી- સંપન્ન બનાવવા માટે કેટલાક નિયમો બતાવવામાં આવ્યા છે. જેમા કેટલાક નિયમો એવા છે કે માતાપિતા બાળપણથી જ બાળકોના માતાપિતા તેનું પાલન કરાવતા આવ્યા છે. તેમાથી એક રસોઈ બનાવતી વખતે પહેલી રોટલી માટે કાઢવાનો નિયમ છે. એવું માનવામાં આવે છે કે, રોટલી બનાવતી વખતે પહેલી રોટલી ગાયના નામે અલગ રાખવી જોઈએ અને તમારા હાથે ગાયને ખવડાવવી જોઈએ.

પરંતુ શું તમે જાણો છો કે, પહેલી રોટલી ગાય માટે જ કેમ કાઢવામાં આવે છે ? ગાયની જગ્યાએ કૂતરા, ભેંસ કે અન્ય કોઈ પ્રાણી માટે કેમ નથી આપવામાં આવ્યું ? આવો આજે જાણીએ કે પહેલી રોટલી ગાય માટે કાઢવા પાછળ માન્યતા શું છે.

શા માટે ગાયની પૂજા કરવામાં આવે છે

હિંદુ ધર્મમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે, એટલે કે ગાય માતા કહેવામાં આવે છે. પ્રાચીનકાળમાં ગૌ માતાની પૂજા કરવામાં આવતી હતી. એવું માનવામાં આવે છે કે ગાય માતા ખૂબ જ પવિત્ર છે. એટલે જે લોકો ગાયની પૂજા કરે છે, તેઓ પર હંમેશા ભગવાનના આશીર્વાદ રહે છે. આ સિવાય ગાયની સેવા કરવાથી વ્યક્તિને અનેક પ્રકારના પુણ્ય પ્રાપ્ત થાય છે, જેના કારણે જીવનમાં ઘણી સમસ્યાઓ ઓછી થાય છે. આ સાથે ઘર -પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે.

પહેલી રોટલી ગાયને ખવડાવવાથી શું ફાયદો થાય છે?

ધાર્મિક માન્યતા પ્રમાણે ગાયમાં તમામ દેવી-દેવતાઓનો વાસ રહેલો છે. એટલા માટે નાના-મોટા આપણ સૌ ગાય માતાની સેવા કરીએ છીએ. આ સિવાય જ્યારે મહિલાઓ જમવાનું બનાવે છે, ત્યારે તેઓ જે પ્રથમ રોટલી બનાવે છે તે ગાય માટે હોય છે. એવું માનવામાં આવે છે કે, જો પહેલી રોટલી ગાય માટે  બનાવવામાં આવે અને માતા ગાયને ખવડાવવામાં આવે તો, તમે દરેક દેવી-દેવતાઓને ભોજન અર્પણ કર્યુ એમ માનવામાં આવે છે, અને આ સાથે તમારા પર હંમેશા ભગવાનની કૃપા રહેશે.

ગાયને રોટલી ખવડાવવાથી મળે આ લાભ

ગ્રહ શાંત થાય છે

એવું માનવામાં આવે છે કે, ગાયને રોટલી ખવડાવવાથી કુંડળીના ગ્રહો શાંત થાય છે. જે લોકોની કુંડળીમાં ગ્રહ દોષ હોય તેમણે દરરોજ ગાયને રોટલી ખવડાવવી જોઈએ. જેથી કરીને ગ્રહો શાંત થશે. 

સુખ અને શાંતિ

જો તમારા પરિવારમાં દરરોજ લડાઈ-ઝઘડા થતા રહેતા હોય તો, ઘરમાં શાંતિ સ્થાપવા માટે હંમેશા નિયમિત રીતે ગાયને રોટલી ખવડાવો. માન્યતા પ્રમાણે ગાયને રોટલી ખવડાવવાથી દેવતા પ્રસન્ન રહે છે, અને પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.

આર્થિક સમસ્યા

જો ઘણા લાંબા સમયથી ઘરમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ ચાલી રહી હોય તો પહેલી રોટલી ગાયના નામ પર બનાવો અને પોતાના હાથે ગાયને ખવડાવો. આનાથી તમારા ગ્રહો શાંત થઈ જશે અને ધનનો યોગ બનશે. 



Google NewsGoogle News