Get The App

નદીમાં સિક્કા શા માટે નાંખે છે લોકો? માત્ર અંધશ્રદ્ધા ખાતર કે પછી...

Updated: Mar 23rd, 2023


Google NewsGoogle News
નદીમાં સિક્કા શા માટે નાંખે છે લોકો? માત્ર અંધશ્રદ્ધા ખાતર કે પછી... 1 - image


અમદાવાદ, તા. 23 માર્ચ 2023, ગુરૂવાર

તમે મુસાફરી કરતી વખતે કોઈ પુલ પરથી પસાર થતી વખતે નીચે વહેતી નદીમાં કેટલાક લોકોને સિક્કો નાંખતા જોયા હશે અથવા તમે પણ નદીમાં સિક્કો નાંખ્યો હશે. ઘણી વખત તમે કોઈ મંદિરમાં ગયા હશે અને ત્યાં બનેલા તળાવની અંદર માનતા રાખીને સિક્કો નાંખ્યો હશે. પરંતુ શું તમે આ રીતે સિક્કો નાંખવા પાછળનું કારણ જાણો છો?

પ્રાચીન સમયથી લોકો કહેતા આવ્યા છે કે નદીમાં સિક્કો ફેંકવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ શું તે માત્ર નસીબ માટે કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ પણ છે? પાણીમાં સિક્કો નાખવો એ માત્ર અંધશ્રદ્ધા નથી. તેનું વૈજ્ઞાનિક કારણ પણ છે. પ્રાચીન સમયમાં, સિક્કા તાંબાના બનેલા હતા. તેમને પાણીમાં નાખવાથી પાણી પર અસર થાય છે.

તાંબુ લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે. તાંબાના વાસણમાં પાણી પીવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. એટલું જ નહીં, તાંબાના પાણીમાં બળતરા વિરોધી ગુણ હોય છે. તેનાથી સંધિવામાં પણ રાહત મળે છે. આ ઉપરાંત, તાંબામાં કેન્સર વિરોધી તત્વો હાજર હોય છે. 

જ્યારે પાણીમાં તાંબાના સિક્કા ભળતા ત્યારે તેની ગુણવત્તા વધી જતી હતી. આજના સમયમાં સિક્કા સ્ટેનલેસ સ્ટીલના બનેલા હોવાથી તેને પાણીમાં નાખવાનો કોઈ ફાયદો નથી. જો કે, આ પરંપરા વર્ષો જૂની છે અને લોકો વર્ષોથી તેનું પાલન કરે છે, તેથી તેઓને તેની આદત પડી ગઈ છે. આપણા સમાજમાં આવી ઘણી માન્યતાઓ છે જેનું વૈજ્ઞાનિક મહત્વ છે અને જૂના જમાનામાં લોકો તેને આ કારણથી જ અમલમાં મૂકતા હતા પરંતુ સમય જતાં તે માત્ર અંધશ્રદ્ધા બની ગઈ છે.


Google NewsGoogle News