Get The App

આ 5 રાશિના જાતકો માટે આગામી એક મહિનો અતિશુભ, એક વર્ષ બાદ મિથુનમાં સૂર્યનું ગોચર

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
આ 5 રાશિના જાતકો માટે આગામી એક મહિનો અતિશુભ, એક વર્ષ બાદ મિથુનમાં સૂર્યનું ગોચર 1 - image


Image: Freepik

Sun Transit 2024: ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. અત્યારે સૂર્ય વૃષભ રાશિમાં હતાં અને આજે 15 જૂને સૂર્ય ગોચર કરીને મિથુન રાશિમાં પ્રવેશ કરી ગયાં છે. સૂર્યના ગોચરને સંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્યના મિથુનમાં પ્રવેશને મિથુન સંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્યનું મિથુન રાશિમાં ગોચર 15 જૂને સવારે 04.27 મિનિટે થયું. હવે સૂર્ય 15 જુલાઈ સુધી મિથુનમાં રહેશે અને પછી તે બાદ કર્ક રાશિમાં પ્રવેશ કરી જશે. સૂર્યની મિથુન રાશિમાં હાજરી 5 રાશિઓના જાતકોને ખૂબ લાભ આપશે. આ લોકોને નવી નોકરી અને પ્રમોશન મળશે.

સૂર્ય ગોચર બમ્પર લાભ આપશે

1. મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર વરદાનની જેમ સાબિત થશે. નોકરી કરનારને પ્રગતિ મેળવવાની તક મળશે. બેરોજગારોને રોજગાર મળશે. વેપારનો વિસ્તાર થશે. કોઈ સારી માહિતી મળી શકે છે. આધ્યાત્મમાં રૂચિ વધશે. 

2. સિંહ રાશિ

સિંહ રાશિના સ્વામી સૂર્ય છે અને આ જાતકોને મોટો લાભ આપશે. તમને મનપસંદ સફળતા મળશે. કોઈ કાર્ય પૂર્ણ થઈ શકે છે, જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હતાં. નવી નોકરી મળી શકે છે. આવકમાં વધારો થશે. બેન્ક બેલેન્સ વધશે.

3. કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોને સૂર્ય ગોચર ખૂબ લાભ આપશે. તમારા કાર્યોમાં સફળતા મળશે. નોકરી-વેપારમાં પ્રગતિ થશે. આવક વધશે. રસ્તો સરળ થશે. તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે. પરિવારમાં ખુશી રહેશે.

4. તુલા રાશિ

તુલા રાશિના જાતકોને સૂર્યનું રાશિ પરિવર્તન મોટો લાભ આપશે. કોઈ શુભ માહિતી મળી શકે છે. પ્રમોશન મળશે. નવી નોકરી મળશે. કરિયરમાં પ્રગતિના માર્ગ ખુલશે. લાંબા સમય બાદ તમે રાહતનો શ્વાસ લેશો. નવું ઘર ખરીદી શકો છો. પૈતૃક સંપત્તિથી લાભ થવાના પણ યોગ છે.

5. વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકોને સૂર્યનું ગોચર ગુડ ન્યૂઝ આપશે. તમને વર્તમાન નોકરીમાં પ્રમોશન મળશે કે નવી નોકરીમાં ઊંચુ પદ મળશે. માન-સન્માન વધશે. આવક વધવાની ખુશી થશે. તમે ખૂબ એન્જોય કરશો. વાહન સુખ મળશે.


Google NewsGoogle News