વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ શરૂ થઇ ગયું, આ 5 ભૂલ તો ન કરતાં નહીંતર મોટી મુશ્કેલીમાં મૂકાશો
Chandra Grahan 2024 : આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બર એટલે કે આજે શરૂ થઈ ગયું છે. આ ચંદ્રગ્રહણની ખાસ વાત એ છે કે આ ગ્રહણ શ્રાદ્ધ પક્ષમાં થઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. પરંતુ આ ચંદ્રગ્રહણ દક્ષિણ અમેરિકા, પશ્ચિમ આફ્રિકા અને પશ્ચિમ યુરોપ જેવા દેશોમાં જોવા મળશે. જ્યોતિષના મતે આ વખતે ચંદ્રગ્રહણ પર પિતૃ પક્ષનો સંયોગ છે. તો આવો જાણીએ કે, જે જગ્યાએ આ ચંદ્રગ્રહણ જોવા મળવાનું છે ત્યાના લોકોને કઈ કઈ ભૂલો ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
- ચંદ્રગ્રહણ દરમિયાન ક્યારેય ક્રોધ ન કરવો જોઈએ. નહીં તો આગામી 15 દિવસ તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે.
- ચંદ્રગ્રહણ દરમિયાન ભોજન ન કરવું જોઈએ. આમ કરવાથી આરોગ્ય પર તેની ખરાબ અસર થઈ શકે છે.
- ચંદ્રગ્રહણ દરમિયાન કોઈ નવા કામની શરૂઆત ન કરવી જોઈએ. આ સમય દરમિયાન નકારાત્મક શક્તિઓ ખૂબ સક્રિય હોય છે.
- ચંદ્રગ્રહણ દરમિયાન શારીરિક સંબંધ ન બાંધવો જોઈએ. તે ખૂબ જ અશુભ છે. નહિંતર, નકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહેશે.
- ચંદ્રગ્રહણ દરમિયાન સગર્ભા સ્ત્રીઓએ વિશેષ સાવધાની રાખવી જોઈએ.
જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે જ્યાં આ ચંદ્રગ્રહણ દેખાય છે, ત્યાં ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન નીકળવું જોઈએ અને ન તો કોઈ ધારદાર કે તીક્ષ્ણ સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત આ ચંદ્રગ્રહણ દેખાતું હોય તે સમયે કોઈપણ નિર્જન જગ્યાએ જવાનું ટાળો.