Get The App

હિંદુ નવુ વર્ષ આ ત્રણ રાશિના જાતકો માટે રહેશે શુભ, થશે ધન લાભ

Updated: Apr 10th, 2024


Google NewsGoogle News
હિંદુ નવુ વર્ષ આ ત્રણ રાશિના જાતકો માટે રહેશે શુભ, થશે ધન લાભ 1 - image


Image: Freepik

Vikram Samvat 2081: હિંદુ નવુ વર્ષ વિક્રમ સંવત 2081ની 9 એપ્રિલ 2024 મંગળવારથી શરૂઆત થઈ ચૂકી છે. વિક્રમ સંવતની શરૂઆત ભારતીય સમ્રાટ વિક્રમાદિત્યએ કરી હતી તેથી તેને વિક્રમ સંવત કહેવામાં આવે છે. આ વિક્રમ સંવત 2081 છે અને તેનું નામ પિંગલ છે. સાથે જ માન્યતા છે કે ભગવાન બ્રહ્માજીએ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિના દિવસે જ સૃષ્ટિની રચના કરી હતી તેથી હિંદુ ધર્મમાં ચૈત્ર પ્રતિપદાથી હિંદુ નવા વર્ષની શરૂઆત માનવામાં આવે છે. હિંદુ નવુ વર્ષ વિક્રમ સંવત 2081ના રાજા મંગળ અને મંત્રી શનિ હશે. સાથે જ આ નવા વર્ષની શરૂઆત મંગળવારથી થઈ છે. આ તમામ સ્થિતિઓની તમામ 12 રાશિઓ પર અસર થશે. 3 રાશિના જાતકોને તો રાજા મંગળ વાળુ નવુ વર્ષ ધન આપશે. સાથે જ તેમના જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન થશે. 

આ વર્ષની લકી રાશિઓ

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે નવુ વર્ષ ધન-વૈભવ આપશે. આ જાતકોની આવકમાં વધારો થશે. તેનાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થતી રહેશે. આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. નોકરી કરનારને પ્રમોશન મળી શકે છે. વેપારી વર્ગની પણ આવક વધી શકે છે. આ જાતક ઓછા ખર્ચે પણ વધુ નફો કમાશે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે આ વર્ષ ઘણા અર્થે રાહત અને ભેટ લઈને આવી રહ્યું છે. આ જાતકોને નવી નોકરી મળી શકે છે. બેરોજગાર લોકોને રોજગાર મળી શકે છે. નવુ ઘર, વાહન ખરીદવાના પ્રબળ યોગ છે. રોકાણ કરવા માટે આગામી એક વર્ષ ઉત્તમ છે. લાંબા સમયથી ચાલી આવી રહેલી કોઈ મોટી મુશ્કેલીનો અંત થશે.

ધન રાશિ

નવુ હિંદુ વર્ષ વિક્રમ સંવત 2081 ધન રાશિના જાતકોને ધન મેળવવાની ઘણી તક આપશે. તમે એકથી વધુ સ્ત્રોતોથી રૂપિયા કમાશો. ગુપ્ત સ્ત્રોતોથી પણ તમને પૈસા મળી શકે છે. જૂનું રોકાણ પણ સારુ રિટર્ન આપીને જશે. 


Google NewsGoogle News