5 કલાકની મહેનતે યુવતીએ જાતે ભગવાન શંકર અને પાર્વતીજીનું 'અર્ધનારેશ્વર' સ્વરૂપ ધારણ કરી સૌને ચોંકાવ્યાં

મહાશિવરાત્રિના પર્વે દેશભરના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી

ગઈકાલે મહાશિવરાત્રિના તહેવારની સાથે મહિલા દિવસ પણ હતો

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
5 કલાકની મહેનતે યુવતીએ જાતે ભગવાન શંકર અને પાર્વતીજીનું 'અર્ધનારેશ્વર' સ્વરૂપ ધારણ કરી સૌને ચોંકાવ્યાં 1 - image


Mahashivratri: દેશભરમાં ગઈકાલે મહાશિવરાત્રિના પર્વની ધામ-ધૂમથી ઉજવણી થઈ હતી. આ મહાપર્વ પર દેશભરના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિરો ‘બમ બમ ભોલે’,‘હર હર મહાદેવ’ અને ‘ઓમ નમઃ શિવાય’ના નારાથી ગૂંજી ઉઠ્યા હતા. ગઈકાલે મહાશિવરાત્રિના તહેવારની સાથે મહિલા દિવસ (International Womens Day) પણ હતો ત્યારે એક યુવતિએ આ બંને દિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી.

5 કલાકની મહેનતે યુવતીએ જાતે ભગવાન શંકર અને પાર્વતીજીનું 'અર્ધનારેશ્વર' સ્વરૂપ ધારણ કરી સૌને ચોંકાવ્યાં 2 - image

યુવતીએ મહિલા દિવસ અને મહાશિવરાત્રીની અનોખી રીતે ઉજવણી કરી

નારી શક્તિ ધારે તો શું નથી કરી શકતી વિશ્વ મહિલા દિવસ અને મહાશિવરાત્રી બંને પર્વનો સમન્વય શુક્રવારે થયો હતો. આ સમન્વયને એક યુવતીએ પોતાના હાથે પોતાના ચહેરા પર પાંચ કલાકની મહેનત બાદ ભગવાન શંકર અને પાર્વતીજીનું અર્ધનારેશ્વર સ્વરૂપનો શણગાર કરી મહિલા દિવસ અને મહાશિવરાત્રીની એક અનોખી રીતે ઉજવણી કરી હતી.

આ પણ વાંચો : બિસ્કિટમાંથી બનાવી કેદારનાથધામની પ્રતિકૃતિ, લોકો જોવા ઉમટ્યા

5 કલાકની મહેનતે યુવતીએ જાતે ભગવાન શંકર અને પાર્વતીજીનું 'અર્ધનારેશ્વર' સ્વરૂપ ધારણ કરી સૌને ચોંકાવ્યાં 3 - image


Google NewsGoogle News