ઓક્ટોબર મહિનામાં થનારા સૂર્ય અને ચંદ્ર ગ્રહણથી આ 3 રાશિના જાતકોની કિસ્મત ચમકી જશે

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
ઓક્ટોબર મહિનામાં થનારા સૂર્ય અને ચંદ્ર ગ્રહણથી આ 3 રાશિના જાતકોની કિસ્મત ચમકી જશે 1 - image


                                                           Image Source: Freepik

અમદાવાદ, તા. 25 સપ્ટેમ્બર 2023 સોમવાર

હિંદુ ધર્મમાં ગ્રહણનું ખાસ મહત્વ છે. વર્ષ 2023માં 4 ગ્રહણ જોવા મળશે. જેમાં 2 સૂર્યગ્રહણ અને 2 ચંદ્ર ગ્રહણ છે. આ વર્ષના અંતમાં સૂર્ય અને ચંદ્ર ગ્રહણ ઓક્ટોબર મહિનામાં જોવા મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક જ મહિનામાં 2 ગ્રહણ લાગવાથી તમામ 12 રાશિઓ પ્રભાવિત થશે. 

સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ 2023

આ વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ 14 ઓક્ટોબરે લાગશે. વર્ષ 2023નું અંતિમ ચંદ્ર ગ્રહણ 29 ઓક્ટોબરે થવાનું છે. ચંદ્ર ગ્રહણ ભારતમાં પણ જોવા મળશે તેથી સૂતકકાળ પણ માન્ય હશે. સૂતક કાળને અશુભ કાળ કે દૂષિત કાળ માનવામાં આવે છે. સૂતક કાળ દરમિયાન ભગવાનની પૂજાની મનાઈ હોય છે. સૂતક કાળમાં મંદિરોના કપાટ પણ બંધ કરી દેવામાં આવે છે. એટલુ જ નહીં સૂતક દરમિયાન ભોજન કરવાનું, પાણી પીવાનું પણ વર્જિત હોય છે. સૂર્ય ગ્રહણથી 12 કલાક રહેલા સૂતક કાળનો આરંભ થઈ જાય છે. 

મિથુન

મિથુન રાશિના જાતકો માટે બંને ગ્રહણ ખૂબ લાભકારી સાબિત થશે. આનાથી સૌભાગ્ય આવશે. તમને આર્થિક લાભના શ્રેષ્ઠ અવસર મળશે. કરિયર અને વેપારમાં સારી પ્રગતિ જોવા મળશે. કાર્યક્ષેત્રમાં સન્માન અને ઉન્નતિ મળશે. આ સમયગાળામાં તમને કોઈ મોટુ પદ મળી શકે છે. અચાનક ધનલાભની તક મળશે. 

સિંહ

મિથુન રાશિના જાતકો માટે સૂર્ય ગ્રહણની અસર સારી રહેવાના સંકેત મળી રહ્યા છે. સૂર્ય ગ્રહણ દરમિયાન સૂર્ય કન્યા રાશિમાં હાજર રહેશે, તેથી આ રાશિના જાતકોને ખાસ લાભ મળશે. તમને ભાગ્યનો સાથ મળશે. તમારી જવાબદારી વધી શકે છે. નોકરિયાત લોકોને પ્રગતિની તક મળશે. જે લોકો વેપાર કરે છે તેમના માટે સારા લાભના સંકેત છે. કરિયરમાં પ્રગતિના યોગ છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. 

તુલા

ઓક્ટોબર મહિનો આ રાશિના જાતકો માટે ગુડન્યૂઝ લઈને આવશે. તુલા રાશિના જાતકોને બંને ગ્રહણનો લાભ મળવાની આશા છે. સારા ભાગ્યની સાથે તમારા તમામ કામ પૂરા થશે. રોકાયેલા કાર્યો જલ્દી પૂરા થશે. બિઝનેસમાં તમને કોઈ સારી ડીલ મળશે. તમને દરેક પ્રકારના સારા સમાચાર પણ મળશે. 


Google NewsGoogle News