દેવઊઠી અગિયારસના પાંચ સૌથી ખાસ ઉપાય: દેવું અને બીમારીમાંથી મળશે મુક્તિ, સુખ-શાંતિનો થશે વાસ
Image: Facebook
Dev Uthani Ekadashi 2024: કારતક મહિનાના શુક્લ પક્ષની અગિયારસે દેવઊઠી અગિયારસનું પર્વ મનાવવામાં આવે છે. આ વર્ષે દેવઊઠી અગિયારસ 12 નવેમ્બરના રોજ મનાવવામાં આવી રહી છે. દેવઊઠી અગિયારસને દેશના ઘણા ભાગોમાં હરિ પ્રબોધિની અગિયારસ તો ક્યાંક દેવોત્થાન અગિયારસ પણ કહેવામાં આવે છે. આ દિવસ વિશે એવી માન્યતા છે કે જ્યારે અષાઢ શુક્લ અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે સૂઈ જાય છે તે બાદ આ દિવસે એટલે કે કારતક શુક્લ અગિયારસના દિવસે તે પાછા જાગે છે. તેથી આ દિવસથી શુભ કાર્ય પણ શરુ કરી દેવામાં આવે છે. દેવઊઠી અગિયારસના દિવસે એવી માન્યતા છે કે ભગવાન હરિને પ્રસન્ન કરવા માટે જો કંઈક ખાસ ઉપાય કરવામાં આવે તો તેનાથી તમારા જીવનમાં ધન-ધાન્ય હંમેશા રહે છે.
1. ઇચ્છાપૂર્તિ માટે ઉપાય
દેવઊઠી અગિયારસ પર ભગવાન વિષ્ણુનો કેસર દૂધથી અભિષેક કરો. કહેવાય છે કે જે કોઈ પણ માણસ આ દિવસે આવું કરે છે તેનાથી ભગવાન વિષ્ણુ જરૂર પ્રસન્ન થાય છે અને તેમની મનોકામના જરૂર પૂરી થાય છે.
2. આરોગ્ય માટે ઉપાય
અગિયારસના દિવસે સવારે જલ્દી ઊઠીને નદીમાં સ્નાન કરવાનું ખૂબ મહત્ત્વ છે. કહેવાય છે કે આવું કરવાથી તમારા જીવનમાં તમને સમસ્ત સુખ અને શાંતિ જરૂર મળશે. સ્નાન કર્યા બાદ ગાયત્રી મંત્રનો જાપ કરો. તેનાથી તમારું આરોગ્ય હંમેશા ઉત્તમ બની રહેશે.
આ પણ વાંચો: દેવઊઠી અગિયારસ પર બની રહ્યો છે દિવ્ય સંયોગ, આ પાંચ રાશિના જાતકો પર થશે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા
3. ધન-ધાન્ય માટે ઉપાય
અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુને સફેદ મિઠાઈ કે ખીરનો ભોગ લગાવી શકો છો. આ દિવસે તમે જે પણ ભોગ બનાવી રહ્યાં છો તેમાં તુલસીના પાન જરૂર ઉમેરો. આવું કરવાથી ભગવાન વિષ્ણુની પ્રસન્નતા ઝડપથી પ્રાપ્ત થાય છે.
4. સુખ-શાંતિ માટે ઉપાય
દેવઊઠી અગિયારસની સાંજે તુલસીના છોડની સામે ઘીનો દીવો પ્રગટાવો અને તુલસીની 11 વખત પરિક્રમા કરો. આવું કરવાથી તમારા જીવનમાં કોઈ પ્રકારનું સંકટ આવતું નથી.
5. દેવું મુક્તિ માટે ઉપાય
અગિયારસના દિવસે પીપળાના વૃક્ષ પર જળ ચઢાવો. વૃક્ષની નીચે સાંજે દીવો પ્રગટાવો. પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી તમે દેવામાંથી મુક્ત થઈ શકો છો.