Solar Eclipse: વર્ષના પ્રથમ સૂર્ય ગ્રહણ પર આ 5 રાશિઓના જાતકો પર થશે શુભ અસર
Image Source: Freepik
અમદાવાદ, તા. 05 ફેબ્રુઆરી 2024 સોમવાર
વર્ષ 2024માં 4 ગ્રહણ લાગવાના છે. વર્ષ 2024નું સૌથી પહેલુ ગ્રહણ ચંદ્ર ગ્રહણ હશે અને તે બાદ સૂર્ય ગ્રહણ લાગશે. વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ 25 માર્ચ 2024એ લાગશે. વર્ષનું પહેલુ સૂર્ય ગ્રહણ 8 એપ્રિલ, 2024એ લાગશે. જોકે આ બંને સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ ભારતમાં નજર આવશે નહીં. તેથી તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં. પરંતુ તેની તમામ રાશિના જાતકોના જીવન પર શુભ-અશુભ અસર થશે.
સૂર્ય ગ્રહણની આ રાશિઓ પર શુભ અસર
મેષ રાશિ
સૂર્ય ગ્રહણ મેષ રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો લાવશે. દાંપત્ય સુખ વધશે. તમારો સારો સમય આવશે. નોકરીમાં પ્રગતિ મળવાના યોગ બનશે. માન-સન્માન વધશે. વાહન ખરીદવાના યોગ બનશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતક જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશે. રોકાણથી લાભ થશે. આરોગ્ય સારુ રહેશે. કરિયર સાથે જોડાયેલા કોઈ સારા સમાચાર મળી શકે છે. આવકમાં વધારો થશે.
સિંહ રાશિ
સૂર્ય ગ્રહણ સિંહ રાશિના જાતકોને શુભ ફળ આપશે. આવકમાં વધારો થશે. જૂની સમસ્યાઓથી રાહત મળશે. નોકરી-વેપાર માટે સારો સમય છે. તમારા કાર્યના વખાણ થશે. માન-સન્માન મળશે. યાત્રાના યોગ છે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે 8 એપ્રિલે થઈ રહેલુ સૂર્ય ગ્રહણ ઘણા લાભ આપશે. વેપારમાં નફો થશે. નોકરિયાતની પ્રગતિ થશે. જે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તે મળશે. ધન-લાભ થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. નવા કાર્યની શરૂઆત કરવા માટે સમય શુભ છે.
ધન રાશિ
ધન રાશિના જાતકોના કાર્યક્ષેત્રમાં વખાણ થશે. એપ્રિલમાં તમારી પદ-પ્રતિષ્ઠા, માન-સન્માન વધવાના પ્રબળ યોગ છે. દાંપત્ય જીવન સુખી રહેશે. ધન લાભ પણ થશે.