ભારતના આ શહેરોમાં જોઈ શકાશે વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ, સાંજે 4 વાગ્યાથી હશે સૂતક કાળ

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
ભારતના આ શહેરોમાં જોઈ શકાશે વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ, સાંજે 4 વાગ્યાથી હશે સૂતક કાળ 1 - image


                                                      Image Source: Freepik

અમદાવાદ, તા. 25 ઓક્ટોબર 2023 બુધવાર

સૂર્ય ગ્રહણ બાદ હવે ચંદ્ર ગ્રહણ 28 ઓક્ટોબરે છે. આ ગ્રહણ ભારતમાં પણ જોવા મળશે. તેથી આ ગ્રહણનું સૂતક કાળ પ્રભાવી માનવામાં આવશે. જ્યોતિષની દ્રષ્ટિએ આ ગ્રહણ એક મોટુ ગ્રહણ હશે. કેમ કે આ ગ્રહણની અસર ઘણી બધી રાશિઓ પર પડશે. ચંદ્રથી પ્રભાવિત થનારી રાશિઓ તેનાથી પ્રભાવિત થશે. ગ્રહણ બાદ કરવામાં આવેલા દાન પણ કરવામાં આવશે. ગ્રહણનું સૂતક કાળ સાંજે 4 વાગ્યાથી લાગી જશે. સમગ્ર દેશના તમામ મંદિરોમાં દર્શન બંધ થઈ જશે. આ સિવાય શરદ પૂનમ હોવાના કારણે ખીર પ્રસાદ મનાશે નહીં. કેમ કે ચંદ્ર તે સમયે ગ્રહણથી ગ્રસિત હશે, તેથી તેમની રોશનીમાં ખીર રાખવામાં આવશે નહીં. 

ગ્રહણ પશ્ચિમી પ્રશાંત મહાસાગર, ઓસ્ટ્રેલિયા, એશિયા, યૂરોપ, આફ્રિકા, પૂર્વી દક્ષિણ અમેરિકા, ઉત્તર-પૂર્વી ઉત્તરી અમેરિકા, એટલાન્ટિક મહાસાગર, હિંદ મહાસાગર અને દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં જોવા મળશે. ભારતમાં પણ ચંદ્ર ગ્રહણ દિલ્હી, ગુવાહાટી, દયપુર, ઉજ્જૈન, વડોદરા, વારાણસી, પ્રયાગરાજ, ચેન્નઈ, હરિદ્વાર, દ્વારકા, મથુરા, હિસાર, બરેલી, કાનપુર, આગ્રા, રેવાડી, અજમેર, અમદાવાદ, અમૃતસર, બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, દહેરાદૂન, લુધિયાણા, જયપુર, જમ્મુ, કોલ્હાપુર, કોલકાતા અને લખનૌ, મદુરાઈ, મુંબઈ, નાગપુર, પટના, રાયપુર, રાજકોટ, રાંચી, શિમલા, સિલ્ચર સહિત ઘણા શહેરોમાં નજર આવશે. આંશિક ચંદ્ર ગ્રહણ અડધી રાત્રે ભારતના તમામ સ્થળો પર જોવા મળશે. ગ્રહણનો સમયગાળો 1 કલાક 19 મિનિટ રહેશે. ગ્રહણની ઉપચ્છાયા ચરણ 01 વાગ્યાથી શરૂ થશે. 29 ઓક્ટોબરે 05 મિનિટ અને 02.24 મિનિટે સમાપ્ત થશે.

નાસા અનુસાર ચંદ્ર ગ્રહણ પૂનમના દિવસે થાય છે. જ્યારે પૃથ્વી ચંદ્ર અને સૂર્યની વચ્ચે સ્થિત હોય છે, તો પૃથ્વીનો પડછાયો સપાટી પર પડે છે, જેનાથી ચંદ્રની સપાટી ઝાંખી થઈ જાય છે અને ક્યારેક અમુક કલાકો દરમિયાન ચંદ્રની સપાટી એકદમ લાલ થઈ જાય છે. પ્રત્યેક ચંદ્ર ગ્રહણ પૃથ્વીના અડધા ભાગથી દેખાય છે.


Google NewsGoogle News