Get The App

Makar Sankranti 2024: શુભ યોગમાં મનાવવામાં આવશે મકર સંક્રાંતિનો પર્વ, સૂર્ય પૂજાથી થશે આ લાભ

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
Makar Sankranti 2024: શુભ યોગમાં મનાવવામાં આવશે મકર સંક્રાંતિનો પર્વ, સૂર્ય પૂજાથી થશે આ લાભ 1 - image


Image Source: Wikipedia & Twitter

અમદાવાદ, તા. 03 જાન્યુઆરી 2024 બુધવાર

હિંદુ ધર્મમાં મકર સંક્રાંતિનો પર્વ વિશેષ મહત્વ રાખે છે. આ પર્વ નવા પાક અને નવી ઋતુના આગમનનો પણ સંકેત છે. ભારતના ઘણા રાજ્યોમાં મકર સંક્રાંતિને ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. આ વર્ષે મકર સંક્રાંતિ પર રવિ યોગનું નિર્માણ થઈ રહ્યુ છે. દરમિયાન વ્યક્તિને સૂર્ય પૂજાથી ઘણા લાભ પ્રાપ્ત થઈ શકે છે.

મકર સંક્રાંતિ શુભ મુહૂર્ત

વર્ષ 2024માં મકર સંક્રાંતિ 15 જાન્યુઆરી 2024, સોમવારના દિવસે મનાવવામાં આવશે. આ દિવસે સૂર્ય દેવ સવારે 02.54 મિનિટ પર ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે.  

મકર સંક્રાંતિ પુણ્ય કાળ- 07.15 થી 06.21 મિનિટ સુધી

મકર સંક્રાંતિ મહા પુણ્ય કાળ- 07.15 મિનિટથી 09.06 મિનિટ સુધી (મહા પુણ્યકાળમાં સ્નાન અને દાન કરવુ શ્રેષ્ઠ માનવામાં આવે છે)

રવિ યોગ- સવારે 07.15 મિનિટથી સવારે 08.07 મિનિટ સુધી

મકર સંક્રાંતિ પર સૂર્ય પૂજાનું મહત્વ

મકર સંક્રાંતિને મહાપર્વ પણ કહેવામાં આવે છે. આ વિશેષ દિવસે સૂર્ય દેવ ઉત્તરાયણ થઈ જાય છે. દરમિયાન વ્યક્તિને આ દિવસે સૂર્ય પૂજાથી ઘણા લાભ થઈ શકે છે. મકર સંક્રાંતિ પર સંપૂર્ણ વિધિ-વિધાનથી સૂર્ય પૂજા કરવાથી જીવનના તમામ કષ્ટ દૂર થઈ જાય છે. આ સાથે જ વ્યક્તિના આયુષ્યમાં પણ વૃદ્ધિ થાય છે અને આરોગ્ય સારુ રહે છે. સાથે જ એ પણ માનવામાં આવે છે કે રવિ યોગમાં સૂર્ય દેવની પૂજા કરવાથી વ્યક્તિને પોતાના કાર્યમાં સફળતા મળે છે.

મકર સંક્રાંતિ પર કરો આ કાર્ય

મકર સંક્રાંતિના દિવસે સૂર્ય દેવ સાથે જોડાયેલી વસ્તુઓ જેમ કે ગોળ, લાલ વસ્ત્ર, ઘી, તાંબુ વગેરે દાન કરવુ જોઈએ. આવુ કરવાથી વ્યક્તિ માટે કાર્યક્ષેત્રમાં પ્રગતિના યોગ બને છે.


Google NewsGoogle News