માતાજીનું આઠમું નોરતું છે ખૂબ જ ફળદાયી, જાણો સવારથી લઈને સાંજ સુધીની પૂજાના મુહૂર્ત
Navratri Aatham Pooja : આ વર્ષે શારદીય નવરાત્રિના 9 દિવસ પૂરા છે, પરંતુ તિથિમાં વધારો-ઘટાડો છે. એટલે કે આઠમ અને નોમની તિથિ એક જ દિવસે આવી રહી છે. શાસ્ત્રો પ્રમાણે સાતમ પર આઠમનું વ્રત ન કરવું જોઈએ. જે તિથિમાં સૂર્યોદય થતો નથી, તે તિથિ અવગણવામાં આવે છે. જ્યોતિષના જણાવ્યા પ્રમાણે અષ્ટમી તિથિ 11 ઑક્ટોબરે સવારે 6.52 વાગ્યા સુધી છે. આ પછી નવમી તિથિ શરુ થઈ રહી છે. આ વર્ષે નવમી તિથિને કેલેન્ડરમાંથી બાદ કરવામાં આવી છે. આવો જ્યોતિષ પાસેથી જાણીએ કે કયા દિવસે આઠમનું વ્રત અને પૂજા કરવા માટે શ્રેષ્ઠ છે.
જ્યોતિષના જણાવ્યા પ્રમાણે ગુરુવારે સપ્તમીયુક્ત અષ્ટમી આવી રહી છે. આ દિવસે સવારે 7.29 વાગ્યાથી અષ્ટમી તિથિનો પ્રારંભ થઈ રહ્યો છે. આઠમની તિથિ 11 ઑક્ટોબર, શુક્રવારે સવારે 6.52 વાગ્યા સુધી ચાલશે. શાસ્ત્રીજીના જણાવ્યા પ્રમાણે આઠમની રાત્રે કરવામાં આવતી નિશા પૂજા સપ્તમી યુક્ત અષ્ટમી તિથિ એટલે કે 10 ઑક્ટોબરની મધ્યરાત્રિએ કરવામાં આવશે, જ્યારે અષ્ટમી વ્રત રાખવાનો શુભ સમય ઉદયતિથિને કારણે 11 ઑક્ટોબર (આઠમવાળી નવમી તિથિ)ના રોજ આવી રહ્યો છે.
વ્રતનું પારણું ક્યારે કરવામાં આવશે
જ્યોતિષના કહેવા પ્રમાણે આઠમનો ઉપવાસ કરનારા ભક્તો 12 ઑક્ટોબરે વિજયાદશમીના રોજ ઉપવાસ તોડી શકશે. નવમી તિથિ 12મી ઑક્ટોબરે સવારે 5.47 વાગ્યે સૂર્યોદય પહેલાં સમાપ્ત થઈ રહી છે. દશમી તિથિના રોજ સૂર્યોદય થવાને કારણે 12 ઑક્ટોબરે શુદ્ધ રુપે દશમની તિથિ મનાવવામાં આવશે.
આઠમની પૂજાનું મુહૂર્ત
બ્રહ્મ મુહૂર્ત- 04:40 AMથી 05:29 AM
સવારની સંધ્યા 05:04 AMથી 06:19 AM
અભિજિત મુહૂર્ત- 11:43 AMથી 12:30 PM
વિજય મુહૂર્ત- બપોરે 02:03 PMથી 02:49 PM
સંધિકાળ મુહૂર્ત- સાંજે - 05:55થી સાંજે 06:19 સુધી
સાંજે - 05:55 PMથી 07:09 PM
અમૃત કાલ- 11:05 PMથી 12:40 AM, 12 ઓક્ટોબર
સવારથી સાંજ સુધી પૂજાનો સમય
ચલ - 06:20થી 07:47
લાભ - 07:47થી 09:14
અમૃત - 09:14થી 10:41
શુભ - 12:08થી 13:34
ચલ - 16:28થી 17:55
લાભ - 21:02થી 22:35 વાગ્યા સુધી
ડિસ્ક્લેમર : આ લેખમાં આપવામાં આવેલી માહિતી પર અમે દાવો કરતા નથી કે, આ સંપૂર્ણપણે સાચી અને સચોટ માહિતી છે. વિગતવાર તેમજ વધુ માહિતી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ લેવી.