Rahu Mahadasha: 18 વર્ષ સુધી રહે છે રાહુની મહાદશાની અસર, જાણો તેના દુષ્પ્રભાવને ઘટાડવાના ઉપાય
Image Source: Freepik
અમદાવાદ, તા. 23 ડિસેમ્બર 2023 શનિવાર
રાહુને એક નકારાત્મક ગ્રહ માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષમાં તેને પાપી અને ક્રૂર ગ્રહ માનવામાં આવ્યા છે. કુંડલીમાં રાહુ અશુભ હોય તો વ્યક્તિને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વ્યક્તિના જીવનમાં ઘણી અશુભ ઘટનાઓ થવા લાગે છે. રાહુની મહાદશા લગભગ 18 વર્ષ સુધી રહે છે. દરમિયાન વ્યક્તિને જીવનમાં 18 વર્ષ સુધી ઘણા પ્રકારના ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે છે. રાહુની મહાદશા વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરે છે.
રાહુની મહાદશાના લક્ષણ
રાહુની મહાદશા મોટાભાગના લોકોને બરબાદ કરી દે છે. રાહુની દશામાં વ્યક્તિ પોતાના લક્ષ્યથી ભટકી જાય છે. લાખ મહેનત કર્યા બાદ પણ વ્યક્તિને તેની મહેનતના બરાબર ફળ મળતુ નથી. નોકરી કે વેપારમાં વ્યક્તિને ખૂબ નુકસાન ઉઠાવવુ પડે છે. તેની મહાદશાથી વ્યક્તિ વ્યસની થઈ જાય છે. પ્રતિભા અને ઉર્જાવાન હોવા છતાં પણ તે ખાલી બેસ્યો રહે છે. રાહુની મહાદશામાં ઊંઘ ન આવવી, ડરામણા સપના, સૂતી વખતે વારંવાર ડરવુ, શરીરમાં કમજોરી અને ખૂબ વધુ આળસ જેવા લક્ષણોનો સામનો કરવો પડે છે.
કુંડલીમાં રાહુની સ્થિતિ અશુભ હોય તો વ્યક્તિને દરેક કાર્યમાં પ્રતિકૂળ ફળોની પ્રાપ્તિ થાય છે. આ દરમિયાન વ્યક્તિની બુદ્ધિ ફરી જાય છે અને તે છલ-કપટથી રૂપિયા કમાવવા લાગે છે. રાહુના કમજોર થવા પર વ્યક્તિને માનસિક અસ્થિરતા, આંતરડાની સમસ્યા, અલ્સર અને ગેસ્ટ્રિક જેવી સમસ્યાઓ થવા લાગે છે.
રાહુના અશુભ પ્રભાવોને ઘટાડવાના ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ જાતકની કુંડલીમાં રાહુ દોષ હોય તો રાહુની મહાદશા દરમિયાન તેને ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. તેનાથી ખાસ લાભ મળે છે. શિવ અને વિષ્ણુ ભગવાનની આરાધનાથી વ્યક્તિને દરેક પ્રકારના કષ્ટોથી છુટકારો મળે છે.
જે વ્યક્તિ પર રાહુની મહાદશા હોય તેને દુષ્પ્રભાવોને ઘટાડવા માટે દર બુધવારે કાળા રંગના કૂતરાને મીઠી રોટલી ખવડાવવી જોઈએ. તેનાથી રાહુના અશુભ પ્રભાવ ઓછા હોય છે અને રાહુ દોષ શાંત થવા લાગે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકો રાહુ દોષથી પરેશાન હોય તેમને ન્હાવાના પાણીમાં નિયમિત રીતે કાળા તલ નાખીને સ્નાન કરવુ જોઈએ. તેનાથી કાર્યોમાં અનુકૂળ પરિણામોની પ્રાપ્તિ થાય છે.
રાહુના અશુભ પ્રભાવોથી બચવા માટે નિયમિતરીતે રાહુના મંત્ર 'ॐ रां राहवे नमः' મંત્રનો જાપ કરવો જોઈએ. ચંદનના ધૂપના ધૂમાડો ઘરમાં કરવાથી પણ રાહુની મહાદશાથી છુટકારો મળે છે.