એક-બે નહીં 15 દિવસ સુધી રહે છે સૂર્ય ગ્રહણની અસર, આ બે બાબતોનું તો ખાસ ધ્યાન રાખવું
Image: Freepik
Solar Eclipse 2025: વર્ષ 2025માં 4 ગ્રહણ થવાના છે. તેમાંથી 2 ગ્રહણ થઈ ચૂક્યા છે અને બાકી 2 ગ્રહણ થવાના બાકી છે. ગત 2 ગ્રહણ માર્ચ મહિનામાં થયા. એક હોળીએ 14 માર્ચે અને બીજું 29 માર્ચે. 29 માર્ચે થનારું વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ ભારતમાં નજર આવ્યું નહીં. સૂતક કાળ માનવામાં આવ્યો નહીં પરંતુ તેની અસર લોકોના જીવન પર પડી છે અને હજુ 15 દિવસ સુધી રહી શકે છે. જ્યોતિષ અનુસાર આ સૂર્ય ગ્રહણની નકારાત્મક અસર 4 રાશિઓ પર રહી શકે છે, આ લોકોએ સાચવીને રહેવું પડશે.
15 દિવસ સાચવીને રહે આ લોકો
આ સૂર્ય ગ્રહણ સિંહ, કન્યા, ધન અને મીન રાશિના જાતકો માટે શુભ કહી શકાય નહીં. દરમિયાન આ લોકોએ આગલા 15 દિવસ સુધી સાવધાની રાખવી જરૂરી છે. આ દરમિયાન રોકાણ કરવાથી બચવું. કોઈ જોખમ ના લેવું, આરોગ્યનું ધ્યાન રાખવું અને વાહન સાવધાનીથી ચલાવવું. જો કોઈ આરોગ્ય સંબંધિત સમસ્યા હોય તો ડોક્ટરને બતાવો.
આ પણ વાંચો: ચૈત્રી નવરાત્રિમાં દેવામાંથી મુક્તિ માટે કરો આ ચમત્કારિક ઉપાય, ઘરમાં થશે સુખ-શાંતિનો વાસ
આગામી ગ્રહણ ક્યારે?
વર્ષ 2025 ના આગામી 2 ગ્રહણમાં એક સૂર્ય ગ્રહણ અને બીજું ચંદ્ર ગ્રહણ થવાનું છે. આ બંને ગ્રહણ સપ્ટેમ્બર મહિનામાં થશે. આ બંને ગ્રહણમાં પણ માત્ર 15 દિવસનું જ અંતર હશે. વર્ષ 2025નું બીજું અને આગામી ચંદ્ર ગ્રહણ 7 સપ્ટેમ્બર 2025એ થશે. તે બાદ વર્ષ 2025નું બીજું અને અંતિમ સૂર્ય ગ્રહણ 21 સપ્ટેમ્બરે થશે. જોકે આ બંને ગ્રહણ પણ ભારતમાં નજર આવશે નહીં અને તેનો સૂતક કાળ માનવામાં આવશે નહીં.