mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

Shani Vakri 2024: સાવધાન! જૂનમાં આ ચાર રાશિના જાતકોની મુશ્કેલી વધવાની શક્યતા

Updated: Jun 4th, 2024

Shani Vakri 2024: સાવધાન! જૂનમાં આ ચાર રાશિના જાતકોની મુશ્કેલી વધવાની શક્યતા 1 - image


Image: Freepik

Shani Vakri 2024: શનિ મહારાજની ચાલ બદલવા જઈ રહી છે. શનિ વક્રી થવા જઈ રહ્યાં છે. શનિ વક્રીને જ્યોતિષ શાસ્ત્રમાં મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. શનિ એક વખત ફરી વક્રી થવા જઈ રહ્યાં છે. પંચાંગ અનુસાર 29 જૂન 2024એ શનિ વક્રી થવા જઈ રહ્યાં છે. શનિની ઉલટી ચાલ અમુક રાશિના જાતકો માટે કષ્ટકારી સાબિત થઈ શકે છે.

હિંદુ કેલેન્ડર અનુસાર 15 નવેમ્બર 2024 સુધી શનિ વક્રી રહેશે. 135 દિવસો સુધી શનિની ઉલટી ચાલની રાશિઓની સાથે દેશ-દુનિયા પર પણ પ્રભાવ જોવા મળશે.

જ્યોતિષ અનુસાર વર્તમાન સમયમાં શનિ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યાં છે. કુંભ રાશિના સ્વામી શનિ દેવ છે. નવગ્રહોમાં શનિનું વિશેષ સ્થાન છે. શનિ દેવ જો અશુભ થઈ જાય તો વ્યક્તિનું જીવન કષ્ટ અને સંઘર્ષોથી ભરી દે છે. વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓનો પહાડ ઊભો થઈ જાય છે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકોની શનિની ઉલટી ચાલથી મુશ્કેલીઓ વધવાની છે. આ દરમિયાન કોઈ પણ કાર્યને કરતી વખતે સાવધાની રાખો. તમારા કામમાં અવરોધો આવશે જેનાથી તમે માનસિક તણાવથી પરેશાન થઈ શકો છો. આ દરમિયાન તમારા આરોગ્યને લઈને બેદરકારી ન રાખો. હેલ્થને લઈને એલર્ટ રહો.

વૃષભ રાશિ

શનિના વક્રી થવાની અસર વૃષભ રાશિના જાતકો પર નજર આવશે. આ દરમિયાન વૃષભ રાશિના જાતકોને નુકસાન વેઠવું પડી શકે છે. બિઝનેસ અને કરિયરમાં લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયને આ દરમિયાન ખૂબ સમજી-વિચારીને લેવા. તમારો એક ખોટો નિર્ણય તમારી પર ભારે પડી શકે છે. કોર્ટ-કચેરીના મામલામાં ફસાઈ શકો છો.

મકર રાશિ

મકર રાશિના જાતકોએ શનિની ઉલટી ચાલ દરમિયાન સતર્ક રહેવું. તમારી મુશ્કેલીઓમાં વધારો થવાનો છે. આ દરમિયાન તમારી સાથે કંઈક અશુભ થઈ શકે છે. રૂપિયાની તંગી તમને પરેશાન કરી શકે છે. સાવધાન રહો, સતર્ક રહો. તમારા દુશ્મન તમારા વિરોધમાં ઊભા થઈ શકે છે. હેલ્થનું વિશેષ ધ્યાન રાખો. આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

કુંભ રાશિ

શનિ પોતાની જ રાશિમાં ઉલટી ચાલ ચાલશે. કુંભ રાશિના જાતકોને તેના નકારાત્મક પરિણામ વેઠવા પડી શકે છે. નોકરી કરો છો તો સાવધાની રાખો, કારણ વિના કોઈ વાતમાં ન પડો, તમારા માટે તણાવની સ્થિતિ ઊભી થશે. પ્રેશરમાં કામ કરવું પડી શકે છે. પરિવારનો ખ્યાલ રાખો. પોતાની હેલ્થને લઈને એલર્ટ રહો. 

Gujarat