શનિ અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ, આ ત્રણ રાશિના જાતકોની આવકમાં થશે વધારો
Image: X
Shani Amavasya and Solar Eclipse: શનિદેવના રાશિ પરિવર્તનવાળા દિવસે શનિ અમાસ અને સૂર્ય ગ્રહણ થઈ રહ્યું છે. જેનો 3 રાશિઓ પર ખાસ કરીને સકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે. જાણો આ ત્રણ રાશિઓને શું લાભ થઈ શકે છે.
અમાસે શનિ દેવની પૂજા
જે દિવસે શનિનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. તે દિવસે શનિ અમાવસ્યા છે અને તે દિવસે સૂર્ય ગ્રહણ થઈ રહ્યું છે. શનિ અમાસને શનિ દેવની પૂજા કરવાની સૌથી શુભ તિથિ માનવામાં આવે છે.
12 રાશિઓ પર પ્રભાવ
એવો સંયોગ ખૂબ ઓછો જોવા મળે છે કે સૂર્ય ગ્રહણ પણ થાય, શનિ ગોચર પણ થાય અને શનિ અમાસ પણ થાય. રાશિ પરિવર્તનથી લઈને ગ્રહણ અને શનિ અમાસનો પૂરો પ્રભાવ તમામ 12 રાશિઓ પર જોવા મળશે.
સકારાત્મક પ્રભાવ
ખાસ કરીને ત્રણ રાશિઓ માટે આ સ્થિતિઓ સકારાત્મક પ્રભાવ વાળી સિદ્ધ થશે. શનિદેવ મીન રાશિમાં 29 માર્ચે ગોચર કરી રહ્યા છે. તે દિવસે સૂર્ય ગ્રહણ લાગી રહ્યું છે પરંતુ ભારતમાં જોઈ શકાશે નહીં.
શનિ અમાસ
શનિ અમાસ પણ છે તો આ ઘટનાઓનો શુભ પ્રભાવ કઈ ત્રણ રાશિઓ પર પડવાનો છે અને શું-શું લાભ થવાનો છે, જાણો.
મેષ રાશિ
શનિનું રાશિ પરિવર્તન અને ગ્રહણનો ખૂબ જ સકારાત્મક પ્રભાવ મેષ રાશિ પર પડવાનો છે. આ દરમિયાન જાતકના આવકમાં અનપેક્ષિત વધારો થઈ શકે છે.
મેષ રાશિના જાતક
શનિના રાશિ પરિવર્તનથી મેષ રાશિના જાતકોના સંપત્તિ સંબંધિત મામલામાં સારી અસર પડશે. તેનાથી જમીન, સંપત્તિ, વાહન વગેરે ખરીદવાની જાતકોને તક મળી શકે છે. પ્રમોશન અને વેતન વૃદ્ધિના પણ આ દરમિયાન વિશેષ યોગ બનશે.
આ પણ વાંચો: કુંભ રાશિમાં બન્યો ત્રિગ્રહી યોગ: મિથુન-મેષ સહિત 6 રાશિના જાતકોની આવકમાં થશે વધારો
કર્ક રાશિ
શનિ દેવના રાશિ પરિવર્તન અને સૂર્ય ગ્રહણના પ્રભાવથી ગ્રહણનો પ્રભાવ કર્ક રાશિના જાતકો પર સકારાત્મક રીતે પડી શકે છે. કાર્યમાં સફળતા અને કરિયર વેપારમાં આ દરમિયાન અનપેક્ષિત વધારો જોવા મળી શકશે. માનસિક તણાવ દૂર થશે. દાંપત્ય જીવનમાં ખુશીઓ આવી શકે છે.
કર્ક રાશિના જાતક
કર્ક રાશિના જાતક જો નવું કામ શરુ કરવા ઇચ્છે છે તો આ સમય તેમના માટે યોગ્ય સાબિત થઈ શકે છે. સફળતાની સંભાવનાઓ આ દરમિયાન ખૂબ વધુ છે. પૈતૃક સંપત્તિનો વિવાદ ખતમ થશે. પ્રોપર્ટી વાહન ખરીદવાના યોગ બની શકે છે.
વૃશ્ચિક રાશિ
શનિદેવના રાશિ પરિવર્તન કરવા અને ગ્રહણનો પ્રભાવ પડવાથી વૃશ્ચિક રાશિને વિશેષ લાભ થવાનો છે. જાતકના ચાલી રહેલા તમામ જૂના વિવાદ ખતમ થઈ શકે છે. તમામ દેવાથી મુક્તિ મેળવી શકશો અને ધન મેળવી શકશો.
વૃશ્ચિક રાશિના જાતક
વૃશ્ચિક રાશિના જાતકોની આવકના નવા સ્ત્રોત ખૂલશે. મન પ્રસન્ન રહી શકે છે. રોજગારમાં વધારો થઈ શકે છે. વેપારમાં આર્થિક લાભના રસ્તા ખૂલશે. પ્રેમ સંબંધમાં નવો ઉત્સાહ આવશે. ઘણી તકોમાં સફળતા મેળવી શકશો.