નાગા સાધુઓના 7 સૌથી કઠોર નિયમ, સામાન્ય માણસ એના વિશે વિચારી પણ ના શકે!
Naga Sadhu In Kumbh Mela 2025 : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અત્યારે મહાકુંભની તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશમાંથી આવેલા સાધુઓનો ત્યાં મેળાવડો લાગી રહ્યો છે. પ્રયાગરાજમાં આવતીકાલે શુક્રવારે મહાકુંભ મેળામાં નાગા સાધુઓનો સમૂહ જોવા મળશે. હંમેશા નિર્વસ્ત્ર રહેનારા નાગા સાધુઓનો સંકલ્પ અને દૈનિક જીવનના નિયમો ઘણા અઘરા હોય છે. ચાલો જાણીએે નાગા સાધુઓના કઠોર નિયમો વિશે.
નાગા સાધુના 7 કઠોર નિયમો
- આ સંપ્રદાય સાથે સંકળાયેલા સાધુઓને દુનિયા અને પારિવારિક જીવન સાથે કોઈ લેવાદેવા હોતા નથી. તેમનું જીવન ગૃહસ્થના જીવન કરતાં 100 ગણું વધુ મુશ્કેલ છે.
- નાગા સાધુઓ ત્રિશૂળ, ડમરું, રુદ્રાક્ષ, તલવાર, શંખ, કાનની બુટ્ટી, કમંડળ, કંકણ, ચિમટી, ચિલ્લમ અને રાખ વગેરે રાખે છે.
- નાગા સાધુઓ સવારે 4 વાગ્યે જાગીને નિત્યક્રિયા અને સ્નાન કર્યા પછી શ્રૃંગાર કરે છે. આ પછી તેઓ હવન, ધ્યાન, પ્રાણાયામ, કપાલ ક્રિયા અને નૌલી ક્રિયા કરે છે.
- નાગા સાધુઓ દિવસભરમાં સાંજે એક વખત ભોજન કરે છે. જેમનો અમિવાદન મંત્ર 'ॐ નમો નારાયણ' છે. ભગવાન શિવ એમના માટે સર્વોપરી છે.
- નાગા અખાડાના આશ્રમ અને મંદિરોમાં રહે છે. જ્યારે અમુક સાધુઓ તપ માટે હિમાલય કે ઉચ્ચ પહાડી પરની ગુફાઓમાં જીવન વિતાવે છે.
- સાધુઓ અખાડાના આદેશાનુસાર ચાલીને ભ્રમણ કરતાં હોય છે. આ સમય દરમિયાન, તેઓ ગામની સીમા પર એક ઝૂંપડું પણ બનાવે છે અને આગ પ્રગટાવે છે.
- નાગા જૂથમાં નવા સભ્યો લંગોટી સિવાય કંઈ પહેરતા નથી. જેમાં કુંભમાં અંતિમ પ્રતિજ્ઞા લીધા પછી લંગોટનો પણ ત્યાગ કરી દે છે અને જીવનભર નિર્વસ્ત્ર રહે છે.
40 કરોડથી વધુ મુલાકાતીઓનો અંદાજ
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સરકારનો અંદાજ છે કે આ વર્ષના પ્રયાગરાજ કુંભ મેળામાં દેશ-વિદેશના 40-45 કરોડ લોકો હાજરી આપશે! આ વિશ્વ રૅકોર્ડ હશે. મુલાકાતીઓમાં સમાજના પ્રત્યેક વર્ગના લોકો હશે. મેળામાં હાજર રહેનાર કેટલીક જાણીતી હસ્તીઓના નામની ચર્ચા અત્યારથી જ મીડિયામાં ચાલી રહી છે.