Get The App

વૃષભ : નોકરી-ધંધામાં સેટલ થવા માગતા લોકોને આ વર્ષ ફળશે

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
વૃષભ : નોકરી-ધંધામાં સેટલ થવા માગતા લોકોને આ વર્ષ ફળશે 1 - image


- 20 એપ્રિલથી 20 મે

ક્રાંતિવૃતના ૩૦થી ૬૦ અંશ સુધીના ભાગમાં ટોરસ અથવા વૃષભ રાશિ આવેલી છે. કૃતિકા, રોહિણી અને મૃગશિર્ષ નક્ષત્ર આ રાશિમાં આવે છે. રાશિપતિ શુક્ર છે. સ્થિર અને ી રાશિ છે. રાશિનું ચિહ્ન આખલો કે નંદી છે, જે અખૂટ શક્તિનું પ્રતીક છે. તેથી આ જાતકો ખૂબ મહેનતુ અને બાહોશ હોય છે. તેમનો દેખાવ આકર્ષક હોય છ, શારીરિક બાંધો મજબૂત હોય છે. મહેનતુ અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. પોતાના કાર્ય પ્રત્યે પૂર્ણ નિા ધરાવતા હોય છે. સ્વભાવે ગંભીર અને સતત કાર્યશીલ રહેનારા આ જાતકો થોડાઘણા જિદ્દી પણ હોય છે. તેઓ ખાસ્સા માયાળુ અને ક્યારેક અભિમાની પણ હોય છે.  પોતાના નિર્ણય અને અભિપ્રાયને દ્રઢપણે વળગી રહેનારા હોય છે સંગીતપ્રિય એવા આ જાતકોને અન્ય કલાઓમાં પણ રસ હોય છે. બાહ્ય દેખાવ પ્રત્યે પૂરેપૂરા સજાગ અને સમજણ ધરાવતા હોય છે. સંબંધો સાચવવાની આ જાતકોમાં ભરપૂર આવડત પડેલી હોય છે.

નોકરી કે ધંધામાં સેટલ થવા ઈચ્છતી વૃષભ રાશિની 

દરેક વ્યક્તિ માટે શુભ સંકેત છે

વરુણ ધવન - 24 એપ્રિલ

અનુષ્કા શર્મા -  1 મે

સચિન તેંડુલકર 24 એપ્રિલ

શરીર, મન, સ્વાસ્થ્ય 

આ સમયગાળા દરમિયાન જન્મેલા વૃષભ રાશિવાળા જાતકોને માર્ચ પછી શારીરિક ચિંતા રહે. માનસિક ચિંતાનો ભોગ બનવું પડે.

૧૧માં ભાવમાંથી ભ્રમણ થતો મીન રાશિનો શનિ ત્રીજી દ્રષ્ટિથી પોતાના દેહભવનને દૃષ્ટિ કરતો હોવાથી આ સમય વૃષભ રાશિવાળા જાતકોને શારીરિક ચિંતા અપાવે તેમજ બિનજરૂરી ચિંતાઓ પેદા કરે તેવા યોગ માર્ચ ૨૦૨૫ પછી ઊભા થાય છે. સંતાનની બાબતમાં  મુશ્કેલીઓનો સામનો કરવો પડે. પડવા-વાગવાના બનાવ બને અથવા ઓપરેશન કરાવવું પડે એવા પણ યોગ વૃષભ રાશિવાળાને ગ્રહ બળના આધારે ૨૦૨૫માં જોઈ શકાય છે. 

મારું ઘર મારો પરિવાર 

પરિવારમાં કોઈક નવી વ્યક્તિનું આગમન ૨૦૨૫માં થાય તેવા યોગ ગ્રહબળના આધારે જોઈ શકાય છે. માતાની તબિયતની કાળજી રાખવાનું આ ગ્રહ પર સૂચન કરે છે. પરિવારથી દૂર રહેતા વૃષભ રાશિવાળા જાતકોને મળવાનું થાય અને શુભ પ્રસંગનું આયોજન થાય. પારિવારિક શુભ પ્રસંગોમાં મનદુ:ખને કારણે બગડી થયેલા સંબંધો સુધરી શકે તેવા યોગ બને છે, માટે કુટુંબમાં કે પરિવારમાં જૂનું ભૂલી જઈને સંબંધ સુધારવાના પ્રયત્ન કરવા આપણા માટે હિતાવહ છે. સંતાનોથી દૂર રહેતા વાલીઓને સંતાનો સાથે મળવાના યોગ બને. પરદેશમાં રહેતાં એવાં સંતાનો જે ઘણા લાંબા સમયથી પરિવારને મળી ન શક્યા હોય તેમનું ૨૦૨૫ના વર્ષમાં માતા-પિતા અને અન્ય પરિવારજનો સાથે સુખદ મિલન થાય. પારિવારિક ઉત્સવની ઉજવણી કરી શકાય. 

પ્રેમ, લગ્ન, સંતતિ 

વૃષભ રાશિના વ્યક્તિઓનાં ૨૦૨૫ દરમિયાન થનારાં સંભવિત પ્રેમલગ્ન કે સંતાનની બાબતની વાત કરીએ, તો જે દંપત્તિનાં લગ્નથઈ ગયાં છે અને સંતાન માટેનું આયોજન કરી રહ્યા છે તેમણે થોભો અને રાહ જુઓનેનીતિ અપનાવી પડશે. સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્નો કરવા પડે. મેડિકલ સલાહ લઈને આગળ વધશો તો શુભ પરિણામની પ્રાપ્તિ જલદી થશે. 

લગ્ન કરવા ઈચ્છુક વ્યક્તિઓને લગ્નના યોગ વધારે પ્રબળ ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બરમાં બને છે, માટે આ સમયગાળા દરમિયાન જો તકને ઝડપી લેતા આવડશે તો આ ત્રણ મહિના દરમિયાન આપના લગન માટેના રોકાયેલાં કામ આગળ વધશે. પ્રેમલગ્ન કરવા ઈચ્છુક વ્યક્તિઓને આ સમય દરમિયાન પારિવારિક વિરોધનો સામનો કરવો પડે.

ભણતર અને ગણતર 

વૃષભ રાશિવાળા જાતકોમાં જે ડિગ્રી કોર્સમાં અભ્યાસ કરી રહ્યા છે તેમણે વધારે મહેનત કરવી પડે. મીન રાશિનો શનિ મહેનતના પ્રમાણમાં પરિણામ ઓછું આપે આવા યોગ છે. જેની આશા રાખતા હોય તે પરિણામ મેળવવા માટે અથાક પ્રયત્ન કરશો તો સફળતા મળવી નક્કી છે. આમ, અભ્યાસમાં થોડી વધારે મહેનત વૃષભ રાશિવાળા જાતકોને ૨૦૨૫ના વર્ષમાં કરવી પડશે એ તો પાક્કું. 

નોકરી,ધંધો, કરીઅર

નોકરી કરતા વૃષભ રાશિના જાતકોને મીન રાશિનો શનિ યોગકારકથઈને ૧૧મા ભાવમાંથી પસારથઈ રહ્યા છે, માટે નોકરીમાં બઢતી, પ્રમોશન અને પગારવધારો બધું જ સારી રીતે મળે આવા યોગ ગ્રહબળના આધારે જોઈ શકાય છે. નોકરીને ને બદલે ધંધામાં આગળ વધવા માગતા વૃષભ રાશિવાળા જાતકોને ૧૦મો રાહુ રાજયોગનું પરિણામ આપે છે, સાથે સાથે યોગકારક ગ્રહ શનિ મહારાજ એ લાભસ્થાન ઈચ્છાપૂતના સ્થાનમાંથી ચાલી રહ્યા હોવાથી જે પણ ઈચ્છાઓ હોય - નોકરીમાં કે ધંધામાં - તે બધી જ આસાનીથી સાકાર થાય એવા યોગ છે. નોકરી કે ધંધામાં સેટલ થવા ઈચ્છતી વૃષભ રાશિની દરેક વ્યક્તિ માટે આ શુભ સંકેત છે. 

પૈસા યે પૈસા  

બીજા સ્થાનમાંથી ભ્રમણ થતા ગુરુ મહારાજ ૧૪ મેથી ધન સ્થાનમાં ભ્રમણ કરશે, જેના કારણે આથક સંકળામણમાંથી પસાર થનારાઓને ખૂબ રાહત મળશે. મહેનત અને જરૂરિયાત મુજબના પૈસા આપને મળી રહેશે આવું ગુરુના ગોચરના આધારે જોઈ શકાય છે. ટ્રાવેલના ધંધા સાથે સંકળાયેલા જાતકોને આ ગુરુ મહારાજ ખૂબ આથક લાભ આપે, તેમ જ કર્ક રાશિનો ગુરૂ ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના ગાળા દરમિયાન પસાર થશે, જે સીધી દ્રષ્ટિ ભાગ્ય સ્થાન ઉપર કરશે. તેથી આથક સંકળામણ અનુભવનારી કે નસીબને દોષ દેનારી વ્યક્તિઓનું ભાગ્ય પરિવર્તન થાય આવા શુભ યોગ જોવામાં આવે છે. 

વાહન અને જમીન મકાન સુખ 

વૃષભ રાશિના જાતકો ઘણા સમયથી નવું ઘર કે વાહન ખરીદવાની ઈચ્છા રાખતા હોય છતાં ક્યાંક ને ક્યાંક વિઘ્નો આવતાં દેખાયાં છે, પરંતુ ૨૦૨૫ના વર્ષમાં એપ્રિલ પછી મકાન લેવાના તેમજ વાહન લેવાના રોગો ખૂબ પ્રબળ બને છે. લાંબા સંઘર્ષ બાદ ઘર લેવામાં જમીન લેવામાં કે વાહન લેવામાં અચાનક સફળતા મળે તેવા યોગ ગ્રહ બળના આધારે ખૂબ સારા જોઈશકાય છે. 

નારી તું નારાયણી 

પુરા વિશ્વમાં ીતત્ત્વનું પ્રભુત્વ હંમેશા વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. વૃષભ રાશિની બહેનોને થોડી ઘણી શારીરિક ચિંતા રહે. પરિવારમાં વૃદ્ધિ થાય. અભ્યાસ સાથે સંકળાયેલી વૃષભ રાશિની કન્યા-યુવતી-મહિલાઓને થોડી વધારે મહેનત કરવી પડે. જે દીકરીઓ પરદેશમાં ભણતી હોય તેમના માટે માતા-પિતાને મળવાના યોગ બને. સંતાનની બાબતમાં વૃષભ રાશિની બહેનોને ચિંતા રહે. 

વિશેષ ઉપાય 

શનિ મહારાજ ૧૧મા ભાવમાંથી પસારથઈને દેહભવન સંતાન ભુવન અને આયુષ્ય ભુવન ઉપર દ્રષ્ટિ કરતા હોવાથી વૃષભ રાશિના જાતકો માટે શનિની ઉપાસના કરવી સલાહભર્યું છે. યોગકારક ગ્રહ શનિ હોવાના કારણે તેમજ શનિ જ્યાં દ્રષ્ટિ કરે છે ત્યાંનું ફળ ઓછું કરી નાખે છે માટે શનિની ઉપાસના કરવી આપના માટે હિતાવહ રહેશે.


Google NewsGoogle News