Get The App

૨૦૨૪ : ટેરેટ કાર્ડ દ્વારા રાશિવાર ફળાદેશ

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
૨૦૨૪ : ટેરેટ કાર્ડ દ્વારા રાશિવાર ફળાદેશ 1 - image

ઈ.સ. ૨૦૨૪નો પ્રારંભ થઈ ગયો છે. અગાઉનાં અમે સાયન પદ્ધતિ પ્રમાણે દરેક રાશિની વ્યક્તિઓ માટે ૨૦૨૪નું સામાન્ય ફળકથન આપ્યું હતું. જે ચંદ્ર રાશિ પ્રમાણે નહીં પરંતુ તમારી જન્મ તારીખ મુજબ સૂર્ય રાશિ મુજબ છે. હવે જુઓ ટેરો કાર્ડ અનુસાર બારેબાર રાશિઓનો ફળાદેશ... 

સંતાનો માટે ગૌરવ લઈ શકો તેવી ઘટના બનશે

મકર રાશિ (ડિસેમ્બર ૨૨થી જાન્યુઆરી ૧૯)

The Chariot - ધ ચેરીએટનું કાર્ડ. તમારી ઇચ્છાઓની પૂર્તિ કરાવનારું આગામી વર્ષ ૬ એપ્રિલ સુધી સખત પરિશ્રમ કરાવનારું અને નાની- મોટી મુસાફરી સૂચવી જાય છે. સંભવતઃ તમારાં ભાઈ-બહેનો સાથે કોઈ કારણસર મતભેદ ઉદ્ભવી શકે જે લાંબો સમય ટકશે નહીં. ટૂંક સમયમાં તેનું સુખદ નિરાકરણ આવશે. અગત્યના દસ્તાવેજો પર સહી-સિક્કા કરવાના આવશે. ૬ એપ્રિલથી ૩ ઓક્ટોબર દરમ્યાન કોઈ શુભ ઘટના તમારા આનંદ ઉત્સાહમાં વધારો કરશે. તમારાં મનગમતાં કાર્યો કરવા માટેનો ઉત્તમ સમય જણાવી શકાય. સંતાનોની પ્રગતિ જોવા મળે. સંતાનો માટે ગૌરવ લઈ શકો તેવી ઘટના બનશે. જે મહત્ત્વનાં કાર્યો સફળ થવાની આશા છોડી દીધી હશે તે અચાનક થશે. તમારું વ્યક્તિત્ત્વ બદલાશે. ભવિષ્ય અંગે ગંભીર બનીને નવા નિર્ણયો લઈ શકશો. ૩ ઓક્ટોબરથી વર્ષના અંત સુધીનો સમય તમારા ભાગ્ય પરિવર્તન માટે નોંધપાત્ર બની શકશે. તમે આયોજન મુજબનાં કાર્યોનો અમલ કરી શકશો. કોઈ સત્સંગી સંસ્થામાં જવા-આવવાનું બનશે. નવી વ્યક્તિઓના પરિચયમાં આવવાનું બનશે, એમની સાથેના સંબંધો ભવિષ્યમાં ગાઢ બનશે. આ વર્ષ તમારી અદ્ભુત હોંશિયારીનો પરિચય આપી શકવાનું રહેશે. નાણાકીય મુશ્કેલીઓ હળવી બનશે. 

તમારી નાણાકીય જવાબદારીઓ વધે નહીં તે માટે કાળજી રાખવી

કુંભ રાશિ (જાન્યુઆરી ૨૦થી ફેબ્રુરઆરી ૧૮) 

Judgement - જજમેન્ટનું કાર્ડ આગામી વર્ષ દરમ્યાન તમારે ખૂબ જ આયોજન પ્રમાણે આગળ વધવાનું સૂચવી જાય છે. તમારો એક ઉતાવળિયો નિર્ણય ઘણી બધી બાબતોને નુકસાનકારક નીવડી શકે છે. ૬ એપ્રિલ સુધી કૌટુંબિક અને નાણાકીય બાબતો નોંધપાત્ર બનશે. કૌટુંબિક સમસ્યાઓના ઉકેલમાં તમારે સમાધાનકારી વલણ અપનાવવું લાભદાયક રહેશે. તમારી નાણાકીય જવાબદારીઓ વધે નહીં તે માટે કાળજી રાખવી. કોઈ વ્યક્તિને કોઈ પણ કાર્ય અંગેનું વચન આપતાં પહેલાં સુનિશ્ચિત કરજો કે તે પરિપૂર્ણ કરી શકવા માટે ને સમર્થ છો. અન્યથા હાલ પૂરતું કોઈને વચન ન આપવું. ૬ એપ્રિલથી ૩ ઓક્ટોબર તમારાં ધાર્યાં કાર્યો થઈ શકશે. નાણાકીય લાભ મળશે. આકસ્મિક ધનલાભના યોગો બનશે. શેરબજાર સાથે સંકળાયેલી વ્યક્તિઓને અણધાર્યો લાભ પ્રાપ્ત થશે અને જેઓ લાંબા સમય માટેનું રોકાણ કરવા માગતા હશે તેમના માટે ફાયદાકારક સમય રહેશે. ૩ ઓક્ટોબરથી વર્ષના અંત સુધીનો સમય સ્વજનો સાથેની મુલાકાત દ્વારા તમારી અંગત સમસ્યાઓનો ઉકેલ મેળવી શકવા માટેનો ઉત્તમ સમય પુરવાર થશે. મિત્રો સાથે મુસાફરીનું આયોજન થઈ શકશે.

પરદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને કાર્યવાહીમાં સરળતા રહેશે

મીન રાશિ (ફેબુ્રઆરી ૧૯થી માર્ચ ૨૦) 

The High Prietess- ધ હાઇપ્રિસ્ટેસનું કાર્ડ આગામી વર્ષ તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં અતિ મહત્ત્વપૂર્ણ પસાર થવાનું સૂચવી જાય છે. બંનેએ સાથે મળીને ભવિષ્યના કેટલાક નિર્ણયો લઈ તેનો અમલ કરવાનુ આયોજન કરી શકશો. દાંપત્યજીવનમાં કોઈ સમસ્યા ઉદ્ભવેલી હોય તેનું યોગ્ય નિરાકરણ લાવી શકાશે. ૩ ફેબ્રુરઆરી સુધીનો સમય ભાગીદારી સંબંધિત બાબતો સાથે સંકળાયેલી વ્યક્તિઓ માટે નવા ફેરફારો આપનાર પુરવાર થશે. ૩ ફેબ્રુઆરીથી ૧૭ એપ્રિલ સુધીનો સમય આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકૂળતા અને વધુ પડતી દોડાદોડી થવાનું સૂચવી જાય છે. વારસાગત પ્રશ્નોનો લાભ મળશે. ૧૭ એપ્રિલથી ૧૩ જૂન દરમ્યાન વિલંબમાં પડેલાં કાર્યોનો ઉકેલ આવશે. આરોગ્ય અંગેની તકલીફમાં રાહત ઊભી થાય. ૧૩ જૂનથી ૯ ઓક્ટોબર સુધીનો સમય વિશેષ લાભદાયક અને કાર્યોની સફળતા આપનાર પૂરવાર થશે. નાણાકીય લાભ મળે અને આવકમાં વધારો થશે. સંતાનોનો સહકાર પ્રાપ્ત થાય. નવપરિણીત દંપતીઓને સંતાન પ્રાપ્તિનો યોગ બનશે. વધુ અભ્યાસ માટે પરદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને આ અંગેની કાર્યવાહીમાં સરળતા રહેશે. ૯ ઓક્ટોબરથી વર્ષના અંત સુધીનો સમય ભાગ્ય પરિવર્તનદાયક નીવડશે. ૨૦૨૪ના વર્ષ પછીના વર્ષ માટે કાર્યોનું આયોજન થઈ શકશે. 

સંતાનોના વિદેશગમન વિશેના નિર્ણયો મહત્ત્વના બનશે.

મેષ રાશિ (માર્ચ ૨૧થી એપ્રિલ ૧૯)

Judgement - જજમેન્ટનું કાર્ડ. ૧૫ માર્ચ સુધી તમારું નોંધપાત્ર ભાગ્ય પરિવર્તન થવાનું સૂચવી જાય છે. તમારા સ્વપ્રયત્નો દ્વારા વિલંબમાં પડેલાં કાર્યો ઉકેલી શકશો. લાંબા સમયથી બીમાર વ્યક્તિઓ અને વિશેષ કરીને જેમના રોગનું ચોક્કસ નિદાન ના થઈ શકતું હોય તેમને માટે રાહત ઊભી થશે અને જે સારવાર ચાલી રહી હોય તેની અસર થશે. ૧૫ માર્ચથી ૧ જૂન દરમ્યાન વ્યવસાય ક્ષેત્રે નવા ફેરફારો આવશે. આ સમય દરમ્યાન નવું નાણાંકીય જોખમ ઉઠાવવું નુકસાનકારક નીવડે નહીં તે અંગે ધ્યાન આપવું. કોઈની જામીનગીરીમાં ના પડવું. કોર્ટ- કચેરી સંબંધિત કાર્યો અંગેના નિર્ણયોમાં સમાધાનકારી વલણ અપનાવવું. ૧ જૂનથી ૨૬ ઓગસ્ટ દરમ્યાન નાણાંકીય લાભ મળશે. કુટુંબમાં શુભ પ્રસંગની ઉજવણી થશે. સહકુટુંબ મુસાફરીનું આયોજન થશે. સ્થાવર સંપત્તિ અંગેના મહત્ત્વના નિર્ણયો લઈ શકશો. ૨૬ ઓગસ્ટથી વર્ષના અંત સુધીનો સમય તમારાં સંતાનોના પ્રશ્નો માટે અગત્યનો પુરવાર થશે. સંતાનોના વધુ અભ્યાસ તથા વિદેશગમન વિશેના નિર્ણયો મહત્ત્વના બનશે. 

વધુ પડતી દોડાદોડી સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડે શકે

વૃષભ રાશિ (એપ્રિલ ૨૦થી મે ૨૦) 

The Moon - ધ મૂનનું કાર્ડ ૭ માર્ચ ૨૦૨૪ સુધીનો સમય અવિવાહિત વ્યક્તિ માટે શુભફળદાયક નીવડશે અને વિવાહ- લગ્ન અંગે યોગ્ય વ્યક્તિની પસંદગી કરી શકશો. ભાગ્ય પરિવર્તનની દ્રષ્ટિએ યાદગાર સમય પૂરવાર થશે. યશ-પ્રતિષ્ઠામાં વધારો થશે અને પોતાના કાર્યક્ષેત્રે લાભદાયક ફેરફારો થશે. ૭ માર્ચથી ૧૨ જૂન સુધી અણધાર્યા ખર્ચાઓનો યોગ ઉદ્ભવશે. તમારા સ્વજનો અને મિત્રો સાથેની મુલાકાત દરમ્યાન મહત્ત્વની બાબતોની ચર્ચા વિચારણા કરી શકશો. તદ્ ઉપરાંત કોઈ મુંઝવણભરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હશો તેનો ઉકેલ મેળવી શકશો. ૧૨ જૂનથી ૧૩ ઓક્ટોબર દરમ્યાન કુટુબની વ્યક્તિઓનો સહકાર મેળવી કૌટુંબિક સમસ્યાનો ઉકેલ મેળવી શકશો. નાણાંકીય દ્રષ્ટિએ લાભદાયક ફેરફારો આવશે. આવકની વધારાની ગોઠવણ થશે. સ્થાવર સંપત્તિનો લાભ મળશે. ૧૩ ઓક્ટોબર પછી વર્ષના અંત સુધીનો સમય મિશ્ર ફળદાયક વીતશે આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકૂળતા રહેશે તથા વધુ પડતી દોડાદોડી સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડે નહીં તે અંગે કાળજી રાખવી.

આવકમાં વધશે અને અવિવાહિત વ્યક્તિઓનાં વિવાહ-લગ્ન નક્કી થશે

મિથુન રાશિ (મે ૨૧થી જૂન ૨૦) 

 ધ હાઇપ્રિસ્ટેસનું કાર્ડ ૨૬ માર્ચ સુધીનો સમય તમારા દાંપત્યજીવન અને વારસાગત પ્રશ્નો માટે અગત્યનો બનવાનું સૂચવી જાય છે. ભાગીદારી સંબંધિત વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિઓ માટે નવા ફેરફારો ઉદ્ભવશે ભવિષ્યને લગતી બાબતો અંગે નિર્ણયો લેવાના આવશે. ૨૬ માર્ચથી ૧૪ જૂન દરમ્યાન ખર્ચાઓના યોગ વધુ બનશે. તમારી આધ્યાત્મિક બાબતો તરફની રૂચિ વધશે. તમારા માન- સન્માનમાં વધારો થશે. દૂરની મુસાફરી થશે અને વિદેશ જવા ઇચ્છુક વ્યક્તિઓ આ અંગેની કાર્યવાહી કરી શકશે. ૧૪ જૂનથી ૧૦ ઓક્ટોબર સુધી નાણાકીય બાબતોમાં લાભદાયક ફેરફારો આવશે. કુટુંબમાં શુભ પ્રસંગની ઉજવણી થશે. આવકમાં વધારો થશે. અવિવાહિત વ્યક્તિઓના વિવાહ લગ્ન નક્કી થશે. ૧૦ ઓક્ટોબરથી વર્ષના અંત સુધીનો સમય વિશેષ મહત્ત્વના પ્રસંગો, ઘટનાઓ તમારા જીવનમાં બનશે જે કાયમ માટે યાદગાર બને. તમારા આયોજન કરેલા કાર્યોનો અમલ થઈ શકશે. સંતાનોની પ્રગતિ જોવા મળશે. વિલંબમાં પડેલા કાર્યોને ઉકેલી શકાશે. ૧૦ ઓક્ટોબરથી વર્ષના અંત સુધીનો સમય વિશેષ મહત્ત્વના પ્રસંગો, ઘટનાઓ તમારા જીવનમાં બનશે, જે કાયમ માટે યાદગાર બનશે

દ્રઢ સંકલ્પ દ્વારા ભવિષ્યના નિર્ણયો લઈ તેનો અમલ કરી શકશો

કર્ક રાશિ (જૂન ૨૧થી જુલાઈ ૨૨)

The Wheel of Fortune - ધ વ્હીલ ઓફ ફોર્ચ્યુનનું કાર્ડ મે સુધીમાં તમારા મનગમતા કાર્યો સફળતાપૂર્વક થઈ શકવાનું અને આર્થિક પરિસ્થિતિ મજબૂત બનવાનું સૂચવી જાય છે. તમારા માટે આશ્ચર્યજનક ભાગ્ય પરિવર્તન થઈ રહ્યાનો અનુભવ થશે. ૧૫ ફેબુ્રઆરી સુધીમાં વ્યવસાય ક્ષેત્રે નવા ફેરફારો આવે અને નોકરિયાત વર્ગની વ્યક્તિઓ માટે બઢતીના સંજોગો ઉદ્ભવશે. ૧ મેથી ૯ ઓક્ટોબર સુધીનો સમય તમારો આત્મવિશ્વાસ પ્રબળ બને તેવી ઘટનાઓનો હશે અને કોઈ કારણસર હતાશા અનુભવી રહ્યા હશો તો તેમાંથી બહાર આવી શકશો. દ્રઢ સંકલ્પ દ્વારા ભવિષ્યના નિર્ણયો લઈ તેનો અમલ કરી શકશો. ૧ જૂનથી ૧૨ જુલાઈ સુધીનો સમય સંતાનોના પ્રશ્નો માટે નોંધપાત્ર બનવા ઉપરાંત તેઓની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાશે. તેઓની કારકિર્દીમાં લાભદાયક ફેરફારો જોવા મળશે. ૯ ઓક્ટોબરથી વર્ષના અંત સુધીનો સમય તમે જે રીતે સ્થિર થવા માંગતા હશો તે અંગેની તક મળશે અને કંઈક નવું પરિવર્તન અનુભવી શકશો. તમારા જીવનસાથી સાથે લાંબી મુસાફરીનો યોગ ઉદ્ભવશે. ૧ મેથી ૯ ઓક્ટોબર સુધીનો સમય આત્મવિશ્વાસ પ્રબળ બને તેવી ઘટનાઓ બનશે. હતાશા અનુભવી રહ્યા હશો તો તેમાંથી બહાર આવી શકશો.

તમારાં માન- સન્માનમાં વધારો થાય તેવી ઘટના બનશે

સિંહ રાશિ (જુલાઈ ૨૩થી ઓગસ્ટ ૨૨) 

The Devil- ધ ડેવિલ કાર્ડ. તમે તમારા જીવનમાં હાલ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હો તેના ઉકેલ માટે વર્ષની શરૂઆતમાં પ્રયત્નશીલ હશો. ૧૪ માર્ચ સુધી હજુ રાહ જોવાની તૈયારી રાખવી પડશે. ઉતાવળ કરવાથી નોંધપાત્ર કાર્યોમાં વધુ વિલંબ થઈ શકે છે. ૧૪ માર્ચથી ૧૬ સપ્ટેમ્બર દરમ્યાન ધીમ ધીમે તમારા મહત્ત્વના કામનો ઉકેલ આવશે. ન ધારેલી સફળતા ઝડપથી મેળવી શકશો. તમારા માન- સન્માનમાં વધારો થાય તેવી ઘટના બનશે. તમારા વ્યવસાય ક્ષેત્રે નાણાકીય લાભ મળશે. વ્યવસાય સંબંધિત વિદેશ યાત્રા થઈ શકે. નવું મકાન- વાહન ખરીદીના યોગ બનશે. સ્થાન પરિવર્તન કરી શકાશે. ધાર્મિક પ્રસંગમાં શુભ ખર્ચ થશે. સ્વજનો સાથે ધાર્મિક યાત્રાની ગોઠવણ થશે. ૧૬ સપ્ટેમ્બરથી ૧૬ નવેમ્બર દરમ્યાન એકાદ કસોટીમાં થઈ પસાર થવાનું આવશે. આ સમય દરમ્યાન સ્વાસ્થ્યની કાળજી રાખવી. વ્યસન હોય તેવી વ્યક્તિઓ માટે વધુ સાવચેતી રાખવાની જરૂર રહેશે. ૧૬ નવેમ્બર પછી વર્ષના અંત સુધીનો સમય મિશ્ર ફળદાયક પસાર થશે આ સમયમાં એકાદ હૃદયસ્પર્શી શુભાશુભ ઘટના બનશે.

નક્કી કરેલાં કાર્યો તમે સરળતાથી કરી શકશો

કન્યા રાશિ (ઓગસ્ટ ૨૩થી સપ્ટેમ્બર ૨૨) 

The megician - ધ મેજિશીયનનું કાર્ડ વર્ષની શરૂઆતમાં અણધારી હૃદયસ્પર્શી ઘટનાઓ ૨૬ માર્ચ સુધીમાં બનવાનું સૂચવી જાય છે. તમારે સ્થાન પરિવર્તન અંગે નિર્ણય લેવાનો આવે. જમીન-મકાનના વિલંબમાં પડેલા સોદાઓ થઈ શકે. સંતાનોના વિવાહ-લગ્ન અંગે નિર્ણય લેવાનો આવશે. વિદેશ જવા તૈયારી કરી રહેલાં સંતાનોના ખર્ચનું આયોજન કરવાની તૈયારી કરવી પડે. ૨૬ માર્ચથી ૧૪ જૂન સુધીનો સમય મિશ્ર ફળદાયક રહેશે. તમારા નોકરી-વ્યવસાય ક્ષેત્રે વધારાની જવાબદારીઓ ઊભી થાય. બઢતીના સંજોગોમાં વિલંબ ઉદ્ભવે તા. ૧૪ જૂનથી ૧૦ ઓક્ટોબર દરમ્યાન તમારી સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશો. તમે નક્કી કરેલા કાર્યો સરળતાથી કરી શકશે. તમારો ઉત્સાહ વધશે અને ભવિષ્યનું કોઈ આયોજન કરી રહ્યા હશો તો થઈ શકશે. પસંદગીનું મકાન લઈ શકશો. ૧૦ ઓક્ટોબરથી વર્ષના અંત સુધીનો સમય ન ધારેલી આવક ઊભી કરાવશે. નાણાકીય દ્રષ્ટિએ લાભદાયક પરિવર્તન આવશે. કુટુંબની વ્યક્તિઓનો સહકાર મેળવી શકશો. સહકુટુંબ પ્રવાસનું આયોજન થશે. વિદેશ વસતા સ્નેહીજનોને મળવાનું બનશે. 

ભૂતકાળમાં કરેલાં નાણાકીય રોકાણોનું સારું વળતર મેળવી શકશો

તુલા રાશિ (સપ્ટેમ્બર ૨૩થી ઓક્ટોબર ૨૨) 

The Fool - ધ ફૂલ. મારા માટે આગામી વર્ષ વિશેષ લાભદાયક પુરવાર થશે. તમારાં અધૂરાં કાર્યોને ચાલુ વર્ષ દરમ્યાન પૂરા કરી શકશો. વર્ષની શરૂઆતમાં ૭ માર્ચ સુધીમાં લાભદાયક ફેરફારો અનુભવી શકશો તમે આ વર્ષ દરમ્યાન કરવાના મહત્ત્વના કામોનું આયોજન કરી ૧૨ જૂન સુધીમાં તેનો અમલ કરી શકશો. વારસાગત બાબતોનો લાભ મળશે. તમારે કોઈ વારસાગત વીલ બનાવવું હોય તે બનાવી શકશો. અવિવાહિત વ્યક્તિઓને પસંદગીના લગ્નનો યોગ ઉદ્ભવશે. જે લોકોના દાંપત્ય જીવનમાં સમસ્યા સર્જાયેલી હશે તેઓને સમાધાનકારી નિર્ણયની તક મળશે. ૧૨ જૂનથી ૧૩ ઓક્ટોબર સુધીનો સમય ખર્ચાળ, પરંતુ નવી ચીજવસ્તુઓની ખરીદી માટે અથવા કોઈ નાણાકીય રોકાણ કરવા અંગેના નિર્ણયનો નીવડશે. તમારા ભૂતકાળમાં કરેલા નાણાકીય રોકાણોનું સારું વળતર મેળવી શકશો. ૧૩ ઓક્ટોબરથી વર્ષના અંત સુધીનો સમય નાણાકીય દ્રષ્ટિએ પ્રગતિકારક રહેશે. કુટુંબમાં એકાદ શુભ પ્રસંગની ઉજવણી થશે. તમારી કોઈ કૌટુંબિક સમસ્યા હશે તેનો સુખદ ઉકેલ આવશે. 

દ્રઢ સંકલ્પ દ્વારા ઉત્સાહપૂર્વક મહત્ત્વનાં કાર્યો કરવાની શરૂઆત કરી શકશો

વૃશ્ચિક રાશિ (ઓક્ટોબર ૨૩થી નવેમ્બર ૨૧)

The Tower - ધ ટાવરનું કાર્ડ. વર્ષની શરૂઆતમાં ૨૩ એપ્રિલ સુધી તમે દ્વિધા અનુભવશો અને શું કરવું, શું ના કરવું તેની સમજ નહીં પડે, કારણ કે ગયા વર્ષે દરમ્યાન સંભવતઃ કોઈ કારણસર તમે નિરાશ થયા હશો અને મનગમતાં કાર્યોમાં અવરોધ આવેલો હોય, પરંતુ ૨૩ એપ્રિલથી ૨૬ ઓગસ્ટ દરમ્યાન તમારી નિરાશા દૂર થશે. આકસ્મિક રીતે તમારા વિચારોમાં પરિવર્તન આવશે અને દ્રઢ સંકલ્પ દ્વારા ઉત્સાહપૂર્વક મહત્ત્વનાં કાર્યો કરવાની શરૂઆત કરશો. આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક પુરવાર થશે. આ સમયમાં તમારા માન- સન્માનમાં વધારો થશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. કલાક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિઓને નવી તક પ્રાપ્ત થશે. કાયદાકીય બાબતો સાથે સંકળાયેલી વ્યક્તિઓને યશ મળવા ઉપરાંત કોર્ટ-કચેરી સંબંધિત કાર્યોમાં વિજય મળશે. ભાગીદારી સંબંધિત બાબતોમાં નવા નિર્ણયો લેવાશે. ધંધાના વિકાસ માટે તક મળશે. લાંબા સમયથી બીમાર વ્યક્તિઓને રાહત જણાશે. ૨૬ ઓગસ્ટથી વર્ષના અંત સુધીનો સમય તમારી મહેનત મુજબનું ફળ આપશે. આ સમય દરમ્યાન પ્રારબ્ધ અને પુરુષાર્થ કામ કરશે. વિદેશ યાત્રાઓ સંબંધિત નિર્ણય લઈ શકશો. અધ્યાત્મિક બાબતો તરફની રૂચિ વધશે. કોઈ શુભકાર્ય તમને યશ અપાવશે. 

નોકરિયાતો માટે મન ઇચ્છિત સ્થાન-પરિવર્તન થશે

ધન રાશિ (નવેમ્બર ૨૨થી ડિસેમ્બર ૨૧) 

The World - ધ વર્લ્ડનું કાર્ડ આગામી વર્ષમાં તમને જવાબદારીઓમાંથી ધીરે ધીરે મુક્ત કરાવશે. આ કાર્ડ કૌટુંબિક, નાણાકીય કે સંતાન સંબંધી જે જવાબદારીઓ નિભાવવાની હશે તે પરિપૂર્ણ થઈ શકવાનું સૂચવી જાય છે. તમારાં સંતાનો અંગેની જે જવાબદારીઓ હશે તેનું ૧ મે સુધીમાં નિરાકરણ આવશે તથા આ સમય દરમ્યાન સ્વજનોના સાથસહકાર દ્વારા તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાશે. વધુ અભ્યાસ માટે સંતાન પરદેશ જઈ શકશે. ઉંમરલાયક સંતાનોના વિવાહ-લગ્ન અંગે નિર્ણય લેવાશે. મે પછી સપ્ટેમ્બર સુધીનો સમય શુભ કર્મો અંગે ખર્ચાઓનો આવશે. આ સમય દરમ્યાન નાણાંકીય પરિસ્થિતિ મજબૂત બનશે. તમારી ભૌતિક સુખ- સગવડતાઓ વધશે. નોકરિયાત વર્ગની વ્યક્તિઓ માટે મન ઇચ્છિત સ્થાન-પરિવર્તન થશે. નવું મકાન- ફ્લેટ ખરીદવા ઇચ્છતી વ્યક્તિઓને પસંદગીનું મકાન-ફ્લેટ મળશે તથા આ અંગે બેંક લોનની કાર્યવાહી કરી રહ્યા હોય લોન મળી શકશે. ઓક્ટોબરથી વર્ષના અંત સુધીનો સમય સ્વપ્રયત્નો દ્વારા કરવામાં આવેલાં કાર્યોમાં સફળતા આપશે. કોઈના વિશ્વાસે કરવામાં આવેલાં કાર્યોમાં વિલંબ થાય. તમારા જૂના સાથીઓને મળવાનું થશે અને તેઓ સાથે મુસાફરીનું આયોજન કરી શકશો.


Google NewsGoogle News