Get The App

Narak Chaturdashi Upay : નરક ચતુર્દશીએ રાખો આ બાબતોનું વિશેષ ધ્યાન, સુખ-સમૃદ્ધિ મેળવવા માટે કરો આ ઉપાય

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
Narak Chaturdashi Upay : નરક ચતુર્દશીએ રાખો આ બાબતોનું વિશેષ ધ્યાન, સુખ-સમૃદ્ધિ મેળવવા માટે કરો આ ઉપાય 1 - image


                                                           Image Source: Freepik

અમદાવાદ, તા. 11 નવેમ્બર 2023 શનિવાર

કારતક કૃષ્ણ પક્ષની ચૌદશને નરક ચતુર્દશીના નામથી ઓળખવામાં આવે છે. આજે 11 નવેમ્બર 2023એ નરક ચતુર્દશી છે. આજે દિવાળી ઉત્સવનો બીજો દિવસ છે. તેને રૂપ ચતુર્દશીના નામથી પણ ઓળખવામાં આવે છે.  

નરક ચતુર્દશીના દિવસે આ ઉપાયોનું નિયમપૂર્વક પાલન કરો

આજે નરક ચતુર્દશીનું પહેલુ કાર્ય છે તેલ માલિશ કરીને સ્નાન કરવુ. આજે સ્નાન પહેલા આખા શરીર પર તેલ માલિશ કરવી જોઈએ અને તેની થોડી વાર પછી સ્નાન કરવુ જોઈએ. પુરાણોમાં જણાવાયુ છે કે ચતુર્દશીએ લક્ષ્મીજી તેલમાં અને ગંગા તમામ જળમાં નિવાસ કરે છે. તેથી આજે તેલ માલિશ કરીને સ્નાન કરવા પર માતા લક્ષ્મીની સાથે ગંગા માતાના પણ આશીર્વાદ મળે છે અને વ્યક્તિને જીવનમાં પ્રગતિ મળે છે. અમુક સ્થળો પર તેલ સ્નાનથી પહેલા લેપ લગાવવાની પણ પરંપરા છે.

આજે મૂળ સહિત નીકળેલી દૂધીના ટુકડાને માથા પર ફરાવવાની પણ પરંપરા છે. કહેવાય છે કે આવુ કરવાથી આરોગ્ય સારુ રહે છે અને વ્યક્તિને નરકનો ભય રહેતો નથી. આજે નરક ચતુર્દશીના દિવસે જે પણ કાર્ય કરવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક આ વાતથી પણ જોડાયેલી છે કે વ્યક્તિને નરકનો ભય ન રહે અને તે પોતાનું જીવન ખુશીઓથી જીવે, કોઈ ડર વિના જીવી શકે. તેથી પોતાના ભય પર કાબૂ મેળવવા માટે આજે આ તમામ કાર્ય કરવા જોઈએ. 

આ સિવાય આજે નરક ચતુર્દશીના દિવસે સાંજના સમયે નરકાસુરના નિમિત્ત ચાર દીવા પ્રગટાવવાની પરંપરા છે. આ દીવો દક્ષિણ દિશામાં પ્રગટાવવો જોઈએ. સાથે જ ભવિષ્યોત્તર પુરાણ અનુસાર બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે દેવી-દેવતાઓના મંદિરમાં, મઠોમાં, અસ્ત્રોગારોમાં એટલે કે જ્યાં અસ્ત્ર વગેરે રાખવામાં આવતા હોય, બાગ-બગીચામાં, ઘરના આંગણામાં અને નદીઓ નજીક દીવો પ્રગટાવવો જોઈએ. તેથી પોતાના જીવનમાં ઉર્જાની સાથે જ નવી રોશનીનો સંચાર કરવા માટે આસપાસ આ તમામ સ્થળો પર દીવો જરૂર પ્રગટાવો. આ સિવાય આજે નરક ચતુર્દશીએ 14 પ્રકારના શાકભાજીના પાનનું સેવન કરવુ જોઈએ. દક્ષિણમાં લોકો આજે સ્નાન વગેરે બાદ કારીટ નામનું સ્થાનિક કડવુ ફળ પગથી કચડે છે, જે નરકાસુરના નાશનું પ્રતીક છે.


Google NewsGoogle News