માર્ચથી મે સુધી આ 5 રાશિના જાતકો ખાસ સાચવજો! શનિ-રાહુની યુતિથી બની રહ્યો છે પિશાચ યોગ
Image: Freepik
Shani Rahu Yuti 2025: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીન રાશિમાં શનિ અને રાહુની યુતિ થવા જઈ રહી છે, જેનાથી પિશાચ યોગ બનશે. જ્યોતિષ અનુસાર, શનિ-રાહુનો આ જોખમી યોગ પાંચ રાશિના જાતકો માટે સારો નથી. દરમિયાન આ રાશિના જાતકોને માર્ચથી લઈને મે સુધી ખૂબ સાચવીને ચાલવું પડશે.
વૃષભ રાશિ
તમને મિત્રોથી દગો કે કોઈ નજીકના વ્યક્તિના કારણે મુશ્કેલી થઈ શકે છે. નાના ભાઈ-બહેનથી વિવાદ વધી શકે છે. જેનાથી પારિવારિક જવાબદારીઓનો બોજ વધશે. આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને કાન અને ખભા સાથે જોડાયેલી બીમારીઓ પરેશાન કરી શકે છે. કોઈ પણ પ્રકારની ઉતાવળમાં નિર્ણય લેવાથી બચવું અને સમજી-વિચારીને કોઈ પર વિશ્વાસ કરવો.
મિથુન રાશિ
નોકરિયાત અને વેપારીઓ માટે આ સમય તણાવપૂર્ણ રહેશે. ક્રોધ અને ચિડીયાપણું વધી શકે છે. જેનાથી પ્રતિષ્ઠા પ્રભાવિત થઈ શકે છે. સાંધાના દુખાવા અને ત્વતા સંબંધિત એલર્જી સાથે જોડાયેલી મુશ્કેલીઓ થઈ શકે છે. મલ્ટીનેશનલ કંપનીઓ કાર્યરત લોકોને કાર્યસ્થળ પર વધુ દબાણનો સામનો કરવો પડી શકે છે. સરકારી નોકરીવાળાએ પોતાના કામમાં સાવધાની રાખવી પડશે.
સિંહ રાશિ
નોકરી અને વેપારમાં મોટું નુકસાન થઈ શકે છે. દુશ્મન સક્રિય થશે. મામા, કાકા અને મોટા પપ્પાની સાથે સંબંધોમાં તણાવ આવી શકે છે. કોઈ કાયદેસર વિવાદ કે મોટા ઝઘડામાં ફસવાની શક્યતા છે. તેથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાથી બચવું. નાની-મોટી આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ (જેમ કે ખાંસી, શરદી, તાવ) આવી શકે છે. આર્થિક સ્થિતિને અસર થશે, જેનાથી ઉધાર લેવાની સ્થિતિ આવી શકે છે.
આ પણ વાંચો: હોળીના દિવસે જ ચંદ્રગ્રહણ: કર્ક-મિથુન સહિત 4 રાશિના જાતકોને પરેશાનીઓથી મળશે છૂટકારો
કન્યા રાશિ
આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ રહેશે. તેથી આ દરમિયાન વધુ સાવધાની રાખો. જીવનસાથીની સાથે મતભેદ વધી શકે છે. જેનાથી સંબંધોમાં તણાવ આવી શકે છે. લવ લાઇફમાં ધીરજ રાખો નહીંતર સંબંધો ખરાબ થઈ શકે છે. ખાણીપીણીની ટેવો પર વિશેષ ધ્યાન રાખો નહીંતર પેટ સંબંધિત બીમારીઓ થઈ શકે છે. ભાગીદારીમાં વેપાર કરનારને દગો મળી શકે છે. તેથી કોઈની પર પણ આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો.
ધન રાશિ
નોકરિયાત લોકોને કરિયરમાં સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. સાસુની સાથે સંબંધોમાં કડવાશ આવી શકે છે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ આવશે, જેનાથી માનસિક તણાવ વધશે. ગુપ્ત શત્રુ તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે છે. તેથી સતર્ક રહો. રાજકારણ સાથે જોડાયેલા લોકોએ સાચવીને ચાલવું પડશે કેમ કે રાહુ ભ્રમિત કરી શકે છે. જેનાથી તમારી છબી ખરાબ થઈ શકે છે.
શું ઉપાય કરવા?
શનિવારના દિવસે શનિ દેવની પૂજા કરો અને શનિ મંત્રનો જાપ કરો. રાહુ ગ્રહને શાંત કરવા માટે નારિયેળનું દાન કરો અને રાહુ બીજ મંત્રનો જાપ કરો. હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરો. તેનાથી નકારાત્મક પ્રભાવ ઓછો થશે. શનિવારે કાળી અડદ દાળ અને સરસવના તેલનું દાન કરો. નોકરી અને વેપારમાં અવરોધોથી બચવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરો.