સુર્ય દ્વારા બને છે આ 3 શુભ યોગ, રાજા જેવી જીદંગી જીવે છે આવા લોકો

કુંડળીમા સુર્યના આગળના ઘરમાં કોઈ ગ્રહનું હોય તો તે વેશિ યોગ બને છે.

આ લોકોએ પોતાના ખાવા-પીવાની બાબતમાં ખૂબ જ ધ્યાન રાખવુ જરુરી

Updated: Aug 6th, 2023


Google NewsGoogle News
સુર્ય દ્વારા બને છે આ 3 શુભ યોગ, રાજા જેવી જીદંગી જીવે છે આવા લોકો 1 - image
Image Freepic

તા. 6 ઓગસ્ટ 2023, રવિવાર 

સુર્યને જ્યોતિષ શાસ્ત્રમાં વ્યક્તિની આત્મા માનવામાં આવે છે. તેના ખરાબ થવાથી આખી જીદંગી અસ્ત-વ્યસ્ત થઈ જાય છે. તેના મજબુત થવાથી જીવનમાં સમૃદ્ધિ અને વૈભવ મળે છે. તેના કમજોર હોવાથી દરિદ્રતા અને આરોગ્ય ખરાબ થાય છે. સુર્ય મુખ્યત્વે ત્રણ રીતે રાજયોગ બનાવે છે. જે વ્યક્તિને અપાર પ્રતિષ્ઠા અપાવે છે. 

સુર્યનો પહેલો રાજયોગ - વેશિ

કુંડળીમા સુર્યના આગળના ઘરમાં કોઈ ગ્રહનું હોવું તે વેશિ યોગ બને છે. પરંતુ આ ગ્રહ ચંદ્ર, રાહુ અથવા કેતુ ન હોવા જોઈએ. ત્યારે વેશિ યોગનો લાભ મળે છે. આ યોગ બનતા વ્યક્તિનો સમય સારો રહે છે અને ધનવાન બને છે. આવા લોકોને જીવનની શરુઆતમાં ખૂબ તકલીફ પડતી હોય છે. પરંતુ આગળ જતાં તે ખૂબ ધન સંપતિ અને માન પ્રતિષ્ઠા મેળવતા હોય છે. આ લોકોએ પોતાના ખાવા-પીવાની બાબતમાં ખૂબ જ ધ્યાન રાખવુ જરુરી હોય છે અને તેમને ગોળ જરુર ખાવો જોઈએ. 

સુર્યનો બીજો રાજયોગ- વાશિ

સુર્યના પાછળના ઘરમા કોઈ ગ્રહ હોવાથી વાશિ યોગ બને છે. પરંતુ આ ગ્રહ ચન્દ્ર, રાહુ અને કેતુ ગ્રહ ન હોવો જોઈએ. ત્યારે જઈને આ શુભ યોગનું ફળ મળે છે. આ યોગ વ્યક્તિને બુદ્ધિમાન, જ્ઞાની અને ધનવાન બનાવે છે. આવા લોકો રાજાના જેવુ જીવન જીવતા હોય છે. આ યોગને કારણે વ્યક્તિ ખૂબ સારી વિદેશ યાત્રા કરે છે. તેમને ઘરથી દુર જવાથી ઘણી સફળતા મળતી હોય છે.  આ યોગ બનવાથી સુર્યને જળ જરુર ચડાવો. આ સાથે સુવા માટે લાકડાનો પલંગ વાપરવો જોઈએ. 

સુર્યનો ત્રીજો રાજયોગ- ઉભયચારી યોગ 

સુર્યના પહેલા અને પાછળના બન્ને ભાવમાં ગ્રહ હોય તો આ યોગ બને છે, પરંતુ તેમા ચંદ્ર, રાહુ કે કેતુ ના હોવા જોઈએ. ત્યારે આ શુભ યોગ ફળ આપે છે. આ યોગ બનવાથી વ્યક્તિ બહુ નાની જગ્યા પરથી મોટી જગ્યા પર પહોચે છે. જેના કારણે વ્યક્તિ તેના વિસ્તારમાં ખૂબ જ પ્રસિદ્ધિ પાપ્ત કરે છે. આ યોગના કારણે વ્યક્તિ દરેક સમસ્યાથી બહાર આવે છે. વ્યક્તિ રાજકારણ અને વહીવટી ક્ષેત્રે મોટુ પદ મેળવે છે. આવા લોકોએ રવિવારનો રોજ ઉપવાસ રાખવો જોઈએ. આ સાથે એક લાલ રંગનો રુમાલ સાથે રાખવો જોઈએ.


Google NewsGoogle News