Get The App

Surya Grahan: વર્ષનું પહેલું સૂર્યગ્રહણ શરુ, શું ભારતમાં દેખાશે? જાણો વિગતવાર માહિતી

Updated: Mar 29th, 2025

GS TEAM


Google News
Google News
Surya Grahan: વર્ષનું પહેલું સૂર્યગ્રહણ શરુ, શું ભારતમાં દેખાશે? જાણો વિગતવાર માહિતી 1 - image


Surya Grahan 2025: વર્ષનું પહેલું સૂર્યગ્રહણ શરુ થયું છે. આ આંશિક સૂર્યગ્રહણ છે, એટલે કે ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી નહીં શકે. સૂર્યગ્રહણ ભારતીય સમય મુજબ બપોરે 2:20:43 વાગ્યે શરુ થઈ ગયું છે અને 4:17:27 વાગ્યે બરોબર વચ્ચે હશે અને સાંજે 6:13: 45 વાગ્યે પૂરું થાય છે. આ ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. પરંતુ સૂર્યગ્રહણ યુરોપ, ઉત્તર એશિયા, ઉત્તર/પશ્ચિમ આફ્રિકા, ઉત્તર અમેરિકાના મોટાભાગના ભાગો, ઉત્તર દક્ષિણ અમેરિકા, એટલાન્ટિક, આર્કટિકમાં જોવા મળશે. 

આ પણ વાંચો : સૂર્યગ્રહણ પર શનિ અમાસનો સંયોગ, આજે ઘરમાં ભૂલથી પણ આ 6 કામ ન કરતાં!

સુતક કાળ માન્ય રહેશે નહીં

સુતક કાળ ધાર્મિક દૃષ્ટિકોણથી અશુભ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન શુભ કારવા વર્જિત માનવામાં આવે છે. સુતક કાળ સૂર્યગ્રહણના 9થી 12 કલાક પહેલા શરુ થઈ જાય છે. સુતક કાળ ત્યારે જ લાગુ પડે છે, જ્યારે તે જોવા મળે. વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી ભારતમાં સુતક કાળ લાગુ નહીં પડે. ભારતમાં સૂર્યગ્રહણની કોઈ અસર થશે નહીં, જેના કારણે ધાર્મિક પ્રવૃત્તિઓને અવરોધ આવશે નહીં.

ગ્રહણ વિશે ધાર્મિક માન્યતા

ધાર્મિક માન્યતાઓ પ્રમાણે રાહુ-કેતુને ગ્રહણનું કારણ માનવામાં આવે છે. રાહુ અને કેતુ છાયા ગ્રહોને સાપ જેવા માનવામાં આવે છે. જેમના કરડવાથી ગ્રહણ થાય છે. એવું પણ કહેવાય છે કે,જ્યારે રાહુ અને કેતુ ચંદ્રને ગળી જવાનો પ્રયાસ કરે છે, ત્યારે ગ્રહણ થાય છે. 

આ પણ વાંચો : શનિ અમાસ અને સૂર્યગ્રહણ: પનોતીના કારણે આજથી આ 5 રાશિના જાતકો થશે પરેશાન

જાણો વિજ્ઞાન શું કહે છે...

જ્યારે વિજ્ઞાન કહે છે કે, સૂર્યગ્રહણ એક ખાસ ખગોળીય ઘટના છે, એ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે. આ સ્થિતિમાં ચંદ્ર થોડા સમય માટે સૂર્યપ્રકાશને આંશિક અથવા સંપૂર્ણપણે ઢાંકી દે છે, જેના કારણે પૃથ્વી પર અંધકાર છવાઈ જાય છે. સૂર્યગ્રહણ હંમેશા ચંદ્રગ્રહણના લગભગ બે અઠવાડિયા પહેલા અથવા પછી થાય છે.


Tags :