સૂર્યગ્રહણ 2024: 50 વર્ષ બાદ થવા જઈ રહ્યું છે સૌથી લાંબુ સૂર્યગ્રહણ, દિવસે 7 મિનિટ સુધી રહેશે અંધારું, આ રાશિના લોકોને થશે લાભ
આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 8 એપ્રિલે જોવા મળશે
આ દિવસે પૃથ્વી પરથી સૂર્ય લગભગ 7.05 મિનિટ સુધી જોવા નહી મળે
Surya Grahan 2024: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ખૂબ જ ખાસ રહેવાનું છે. જે ચૈત્ર મહિનાની અમાવાસ્યાના દિવસે થશે. પૂર્ણ સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે એવી રીતે આવે છે કે સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચતા થોડા સમય માટે સંપૂર્ણપણે અવરોધાય છે. જેના કારણે ધરતી પર અંધકાર થઇ જાય છે. આ પ્રથમ ગ્રહણ સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે. જેને ખગ્રાસ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, 8 એપ્રિલે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે 7.05 મિનિટ માટે ચંદ્ર આવી જશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 50 વર્ષ પછી આવું ગ્રહણ થવાનું છે. જાણો આ ગ્રહણ વિશે રસપ્રદ માહિતી.
આ એક દુર્લભ ઘટના છે
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સૂર્યગ્રહણ સમય દરમિયાન ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દેશે જેના કારણે અંધારું થઈ જશે. ગ્રહણના દિવસે સૂર્યથી પૃથ્વી અને ચંદ્રનું સરેરાશ અંતર લગભગ 15 કરોડ કિલોમીટર હશે. જેના કારણે 7.5 મિનિટ સુધી પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે. આ એક દુર્લભ ઘટના છે જે ઘણા વર્ષો પછી જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ આ પહેલા 1973માં આફ્રિકામાં આટલું લાંબુ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું.
ક્યાં-ક્યાં સૂર્યગ્રહણ દેખાશે?
મળતી માહિતી મુજબ સંપૂર્ણ સૂર્યગ્રહણ દક્ષિણ પ્રશાંત મહાસાગર, ઉત્તર અમેરિકા, મેક્સિકો અને કેનેડામાં જોવા મળશે. જ્યારે ક્યુબા, ડોમિનિકા, ફ્રેન્ચ પોલિનેશિયા, કોસ્ટા રિકા અને જમૈકા જેવા દેશોમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે. જો કે, આ સૂર્યગ્રહણના દિવસે ભારતમાં રાત હોવાથી ભારતમાં જોવા નહી મળે.
સૂર્યગ્રહણનો સમય
વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ભારતીય સમય મુજબ 8 એપ્રિલે રાત્રે 9:12 થી રાત્રે 2:22 સુધી ચાલશે. આ ગ્રહણ ચૈત્ર માસની અમાસના દિવસે થવાનું છે.
આ રાશિઓને થશે લાભ
વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ મેષ, મિથુન, સિંહ, કન્યા અને ધન રાશિના લોકો માટે ખૂબ જ લાભદાયી રહેશે. આ રાશિના લોકોને તેમના કરિયરમાં સફળતા મળશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. ઈચ્છિત નોકરી મળવાની સંભાવના છે. મકાન અને વાહન ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. શત્રુઓને હરાવવામાં સફળતા મળશે.