આજે સૂર્યગ્રહણ પર બનશે ત્રિગ્રહી યોગ, આ 5 રાશિઓની લાગશે લોટરી

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણની ઘટના ખુબ જ ખાસ માનવામાં આવે છે

આ વખતનું સૂર્યગ્રહણ નવરાત્રી પહેલા જ શરુ થતું હોવાથી તેને ખાસ માનવામાં આવે છે

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
આજે સૂર્યગ્રહણ પર બનશે ત્રિગ્રહી યોગ, આ 5 રાશિઓની લાગશે લોટરી 1 - image


Surya Grahan 2023: આ વર્ષે સૂર્યગ્રહણ પર 50 વર્ષ બાદ ત્રિગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. સૂર્યગ્રહણ પર આ વખતે કન્યા રાશિમાં ચંદ્ર, સૂર્ય અને બુધ ત્રણ ગ્રહ વિદ્યમાન રહેશે. સૂર્યગ્રહણ કન્યા રાશિમાં લાગશે. જેના દેવી માં દુર્ગા છે. એવામાં સૂર્યગ્રહણ પર બનતો ત્રિગ્રહી યોગ ખુબ ખાસ માનવામાં આવે છે. તો આવો જાણીએ આ સૂર્યગ્રહણ  બનતો ત્રિગ્રહી યોગ કઈ કઈ રાશિઓને લાભદાયક રહેશે. 

મિથુન 

મિથુન રાશિના લોકો માટે સારા દિવસો શરુ થશે. જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે. સમાજમાં માન-સન્માન વધશે. આર્થિક વ્યવસ્થામાં સુધારો. વિદેશયાત્રાના યોગ, ધન લાભ થશે. 

સિંહ 

આ રાશિ માટે સૂર્યગ્રહણ શુભ ફળ આપનાર સાબિત થશે. કરિયર અને વ્યવસાયમાં પ્રગતિ થશે. બધા જ કાર્યોમાં સફળતા. ધંધામાં અટકેલા પૈસા પાછા મળશે. શુભ સમાચાર મળશે. 

તુલા 

તુલા રાશિ માટે સૂર્યગ્રહણ અનુકુળ રહેશે. જીવનમાં સકારાત્મકતા આવશે. ઘર પરિવારની સ્થિતિ સારી રહેશે. નોકરીમાં પ્રમોશન મળશે. ધન લાભના યોગ. બિઝનેસમાં રોકાણ કરવાથી લાભ મળશે. 

વૃશ્ચિક

કાર્યસ્થળ પર લાભ. સૂર્યગ્રહણના કારણે કિસ્મત ખુલશે. આ સમયગાળા દરમ્યાન નોકરી અને વ્યવસાયમાં ખુબ તરક્કી મળશે. દાંપત્યજીવનની સમસ્યાનો અંત આવશે.  

મકર 

આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ કરિયર માટે લાવશે ખુશખબર. આવકમાં વધારો. આર્થિક સ્થિતિ મજબુત થશે. નોકરી માટે નવા માર્ગો ખુલશે. અટકેલા નાણા પાછા મળશે.  


Google NewsGoogle News