આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, ભારતમાં દેખાશે કે નહીં? જાણો ટાઈમિંગ અને કઈ સાવચેતીઓ રાખવી જરૂરી

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, ભારતમાં દેખાશે કે નહીં? જાણો ટાઈમિંગ અને કઈ સાવચેતીઓ રાખવી જરૂરી 1 - image

image : Freepik


Surya Grahan 2023 Date: વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ (2023 solar eclipse) આજે રાત્રે થવા જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ સર્વ પિતૃ અમાવસ્યા અને શનિ અમાવસ્યા સાથે થઈ રહ્યું છે. સૂર્યગ્રહણ કન્યા અને ચિત્રા નક્ષત્રમાં થશે. જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણનો સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 

સૂર્યગ્રહણ કેવી રીતે થાય છે? 

સૂર્યગ્રહણ એ એક ખગોળીય ઘટના છે. જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે, ત્યારે સૂર્યગ્રહણ થાય છે. ચાલો જાણીએ કે આજે આ સૂર્યગ્રહણ કયા સમયે થશે. તે ભારતમાં દેખાશે કે નહીં અને તેમાં સુતક કાળના નિયમો લાગુ પડશે કે નહીં.

જાણી લો સૂર્યગ્રહણનો સમય

વર્ષનું બીજું સૂર્યગ્રહણ શનિવાર, 14 ઓક્ટોબર એટલે કે આજે રાત્રે 08:34 કલાકે શરૂ થશે અને 15 ઓક્ટોબર રવિવારના રોજ મોડી રાતે  02:26 કલાકે સમાપ્ત થશે. એટલે કે ગ્રહણનો સમયગાળો 5 કલાક 51 મિનિટનો રહેશે. ગ્રહણ સમાપ્ત થતાંની સાથે જ બીજા દિવસે સવારે શારદીય નવરાત્રિ શરૂ થશે.

શું ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે? 

આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલના રોજ થયું હતું. આ સૂર્યગ્રહણ ભારતમાં પણ જોવા મળ્યું ન હતું.

તો ક્યાં-ક્યાં સૂર્યગ્રહણ દેખાશે? 

આ એક કંકણ કૃતિ સૂર્યગ્રહણ છે. આ સૂર્યગ્રહણ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, મધ્ય અમેરિકા, ઉત્તર આફ્રિકાની પશ્ચિમી ધાર, એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરમાં જોવા મળશે.14 ઓક્ટોબરે અમાસ પર સૂર્યગ્રહણ થશે. ભારતીય સમય અનુસાર રાત્રે 08.34 વાગે આ ગ્રહણનો આરંભ થશે તથા આ ગ્રહણ 15 ઓક્ટોબરે બપોરે 02.26 વાગે પૂર્ણ થશે. ભૌગોલિક સ્થિતિ અનુસાર આ કંકણ સૂર્ય ગ્રહણ અમેરિકા, મેક્સિકો, બ્રાઝિલ, કોલંબિયા વગેરે દેશોમાં જોવા મળશે. ગ્રહણ પહેલા સૂતક લાગી જાય છે. વ્યક્તિના જીવનમાં સૂતક ઘણા પ્રકારે લાગે છે. કોઈકના જન્મ સમયે, કોઈકના મૃત્યુ સમયે ગ્રહણ કાળમાં પણ સૂતક માનવામાં આવે છે. 

સૂર્યગ્રહણનો સુતક સમયગાળો માન્ય રહેશે કે નહીં? 

સુતકનો સમયગાળો સૂર્યગ્રહણના 12 કલાક પહેલા શરૂ થાય છે. પરંતુ સુતક કાળ ત્યારે જ માન્ય છે જ્યારે ભારતમાં સૂર્યગ્રહણ દેખાય છે. વર્ષનું બીજું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સુતક સમયગાળો પણ લાગુ થશે નહીં.

સૂર્યગ્રહણની ધાર્મિક માન્યતા

પુરાણો અનુસાર, પ્રથમ સૂર્યગ્રહણ સમુદ્ર મંથન સમયે થયું હતું. રામાયણના અરણ્યકાંડમાં પણ સૂર્યગ્રહણનો ઉલ્લેખ છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન રામે ખર-દૂષણનો વધ કર્યો હતો. મહાભારત કાળ દરમિયાન, જે દિવસે પાંડવો જુગારમાં હારી ગયા, તે દિવસે સૂર્યગ્રહણ થયું. ત્યારબાદ મહાભારતના યુદ્ધના 14મા દિવસે સૂર્યગ્રહણ થયું હતું, જ્યારે અર્જુને જયદ્રથનો વધ કર્યો હતો. કૃષ્ણની નગરી દ્વારકા પણ સૂર્યગ્રહણમાં ડૂબી ગઈ હતી.

સૂર્યગ્રહણ વખતે આ સાવચેતી રાખવી જરૂરી

સૂર્યગ્રહણ દરમિયાન ખોરાક લેવાનું ટાળવું જોઈએ. સગર્ભા સ્ત્રીઓ અથવા વૃદ્ધ લોકોએ ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ. જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાતું નથી, પરંતુ આવા કોઈ નિયંત્રણો નહીં હોય. આ સમયે ભગવાનના કોઈ સ્વરૂપની પૂજા કરો. ગ્રહણનો સમય પૂરો થયા પછી, જો શક્ય હોય તો, સ્નાન કરો અથવા તમારા હાથ-પગ ધોઈ લો અને કંઈક દાન કરવાનું સંકલ્પ કરો. બીજા દિવસે સવારે, કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને સંકલ્પ લીધેલ દાન કરો.

સૂર્યગ્રહણની અસર અશુભ હોય તો શું કરવું?

ગ્રહણ દરમિયાન તમારા ગુરુ મંત્ર અને સૂર્ય મંત્રનો જાપ કરો. ગ્રહણ પછી સ્નાન અવશ્ય કરો. સૂર્ય સંબંધિત વસ્તુઓનું દાન કરો. ગોળ, ઘઉં, લોટ કે તાંબાના વાસણોનું દાન કરવું શુભ રહેશે.

ગ્રહણ કાળ અને મંત્ર જાપ

'શ્રી કૃષ્ણ શરણમ્ મમ' મંત્રથી યોગેશ્વર કૃષ્ણની પૂજા કરવી જોઈએ. ગાયત્રી મંત્રનો જાપ કરીને ભગવાન સૂર્યની પૂજા કરો. ભગવાન ભોલેનાથની પૂજા મહામૃત્યુંજય મંત્રથી કરવી જોઈએ.

આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, ભારતમાં દેખાશે કે નહીં? જાણો ટાઈમિંગ અને કઈ સાવચેતીઓ રાખવી જરૂરી 2 - image


Google NewsGoogle News