Get The App

આવતીકાલે સૂર્ય ગોચર, મેષ-સિંહ સહિત 4 રાશિના જાતકો માટે અશુભ, આ ઉપાયથી મળશે રાહત

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
આવતીકાલે સૂર્ય ગોચર, મેષ-સિંહ સહિત 4 રાશિના જાતકો માટે અશુભ, આ ઉપાયથી મળશે રાહત 1 - image

 

અમદાવાદ,તા. 17 ઓક્ટોબર 2023, મંગળવાર 

સૂર્ય એક મહિના સુધી કોઈપણ રાશિમાં વિરાજમાન રહે છે અને પછી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. ગ્રહોના રાજા સૂર્ય, બુધની રાશિ કન્યા રાશિ છોડીને 18 ઓક્ટોબર, 2023ના રોજ બપોરે 01:18 વાગ્યે તુલા રાશિમાં પ્રવેશ કરશે. 

તુલા રાશિમાં સૂર્યનું સંક્રમણ તમામ 12 રાશિઓના જીવનને પ્રભાવિત કરશે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, કેટલીક રાશિના લોકોને ફાયદો તો નુકશાન બંને થઇ શકે છે. 18 ઓક્ટોબરથી આવનારા મહિનામાં કઈ રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર?

મેષઃ- મેષ રાશિના લોકો માટે સૂર્યનું સંક્રમણ શુભ માનવામાં આવતું નથી. સૂર્ય તુલા રાશિમાં આવવાને કારણે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પર સમસ્યાઓ આવી શકે છે. 

સિંહ: જો આ રાશિના જાતકો પોતાની નોકરી બદલવાનું વિચારી રહ્યાં હોય તો આ વિચારને થોડા સમય માટે મુલતવી રાખો. ઓફિસમાં કામકાજને લઈને પરેશાનીઓ આવી શકે છે.

કન્યાઃ કન્યા રાશિના જાતકોને સૂર્યના સંક્રમણથી મિશ્ર ફળ મળશે. સૂર્ય તુલા રાશિમાં પ્રવેશવાથી તમારે વરિષ્ઠોની ટીકાનો સામનો કરવો પડી શકે છે. કોઈ પ્રોજેક્ટમાં તમારી મહેનત વ્યર્થ જઈ શકે છે. નાણાનો પ્રવાહ ઘટી શકે છે. ખર્ચ વધી શકે છે.

મકર: સૂર્ય રાશિમાં પરિવર્તનને કારણે મકર રાશિના લોકો પર કામનો બોજ વધી શકે છે. ખર્ચમાં વધારો થઇ શકે છે. આ સમય દરમિયાન, તમારે વ્યાવસાયિક મોરચે પડકારોનો સામનો કરવો પડી શકે છે. વેપારીઓએ ધંધામાં ધીમે ધીમે આગળ વધવું જોઈએ. શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. 

18 ઓક્ટોબરથી આ 4 રાશિઓના સૂર્ય દેવતા દુઃખ અને કષ્ટમાં વધારો કરી શકે છે, આ ઉપાયોથી અશુભ પ્રભાવો ઘટી શકે છે.

સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવાના ઉપાય

  • સૂર્યદેવની કૃપા મેળવવા માટે નહાવાના પાણીમાં ખસખસ અથવા લાલ ફૂલ અથવા કેસર નાખીને સ્નાન કરવું શુભ માનવામાં આવે છે.
  • સૂર્ય મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે.
  • સૂર્ય યંત્ર સ્થાપિત કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે.
  • સૂર્યદેવને દરરોજ જલ અર્પિત કરવુ જોઈએ.

Google NewsGoogle News