એક મહિના સુધી સતર્ક રહે કર્ક અને સિંહ સહિત આ રાશિના જાતકો, સૂર્યદેવના ગોચરના કારણે વધ્યું ટેન્શન

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, જો સૂર્ય ભગવાન પોતાની ચાલ બદલે છે, તો તમામ રાશિઓ પર તેની અસર પડે છે.

હાલમાં સૂર્ય ભગવાને મીન રાશિમાં પ્રવેશ કર્યો છે, જે આગામી એક મહિના સુધી આ રાશિમાં રહેશે.

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
એક મહિના સુધી સતર્ક રહે કર્ક અને સિંહ સહિત આ રાશિના જાતકો, સૂર્યદેવના ગોચરના કારણે વધ્યું ટેન્શન 1 - image
Image Envato 

Surya Gochar 2024:  જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહો વિશે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. દરેક ગ્રહોમાં સૂર્ય ભગવાનને રાજા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પણ સૂર્ય ભગવાન પોતાની ચાલ અને રાશિમાં ફેરફાર કરે છે, ત્યારે આ સમય ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, જો સૂર્ય ભગવાન પોતાની ચાલ બદલે છે, તો તમામ રાશિઓ પર તેની અસર પડે છે. જો સૂર્ય ભગવાનની સ્થિતિ શુભ હોય તો જીવનમાં ધન-ધાન્યની કમી રહેતી નથી. પરંતુ જ્યારે સૂર્ય ભગવાન અશુભ સ્થિતિમાં હોય છે ત્યારે વ્યક્તિના જીવનમાં અનેક અશુભ ઘટનાઓ બનવા લાગે છે.

હાલમાં સૂર્ય ભગવાને મીન રાશિમાં પ્રવેશ કર્યો છે, જે આગામી એક મહિના સુધી આ રાશિમાં રહેશે. સૂર્યદેવનું આગામી પરિવર્તન એપ્રિલમાં થશે. એવું માનવામાં આવે છે કે, મીન રાશિમાં સૂર્યદેવના પરિવર્તન થવાથી કેટલીક રાશિઓને આગામી 27 દિવસ સુધી ભાગ્યનો સાથ નહીં મળે. આજે આપણે જાણીએ કે કઈ રાશિના જાતકોએ આગામી 27 દિવસ સુધી સાવધાન રહેવું પડશે.

કર્ક રાશિ 

સૂર્યદેવની રાશિ પરિવર્તનને કારણે કર્ક રાશિવાળા લોકોના જીવનમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સાથે તેમને થયેલા કામ બગડી શકે છે. કરિયરમાં અસફળતા મળી શકે છે. જે લોકો નોકરી કરે છે તેમને તેમના બોસ તરફથી અપશબ્દો સાંભળવા મળી શકે છે. જો કે, બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પરિવારમાં કોઈ મુદ્દે મતભેદ થવાની શક્યતા રહે છે. 

સિંહ રાશિ

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, સિંહ રાશિવાળાવાળા લોકોને સૂર્યની રાશિમાં પરિવર્તનથી ઠીક-ઠાક રહેશે. જો કે વેપાર-ધંધામાં થોડું નુકસાન થઈ શકે છે. પરંતુ આ નુકસાન ખૂબ જ જલ્દી ભરપાઈ કરી શકે છે. તમારે તમારી મહેનત પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો જરુરી છે. તો જ તમે આગળ વધી શકશો. એટલે તમારો આત્મવિશ્વાસ જાળવી રાખવો જરુરી છે. 

વૃશ્ચિક રાશિ

જ્યોતિષના કહેવા પ્રમાણે વૃશ્ચિક રાશિવાળા લોકો માટે સૂર્યનું મીન રાશિમાં પરિવર્તન ફાયદાકારક રહેશે. પરંતુ નાણાકીય પરિસ્થિતિમાં થોડી મુશ્કેલીઓ થઈ શકે છે. એટલે ખર્ચમાં વધારો થઈ શકે છે. તેથી તમારા બજેટ પર ધ્યાન આપવું અતિ મહત્ત્વનું છે, નહીંતર આર્થિક સંકટ વધઈ શકે છે. આ ઉપરાંત તમારા જીવનસાથી સાથે કોઈક વાતને લઈને મતભેદ થઈ શકે છે.


Google NewsGoogle News