આ રાશિઓથી સૂર્ય દેવ નારાજ! 16 ડિસેમ્બર સુધી આવી શકે છે સમસ્યા, જાણો કોને પડશે મુશ્કેલી

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
આ રાશિઓથી સૂર્ય દેવ નારાજ! 16 ડિસેમ્બર સુધી આવી શકે છે સમસ્યા, જાણો કોને પડશે મુશ્કેલી 1 - image


Image Source: Freepik & Wikipedia

અમદાવાદ, તા. 25 નવેમ્બર 2023 શનિવાર

વૃશ્ચિક રાશિમાં એક મોટા ગ્રહનો પ્રવેશ તાજેતરમાં 17 નવેમ્બર 2023એ થયો છે. આ રાશિ પરિવર્તન અમુક રાશિ માટે સામાન્ય રીતે સારુ નથી. આ મોટા રાશિ પરિવર્તનથી અમુક રાશિઓની કિસ્મત તેમની સાથે દગો કરી શકે છે. 

સૌથી મોટા ગ્રહે કર્યો મંગલની રાશિમાં પ્રવેશ

જ્યોતિષમાં સૂર્યને ગ્રહોના રાજા કહેવામાં આવે છે અને ગ્રહોના સેનાપતિ મંગલની રાશિ વૃશ્ચિક છે. હવે એક અઠવાડિયા પહેલા ગ્રહોના રાજા સૂર્યએ 17 નવેમ્બર 2023એ વૃશ્ચિક રાશિમાં ગોચર કર્યુ છે. હવે 16 ડિસેમ્બર 2023 સુધી સૂર્ય વૃશ્ચિક રાશિમાં રહેશે. આ દરમિયાન આ રાશિના લોકોને કિસ્મતનો સાથ મળશે નહીં. 

મેષ રાશિ

તમારી રાશિ મેષ હોય તો સૂર્યનું વૃશ્ચિક રાશિમાં હોવુ સારુ નથી. જેના કારણે તમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વેઠવી પડે તેવી શક્યતા છે. ખાસ કરીને પેટ સંબંધિત બીમારી કે કમરના નીચેના ભાગમાં અમુક સમસ્યા થઈ શકે છે. માથાના દુખાવાની ફરિયાદ પણ રહી શકે છે. સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર તમારા પારિવારિક સંબંધો અને પ્રતિષ્ઠા માટે સારુ નથી. દરમિયાન આ મામલામાં સાવધાન રહેવાની જરૂર છે.

વૃષભ રાશિ

તમારી રાશિ વૃષભ છે તો વૃશ્ચિક રાશિમાં સૂર્યનું આવવુ તમારા માટે પણ સામાન્ય રીતે યોગ્ય નથી. જેના કારણે ઘર-ગૃહસ્થી સાથે જોડાયેલી મુશ્કેલીઓ થઈ શકે છે. અંગત સંબંધો ખાસ કરીને દાંપત્ય જીવનમાં પણ ચિંતા રહી શકે છે. આ સમયે સૂર્ય અને મંગળની યુતિ પણ બની રહી છે. આ અંદરોઅંદર વિવાદ વધારી શકે છે. જો તમે ભાગીદારી સાથે જોડાયેલુ કામ કરો છો તો ભાગીદારી સાથે યથાસંભવ સારા સંબંધ જાળવી રાખવાનો પ્રયત્ન કરો. જો વિવાહિત છો તો જીવન સંગિની કે જીવનસાથી સાથે શ્રેષ્ઠ તાલમેલ રાખો અને એકબીજાના આરોગ્ય અને ભાવનાઓનો ખ્યાલ રાખો.

કર્ક રાશિ

તમારી રાશિ કર્ક છે તો સૂર્ય ગોચર તમારા માટે સારુ નથી પરંતુ ખૂબ ખરાબ પરિણામ પણ મળશે નહીં. આ સમયે કામકાજ અને જીવનમાં સતર્ક રહેવાથી સારા પરિણામ મળી શકે છે પરંતુ બેદરકારી દાખવવાથી શિક્ષણ અને સંતાન સંબંધિત અમુક મુશ્કેલીઓ રહી શકે છે. પેટની પણ અમુક સમસ્યાઓ રહી શકે છે. સાથે જ આ સમયે તમારુ મન-મગજ કોઈ વાતને લઈને ભ્રમિત રહી શકે છે. આવી સ્થિતિમાં સ્વસ્થ વિચારો કરીને તમે પરિણામને સારુ કરી શકશો.

સિંહ રાશિ

તમારી રાશિ સિંહ છે તો સામાન્ય રીતે વૃશ્ચિક રાશિમાં સૂર્યનું હોવુ તમારા માટે અનુકૂળ નથી. જેના કારણે તમને અમુક હદ સુધી તણાવ કે માનસિક સમસ્યા થઈ શકે છે. આ સમયે તમને માતાના આરોગ્યનો પણ ખ્યાલ રાખવો પડશે. ઘરેલુ વિવાદ ન વધે તેનો પ્રયત્ન કરવો પડશે. ભૂમિ અને ભવન સંબંધિત મામલે પણ સાવધાન રહેવુ પડશે. જો છાતીની આસપાસની કોઈ તકલીફ તમને પહેલેથી છે તો આ સમય તમે થોડુ સતર્ક રહો. ખાસકરીને એવા લોકો જેમને હૃદય સંબંધિત કોઈ તકલીફ છે તેમણે થોડી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

તુલા રાશિ

તમારી રાશિ તુલા છે તો સૂર્યનું ગોચર સામાન્ય રીતે તમારા માટે સારુ નથી. જોકે આ સમયે તમને આર્થિક મામલે અમુક અનુકૂળતા થઈ શકે છે. આમ તો ધન ખર્ચ કરવામાં વિચાર વિમર્શ કરવો પરંતુ આંખ કે મોઢા સંબંધિત મુશ્કેલીઓને લઈને એલર્ટ રહેવુ પડશે. ખાણીપીણી સારી રાખવી પડશે, આંખને ઈજાથી બચાવવી પડશે. પરિવારજનો સાથે સામંજસ્ય જાળવીને રાખો.

વૃશ્ચિક રાશિ

સૂર્ય ગોચરથી વૃશ્ચિક રાશિમાં મંગળ અને સૂર્યની યુતિ બની રહી છે. આ સમયે કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે પરંતુ અહંકાર કે ક્રોધની ભાવનાથી બચવુ નહીંતર કામ બગડી શકે છે. આ સમયે ડાઉન ટુ અર્થ હોવા પર અમુક સારા પરિણામ પણ મળશે. જોકે સામાન્ય રીતે આ ગોચર વૃશ્ચિક રાશિના જાતકો માટે સારુ માનવામાં આવતુ નથી. આ સમય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અમુક મુશ્કેલી લાવી શકે છે, ખાસ કરીને તાવ, એસિડિટી કે પિત્ત સંબંધિત રોગ પરેશાન કરી શકે છે. આ સમયે કામકાજમાં મુશ્કેલીઓ આવશે પરંતુ શાંતિ સાથે કામ કરવાથી કાર્ય સંપન્ન થઈ જશે. સંબંધીઓ સાથે વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવુ.

ધન રાશિ

તમારી રાશિ ધન છે તો સૂર્યનું રાશિ પરિવર્તન તમારા માટે સારુ નથી. આ સમયે ધન રાશિના લોકોને ભાગ્ય ઓછો સાથ આપશે. તેનાથી તમને આકરી મહેનત કરવી પડશે અને દૂરની મુસાફરી પર જવુ પડી શકે છે. આ સમયે બિન જરૂરી મુસાફરીથી બચો તેમાં જ ભલાઈ છે. યથા સંભવ ખર્ચને રોકવાનો પ્રયત્ન કરો અને શાસન-પ્રશાસન સાથે જોડાયેલા મામલે કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખો. વરિષ્ઠો અને પ્રતિષ્ઠિત લોકોનું સન્માન કરશો તો મુશ્કેલી આવશે નહીં. પોતાના આરોગ્યનું ધ્યાન રાખો.

મીન રાશિ

તમારી રાશિ મીન છે તો સૂર્યનું વૃશ્ચિક રાશિમાં પ્રવેશ સારો નથી. આ સમયે તમે ભાગ્યના ભરોસે ન બેસી રહો. પોતાના અનુભવના આધારે વિશ્વાસ કરો અને સમજદારીથી કામ કરતા રહો. આ સમયે કોઈ પ્રકારની મુશ્કેલી થવા પર પિતા કે પિતા તુલ્ય અનુભવી વ્યક્તિની સલાહ લેશો તો લાભ થશે. આ દરમિયાન નિષ્ફળતાઓ મળવાની સ્થિતિમાં ચિડીયાપણુ યોગ્ય રહેશે નહીં. તેથી શાંત મન રાખીને ઈશ્વર પર વિશ્વાસ રાખો. શુભફળ મળશે. આવુ કરવાથી તમે પડકારોનું સમાધાન કાઢવામાં સફળ થશો. આગામી સમયમાં નુકસાનની ભરપાઈ પણ કરી શકશો. 


Google NewsGoogle News