Sun Transit 2024: આ રાશિમાં થશે સૂર્યનું ગોચર, જાણો કઈ ત્રણ રાશિના જાતકોને મળશે શુભ પરિણામ

Updated: May 14th, 2024


Google NewsGoogle News
Sun Transit 2024: આ રાશિમાં થશે સૂર્યનું ગોચર, જાણો કઈ ત્રણ રાશિના જાતકોને મળશે શુભ પરિણામ 1 - image


Image: Freepik

Sun Transit 2024: ગ્રહોના રાજકુમાર સૂર્ય આજે ગોચર કરવા જઈ રહ્યા છે. સૂર્યનું ગોચર 30 દિવસના અંતરાલમાં થાય છે. 

સૂર્ય ગોચર 2024

દરેક ગ્રહ પોતાના નક્કી સમય બાદ ગોચર કરે છે. સૂર્ય ગોચર આજે 14 મે 2024, મંગળવારે વૃષભ રાશિમાં થશે. આજે સૂર્ય મેષ રાશિથી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યનું ગોચર આજે સાંજે 06.04 મિનિટે થશે. સૂર્ય વૃષભ રાશિમાં ગોચર છે. આ રાશિમાં ગુરુ દેવ ગુરુ પહેલાથી જ વિરાજમાન છે.

કર્ક રાશિ:

કર્ક રાશિના જાતકો માટે સૂર્ય ગોચર લાભકારી સાબિત થઈ શકે છે. તમારા પગારમાં વધારો થવાના અણસાર છે. આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે. રોકાણથી શુભ ફળની પ્રાપ્તિ થશે. આ દરમિયાન તમને કોઈ સારા સમાચાર મળશે.  

સિંહ રાશિ:

સૂર્ય ગોચરથી સિંહ રાશિના જાતકોને વેપારમાં ફાયદો થઈ શકે છે. તમારો બિઝનેસ વધશે. પરિવારની સાથે તમે ગુડ ટાઈમ પસાર કરશો. આ દરમિયાન તમારુ પ્રમોશન અને પગારમાં વધારો થઈ શકે છે.

કુંભ રાશિ:

કુંભ રાશિના જાતકો માટે સૂર્યનું વૃષભ રાશિમાં ગોચર સારુ રહેવાનું છે. જો તમે રાજકારણ સાથે જોડાયેલા હોવ તો તમને ઉચ્ચ પદની પ્રાપ્તિ થશે. બિઝનેસમાં અટકેલા કાર્ય પૂરા થશે. ફેમિલીની સાથે સમય પસાર કરશો. ભાગ્યનો સાથ મળશે. 


Google NewsGoogle News