Get The App

ગ્રહોના રાજા સૂર્યએ કર્યું રાશિ પરિવર્તન, જાણો તમામ રાશિઓ પર કેવી રહેશે તેની અસર

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
ગ્રહોના રાજા સૂર્યએ કર્યું રાશિ પરિવર્તન, જાણો તમામ રાશિઓ પર કેવી રહેશે તેની અસર 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 15 જાન્યુઆરી 2024 સોમવાર

વર્ષ 2024માં સૂર્યએ પહેલુ રાશિ પરિવર્તન કરી લીધુ છે. સૂર્ય ગોચર કરીને મકર રાશિમાં પ્રવેશ કરી ગયા છે. 15 જાન્યુઆરી 2024થી 13 ફેબ્રુઆરી 2024 સુધી સૂર્ય પોતાના પુત્ર શનિની રાશિ મકરમાં રહેશે. જ્યોતિષ અનુસાર સૂર્ય અને શનિમાં શત્રુતાનો ભાવ છે. સૂર્યનું મકર રાશિમાં હોવુ તમામ 12 રાશિના જાતકો પર મોટી અસર નાખે છે.

સૂર્ય ગોચરની રાશિઓ પર અસર

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે સૂર્ય ગોચર શુભ છે. આ લોકોને ધન-સંપત્તિ મળશે. સીનિયર્સ તમારી પર મહેરબાન રહેશે. તમારા કાર્યોના વખાણ થશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકોના કરિયરમાં પ્રગતિ થશે. નવી નોકરીની ઓફર મળશે. મુસાફરી માટે જઈ શકો છો. કોઈ વિવાદિત મામલામાં તમારી જીત થશે. 

મિથુન રાશિ

અચાનક ધન લાભ થશે. નવા સ્ત્રોતોથી ધન આવશે. તમારી સામાજિક પદ-પ્રતિષ્ઠા વધશે. કામકાજમાં પ્રગતિ મેળવવાના અવસર મળશે.

કર્ક રાશિ

આ સમય સાચવીને પસાર કરો. પરિવારમાં કંકાસ વધશે. સારુ રહેશે કે સંબંધોમાં આવેલા અંતરને દૂર કરવાનો પ્રયત્ન કરો. રોકાયેલા કાર્યો પૂરા થશે.

સિંહ રાશિ

વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. વિરોધી હારશે. કાનૂની મામલે જીત થશે.

કન્યા રાશિ

તમારા કાર્યના વખાણ થશે. ધન આવવાના નવા માર્ગ બનશે. સંતાન પક્ષથી શુભ સમાચાર મળશે. ઘરમાં પણ સારો માહોલ રહેશે.

તુલા રાશિ

અનપેક્ષિત પડકારોનો સામનો કરવો પડી શકે છે. અશાંતિ રહેશે. અજાણ્યો ભય પરેશાન કરશે. આર્થિક મામલે કોઈની પર વિશ્વાસ ન કરવો.

વૃશ્ચિક રાશિ

તમને મોટી સફળતા મળી શકે છે. સંપત્તિથી લાભ મળી શકે છે. જમીન અને વાહનનું સુખ મળશે. ઘરમાં ધાર્મિક આયોજન થઈ શકે છે.

ધન રાશિ

તમારા માટે આ સમય સારો રહેશે નહીં. પારિવારિક જીવનમાં અશાંતિ રહેશે. ઉધાર આપવાથી બચવુ. ખર્ચા રહેશે અને તમને જ રૂપિયાની જરૂર પડી શકે છે.

મકર રાશિ

મકર રાશિના જાતકો પર સૂર્યદેવ મહેરબાન રહેશે. અટકેલા તમામ કાર્ય સફળ થશે. સંતાન પક્ષથી શુભ સમાચાર મળી શકે છે.

કુંભ રાશિ

કાર્યનું ભારણ વધશે. ખર્ચા વધશે. વૈવાહિક જીવનમાં સમસ્યાઓ થઈ શકે છે. ઉધાર આપવાથી બચો.

મીન રાશિ

ધન લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. ઘર-ગાડી ખરીદી શકો છો. પૈતૃક સંપત્તિથી ધન લાભ થઈ શકે છે. મન પ્રસન્ન રહેશે.


Google NewsGoogle News