Get The App

તુલામાં પ્રવેશ કરશે ગ્રહોના રાજા સૂર્યદેવ, વૃષભ-કન્યા સહિત આ રાશિના જાતકોને થશે અનેક લાભ

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
તુલામાં પ્રવેશ કરશે ગ્રહોના રાજા સૂર્યદેવ, વૃષભ-કન્યા સહિત આ રાશિના જાતકોને થશે અનેક લાભ 1 - image


Surya Gochar : જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય ભગવાનને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. સૂર્યની અસર તમામ લોકોને થાય છે. ચોક્કસ સમય પછી સૂર્ય પોતાની રાશિ પરિવર્તન કરે છે, જેની અસર તમામ રાશિના લોકો પર જોવા મળે છે. કેટલાક માટે અસર શુભ હોય છે, તો કેટલાક માટે અશુભ હોય છે. જ્યોતિષ ગણતરી પ્રમાણે સૂર્ય 17 ઑક્ટોબરે સવારે 7:52 મિનિટે તુલા રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં સૂર્યનો પ્રવેશ થતાંની સાથે નીચ અવસ્થામાં આવી જશે. સૂર્ય ગોચરની અસર 5 રાશિઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. 

મેષ રાશિ 

તુલા રાશિમાં સૂર્યનું ગોચરથી મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે તમને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરાવશે. કરિયરના સંદર્ભમાં તમને સારા સમાચાર સાંભળવાની સંભાવના રહેલી છે. વેપાર કરતાં લોકો માટે આ સમય અનુકૂળ છે. નવા સોદા થશે, જેમાં નફો સારો રહેશે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે

વૃષભ રાશિ

સૂર્ય ગ્રહનું રાશિ પરિવર્તન વૃષભ રાશિના લોકો માટે લાભદાયક રહેશે. કાર્યસ્થળમાં પ્રગતિના દ્વાર ખુલશે. નોકરીયાત લોકો માટે સમય સારો રહેશે. પ્રમોશનની રાહ જોઈ રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. આ ઉપરાંત પગારમાં પણ વધારો મળી શકે છે. લવ લાઈફમાં આવનારી સમસ્યાઓ દૂર થશે. તમને તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. તમારા કરિયરમાં નવી-નવી તકો મળશે. નોકરી શોધી રહેલા લોકોને તેમની પસંદગીની નોકરી મળી શકે છે. ધનલાભના નવા સોર્સ ખુલશે. પારિવારિક સંબંધો મજબૂત રહેશે. તમને તમારા માતા-પિતા સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકોને સારા સમાચાર મળશે. નોકરીયાત લોકો માટે સમય અનુકૂળ રહેશે. આ રાશિના જાતકોને પ્રમોશન મળવાની શક્યતાઓ છે. તમને વરિષ્ઠોનો સંપૂર્ણ સહયોગ મળશે. વેપારીઓને વેપારમાં નવા સોદા મળી શકે છે. રોકાણ માટે પણ સમય સારો રહેશે.

કરિયર માટે સમય લાભદાયક રહેશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિની તકો ઊભી થશે. વેપારીઓને વેપાર- ધંધામાં આવક વધી શકે છે. તમે રોકાણ પર સારું વળતર પણ મેળવી શકો છો. જો તમે કોઈ રોગથી પીડિત છો તો તેમાંથી તમને છુટકારો મળશે. માનસિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે.



Google NewsGoogle News