Get The App

રક્ષાબંધન પર ભદ્રાથી બચીને રહેજો.. તેના 12 નામ લઈ લો તો બધા કાર્યો શુભ થશે!

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
રક્ષાબંધન પર ભદ્રાથી બચીને રહેજો.. તેના 12 નામ લઈ લો તો બધા કાર્યો શુભ થશે! 1 - image
Image Envato 

Raksha Bandhan 2024:  હિંદુઓમાં ભાઈ- બહેનના પવિત્ર તહેવારનું વિશેષ મહત્ત્વ રહેલું છે. હિંદુ ધર્મમાં ભદ્રા કાળમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. ભદ્રા ભગવાન શનિદેવની બહેન અને ભગવાન સૂર્યની પુત્રી છે. તેને શનિદેવ કરતાં પણ વધુ ખતરનાક માનવામાં આવે છે, કારણ કે તેની અશુભ દૃષ્ટિ પડવાથી થયેલા કામ બગડી શકે છે, અને વ્યક્તિનું જીવન નરક સમાન બની શકે છે. એટલે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, ભદ્રા કાળમાં કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. 

રક્ષાબંધન 2024 પર ભદ્રાની અશુભ છાયા

વર્ષ 2024માં રક્ષાબંધન 19 ઑગસ્ટ સોમવારના રોજ મનાવવામાં આવશે. ભાઈ-બહેનના અતૂટ વિશ્વાસ અને પ્રેમનું પ્રતિક એવા આ તહેવાર પર ભદ્રાની અશુભ છાયા પડે છે. એટલે આ ભદ્રા કાળમાં બહેનોએ પોતાના ભાઈઓને રાખડી ન બાંધવી જોઈએ નહીં તો તેની અશુભ અસર થઈ શકે છે, જે ભાઈના જીવન માટે કોઈ નવી મુસીબત ઊભી કરી શકે છે. 

ભદ્રા કયા સમયથી કયા સમય સુધી છે?

19 ઑગસ્ટના સવારથી ભદ્રા શરુ થશે અને બપોરે સમાપ્ત થશે. ભદ્રાના સમયની વાત કરીએ તો, સવારે 5:52 થી શરુ થઈને બપોરે 1:32 સુધી ચાલે છે. એટલે આ સમયગાળા દરમિયાન રાખડી ન બાંધવી જોઈએ.

રક્ષા બંધન 2024 માટે રાખડી બાંધવાનો શુભ સમય

19 ઑગસ્ટ, 2024 ના રોજ રાખડી બાંધવાનો શુભ સમય બપોરે 1:33થી શરુ થાય છે, જે રાત્રે 9:07 સુધી છે. પરંતુ પંચક પણ આ તારીખે સાંજથી શરુ થઈ રહ્યું છે. હિન્દુ ધર્મમાં પંચકની શરુઆતમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી.

ભદ્રાથી બચવા માટે ભદ્રાના 12 નામ લો.

હિંદુ ધાર્મિક ગ્રંથો અનુસાર ભદ્રાની અશુભ અસરથી બચવા માટે 12 નામનો જાપ કરવો જોઈએ. જેના કારણે ભદ્રા ખુશ થઈ જાય છે. આ છે ભદ્રાના 12 નામ:

1. ધન્યા, 2. દધીમુખી, 3. ભદ્રા, 4. મહામારી, 5. ઘરણા, 6. કાલરાત્રી, 7. મહારુદ્ર, 8. વિષ્ટિકરણ, 9. કુલપુત્રિકા, 10. ભૈરવી, 11. મહાકાલી અને 12. અસુરક્ષયકારી.

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે, જો આ દિવસે અજાણતાં કોઈ ભૂલ થાય તો તે દિવસે ભદ્રાના આ 12 નામ અવશ્ય લેવા જોઈએ. તેનાથી ભદ્રાની અશુભ અસરમાંથી રાહત મળે છે. એવું માનવામાં આવે છે કે, ભદ્રાના આ 12 નામોનું સ્મરણ, ઉચ્ચારણ અને પાઠ કરવાથી તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે.


Google NewsGoogle News