Pitru Paksha : 29 સપ્ટેમ્બરથી શરૂ થશે શ્રાદ્ધ, માંગલિક કાર્ય પતાવી લો, જાણો પિતૃ પક્ષનું મહત્વ
Image Source: Twitter
અમદાવાદ, તા. 25 સપ્ટેમ્બર 2023 સોમવાર
હિંદુ માન્યતા અનુસાર પિતૃ પક્ષનું વિશેષ મહત્વ છે. પિતૃઓ અને પૂર્વજોની શાંતિ અને તૃપ્તિ માટે પિતૃપક્ષ મનાવવામાં આવે છે. આ દિવસે વિશેષરીતે શ્રાદ્ધ અને પિંડદાન કરવાની માન્યતા છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પૂનમથી પિતૃપક્ષની શરૂઆત થાય છે. આ આસો મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ સુધી રહે છે. શુક્રવારે 29 સપ્ટેમ્બરે પિતૃ પક્ષની શરૂઆત થશે. કૃષ્ણ પક્ષની અમાસ તિથિ 14 ઓક્ટોબરે આનું સમાપન થશે.
પિતૃ પક્ષનું મહત્વ
પિતૃ પક્ષમાં પૂર્વજો અને પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે મૃત્યુ લોકથી પિતૃ પૃથ્વી લોક પર આવે છે. તેથી પિતૃ પક્ષ દરમિયાન તર્પણ અને શ્રાદ્ધ કરવાથી પિતૃઓને ખુશ કરી શકાય છે અને આશીર્વાદ મેળવી શકાય છે. પિતૃ પક્ષમાં તિથિઓ અનુસાર પિતૃઓનું શ્રાદ્ધ કરવાનું શુભ માનવામાં આવે છે. પિતૃ દોષમાંથી મુક્તિ અને પિતૃઓની શાંતિ માટે પિતૃપક્ષ પર દાન અને બ્રાહ્મણોને ભોજન કરાવવુ જોઈએ.
આ તિથિઓમાં શ્રાદ્ધ હશે
29 સપ્ટેમ્બર પૂનમ શ્રાદ્ધ, 30 સપ્ટેમ્બર પ્રતિપદા અને બીજુ શ્રાદ્ધ, 1 ઓક્ટોબર ત્રીજુ શ્રાદ્ધ, 2 ઓક્ટોબર ચોથુ શ્રાદ્ધ, 3 ઓક્ટોબર પાંચમું શ્રાદ્ધ, 4 ઓક્ટોબર છઠ્ઠુ શ્રાદ્ધ, 5 ઓક્ટોબર સાતમું શ્રાદ્ધ, 6 ઓક્ટોબર આઠમું શ્રાદ્ધ, 7 ઓક્ટોબર નવમું શ્રાદ્ધ, 8 ઓક્ટોબરે દશમું શ્રાદ્ધ, 9 ઓક્ટોબરે એકાદશી શ્રાદ્ધ, 11 ઓક્ટોબરે બારમું શ્રાદ્ધ, 12 ઓક્ટોબરે તેરમું શ્રાદ્ધ, 13 ઓક્ટોબરે ચૌદમું શ્રાદ્ધ અને 14 ઓક્ટોબરે સર્વ પિતૃ અમાસનું શ્રાદ્ધ.