સોમવતી અમાસ પર સ્નાન-દાન માટે આ છે શુભમુહૂર્ત, જાણી લો સંપૂર્ણ પૂજન વિધિ
Somwati Amavasya 2024: સોમવારેના દિવસે આવતી અમાવસ્યાને સોમવતી અમાવસ્યા કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં અમાવસ્યાનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ દિવસ પિતૃઓ તેમજ પૂર્વજોને સમર્પિત હોય છે. આ વખતે સોમવતી અમાવસ્યા 30 ડિસેમ્બર સોમવારે મનાવવામાં આવશે. સોમવતી અમાવસ્યા વર્ષમાં બે વાર આવે છે.
એવી માન્યતા છે કે, અમાવસ્યા દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરીને દાન કરવાથી અક્ષય ફળ મળે છે અને કાલસર્પ દોષ અને પિતૃ દોષમાંથી પણ મુક્તિ મળે છે. સોમવતી અમાવસ્યાના દિવસે દેવી પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે અને આ દિવસે પીપળની પૂજા કરવામાં આવે છે.
આ પણ વાંચો: શનિવારે રાજકીય સન્માન સાથે થશે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, અપાશે 21 તોપોની સલામી
હિન્દુ કેલેન્ડર અનુસાર, સોમવતી અમાવસ્યા 30 ડિસેમ્બરે સવારે 4:01 વાગ્યે શરૂ થશે અને તારીખ 31 ડિસેમ્બરે સવારે 3:56 વાગ્યે સમાપ્ત થશે. આ દિવસે સ્નાન અને દાનનો શુભ સમય સવારે 5.24 થી 6.19 સુધીનો રહેશે.
સોમવતી અમાવસ્યાએ શુભ યોગ
વર્ષની આ છેલ્લી અમાવસ્યા છે એટલે સોમવતીનું અમાવસ્યા ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ વખતે સોમવતી અમાવસ્યા પર વૃધ્ધિ યોગ, ધ્રુવ યોગ, શિવવાસ યોગ, નક્ષત્ર યોગનો સંયોગ બની રહ્યો છે.
સોમવતી અમાવસ્યા પૂજનવિધિ
સોમવતી અમાવસ્યાના દિવસે પૂજા કરવા માટે સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં જાગવું અને બધા કામ પૂર્ણ થયા પછી સ્નાન કરવું. આ દિવસે ગંગા સ્નાનનું વધુ મહત્વ છે, તેથી ગંગામાં સ્નાન કરવું જોઈએ અને ત્યારબાદ સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરીને વિશેષ આશીર્વાદ મેળવે છે અને પૂજા કર્યા પછી પોતાની ક્ષમતા મુજબ દાન કરે છે.
સોમવતી અમાવસ્યાની વ્રત કથા
પૌરાણિક કથા પ્રમાણે એક રાજ્યમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. પૈસાના અભાવે તેમની પુત્રીના લગ્ન થઈ શકતા નહતા. પોતાની ગરીબીથી પરેશાન થઈ ગયો હતો. એક દિવસ એક બ્રાહ્મણ દંપતિએ એક સાધુને ઉપાય પૂછ્યો, ત્યારે સાધુએ અંતદ્ર્ષ્ટિથી ધ્યાન કરીને જણાવ્યુ કે, નજીકના ગામમાં એક ધોબી છે, જે તેના પુત્ર અને પુત્રવધૂ સાથે રહે છે. જે ખૂબ જ આચાર-વિચાર અને સંસ્કાર સંપન્ન અને પતિવ્રતા છે. જો તમારી દિકરી તેમની સેવા કરે અને એ મહિલા એના માથાના સિંદૂર લગાવી દે તો તમારી દિકરીના લગ્ન યોગ બની જશે અને તેનો વૈધ્વ્ય યોગ મટી શકે છે.
આ પણ વાંચો: સંભલમાં જામા મસ્જિદની સામે બનાવાશે પોલીસ ચોકી, હિંસા બાદ તંત્રનો મોટો નિર્ણય
આ વાત સાંભળી બ્રાહ્મણએ એમની દીકરીને ધોબણની સેવા કરવાની વાત કહી. બીજા દિવસે દિકરી સવારે ઉઠીને સોના ધોબણના ઘરે જઈને સાફ - સફાઈ અને બીજા બધા કામ કરીને ઘરે આવી જતી. એક દિવસ સોના ધોબણ એની વહુને પૂછે કે, તમે તો સવારે ઉઠીને બધા કામ કરી લો છો અને ખબર પણ નહી પડતી. વહુએ કહ્યું, મને લાગ્યુ કે કે તમે સવારે જલ્દી ઉઠીને બધા કામ જાતે કરી લો છો અને હું મોડે ઉઠું છું. આ વાતથી નવાઈ પામીને બંને સાસુ વહુએ વિચાર્યુ કે કાલે નજર રાખીશુ કે કોણ છે, જે સવારે વહેલા આવીને બધા કામ કરીને જતું રહે છે. બીજા દિવસે સવારે ધોબણ જોયું કે એક છોકરી ચુપચાપ ઘરનું બધું કામ કરતી હતી. આવું કેટલાય દિવસો સુધી ચાલતું રહ્યું. એક દિવસ ધોબીએ છોકરીને કારણ પૂછ્યું.
દિકરીએ સાધુએ કહેલી બધી વાત ધોબણને કહી. તેની વાત સાંભળીને ધોબીએ તેને માંગેલું સિંદૂર આપ્યું અને તે જ સમયે ધોબીના પતિનું અવસાન થયું. આનાથી દુઃખી થઈને યુવતી ઘરની બહાર નીકળીને એક પીપળના ઝાડ પાસે પહોંચી અને ઈંટોના 108 ટુકડા લઈને 108 વાર પ્રદક્ષિણા કરી અને એક પછી એક ફેંકવા લાગી. યુવતીના આ કૃત્યને કારણે ધોબણના પતિના જીવમાં જીવ આવ્યો હતો. યુવતીએ પીપળના ઝાડની પરિક્રમા કરીને શુભ ફળ પ્રાપ્ત કર્યું.