Get The App

સોમવતી અમાસે કરો આ ચીજવસ્તુઓનું ખુલ્લા હાથે દાન, અનેક દોષોનું થશે નિવારણ

Updated: Dec 4th, 2024


Google NewsGoogle News
સોમવતી અમાસે કરો આ ચીજવસ્તુઓનું ખુલ્લા હાથે દાન, અનેક દોષોનું થશે નિવારણ 1 - image


Somvati Amavasya 2024: હિન્દુ ધર્મમાં અમાવસ્યા તિથિનું વિશેષ મહત્ત્વ રહેલું છે. તેમજ અમાસની તિથિએ દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સોમવારે આવતી અમાવસ્યા સોમવતી અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે, જે મુખ્યત્વે ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે. ત્યારે આવો જાણીએ કે સોમવતી અમાવસ્યાના દિવસે કઈ કઈ વસ્તુઓનું દાન કરવાથી તમે પિતૃઓની સાથે સાથે મહાદેવની કૃપા મેળવી શકો છો.

પંચાંગ પ્રમાણે અમાવસ્યા તિથિ 30મી ડિસેમ્બર 2024ના સવારે 04:01 વાગ્યે શરુ થશે અને બીજા દિવસે 31મી ડિસેમ્બર 2024ના સવારે 03:56 વાગ્યે સમાપ્ત થશે. એટલે આ અમાવસ્યા 30 ડિસેમ્બરે ઉજવવામાં આવશે.

આ પણ વાંચો : ફ્રિઝ પર ભૂલથી પણ આ વસ્તુઓ ના મૂકતાં, નહીંતર ઘરમાં આવશે ભયંકર તંગી

ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે તમે સોમવતી અમાવસ્યા પર દૂધ, ખાંડ, સફેદ વસ્ત્રો વગેરેનું દાન કરી શકો છો. આમ કરવાથી સાધકના જીવનમાં સુખ શાંતિ બની રહે છે. આ ઉપરાંત તમામ કાર્યોમાં પણ સફળતા મળે છે.

ચંદ્ર ગ્રહ પણ બળવાન બને છે

સોમવારનો દિવસ ભગવાન શિવ તેમજ ચંદ્રમાને સમર્પિત માનવામાં આવે છે. ત્યારે આ દિવસે ચોખા, કપૂર, મોતી, શંખ, ચાંદી વગેરે જેવી વસ્તુઓનું દાન કરી શકો છો. આમ કરવાથી મન સંબંધિત દોષો દૂર થાય છે અને ચંદ્ર ગ્રહ પણ બળવાન બને છે.

ગ્રહ દોષથી મુક્તિ મળશે

જો તમારા પર મંગળની મહાદશાની અસર હોય તો, તેના માટે તમે સોમવતી અમાવસ્યાના દિવસે મગ, ઘઉં, મસૂર, લાલ ચંદન અથવા જમીનનું દાન કરી શકો છો. બીજી બાજુ જો તમે શનિ દોષની અસર હેઠળ હોવ તો તેનાથી રાહત મેળવવા માટે તમારે તેલ, લોખંડની વસ્તુઓ, છત્રી વગેરેનું દાન કરવું જોઈએ.

આ પણ વાંચો : બાંકે બિહારીના જન્મોત્સવની ઉજવણીની તૈયારી, 56 પ્રકારના માખણના ભોગ સાથે ઉજ્જૈનનું ડમરુ આકર્ષણનું કેન્દ્ર

પિતૃઓ ખુશ થશે

જો સોમવતી અમાવસ્યાના દિવસે બ્રાહ્મણોને ભોજન કરવવામાં આવે તેમજ ક્ષમતા મુજબ દાન આપવામાં આવે તો, પિતૃઓ પ્રસન્ન થાય છે. અને આ દિવસે જરૂરિયાતમંદ લોકોને કાળા તલ, પાણી, દહીં, મધ, ગાયનું દૂધ, ગંગાજળ, કપડાં અને ભોજનનું દાન કરવું જોઈએ. તેનાથી વ્યક્તિને પિતૃ દોષથી પણ રાહત મળશે. 


Google NewsGoogle News